બોલિવૂડથી દૂર રહીને પણ બોલિવૂડ ટ્રેન્ડ ફોલો કરી રહી છે એશા

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના મમ્મી ક્લબમાં ટૂંક સમયમાં જ એશા દેઓલની એન્ટ્રી થવા જઇ રહી છે. આ વર્ષના અંતમાં એશા દેઓલ પોતાના પહેલા બાળકને જન્મ આપશે. થોડા સમય પહેલાં જ એશા દેઓલ પોતાના પતિ ભારત તખ્તાની સાથે બેબીમૂન પર ગ્રીસ ફરવા ગઇ હતી. પરત ફરી એશા દેઓલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, તે મુંબઇના વરસાદને મિસ કરી રહી છે.

એશા દેઓલ

એશા દેઓલ

હાલ ફિલ્મોથી દૂર રહેતી એશા દેઓલ ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે અને તેની પાછળ બે કારણો છે. એક તો એ કે, તે જલ્દી જ માતા બનનાર છે અને બીજું એ કે, તેણે થોડા દિવસ પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. ગ્રીસ ફરીને આવેલ એશા દેઓલે રિસન્ટલી જ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ

ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ

એશા દેઓલે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરતાં અનેક ફિલ્મ સ્ટાર્સે તેનું સ્વાગત કર્યું હતું. ખાસ કરીને અભિષેક બચ્ચને તેની આ તસવીર પોસ્ટ કરતાં તેને વેલકમ કર્યું હતું અને સાથે લખ્યું હતું કે, મારી લિટલ સિસ્ટરનું સ્વાગત કરો. એશા ભલે હાલ બોલિવૂડથી દૂર હોય, પરંતુ બોલિવૂડ એક્ટ્રેસિસનો ટ્રેન્ડ ફોલો કરતાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

સેલિના જેટલી-એશા દેઓલ

સેલિના જેટલી-એશા દેઓલ

આ પહેલાં સેલિના જેટલી અને એશાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. બંન્નેની મુલાકાત દુબઇમાં થઇ હતી, ત્યારની આ તસવીર છે. જે સેલિના જેટલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. તેણે સાથે લખ્યું હતું, મને આશા છે કે જે રીતે અમે બંન્ને BFF(બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર) છીએ, એ જ રીતે અમારા બાળકો પણ બેસ્ટ ફ્રેન્ડ્સ બનશે.

હેમા માલિનીએ કર્યું હતું ટ્વીટ

હેમા માલિનીએ કર્યું હતું ટ્વીટ

હેમા માલિની એશા દેઓલના પહેલા બાળક અંગે ખૂબ ઉત્સાહિત છે. તેમણે જાતે ટ્વીટ કરી એશા દેઓલ પ્રેગનેન્ટ હોવાની જાણકારી લોકોને આપી હતી. વળી તે પોતાની દેખરેખમાં એશાના બાળક માટે એક ખાસ નર્સરી પણ બનાવડાવી રહ્યાં છે.

બેસ્ટ ફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

બેસ્ટ ફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

નોંધનીય છે કે, એશા દેઓલે વર્ષ 2012માં પોતાના બેસ્ટ ફ્રેન્ડ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષના અંત સુધીમાં એશા પોતાના પ્રથમ બાળકને જન્મ આપશે. એશાની નાની બહેન આહના પણ એક પુત્રની માતા છે.

English summary
Pregnant actress Esha Deol Shares new pic missing rain in Mumbai.
Please Wait while comments are loading...