For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ટૅમ્પા બે ખાતે યોજાશે 15મો આઇફા ઍવૉર્ડ્સ!

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 17 જાન્યુઆરી : 15મો આઇફા ઍવૉર્ડ પહેલી વાર અમેરિકાના ફ્લોરિડા ખાતે આવેલા ટૅમ્પા બે શહેરમાં યોજાશે. 24મીથી 26મી એપ્રિલ દરમિયાન યોજાનાર આ સમારંભ માટેની જાહેરાત લૉસ એંજલ્સ ખાતેની એસએલએસ હોટેલમાં એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન પ્રિયંકા ચોપરા અને અનિલ કપૂરે કરી. આ પ્રસંગે આઇફાના હોસ્ટ ડૉ. કિરણ પટેલ, કાઉંટી કમિશ્નર અલ હિગ્ગિનબોથમ, પ્રેસિડંટ તથા ચીફ એક્ઝીક્યુટિવ સેંટિઆઓ સી કોર્રાડા, વિઝક્રાફ્ટ ઇંટરનેશનલ એંટરટેનમેંટના નિયામક આંદ્રે ટિમિની તેમજ શ્રી વિરાફ સરકારી ઉપસ્થિત હતાં.

નોંધનીય છે કે આ અગાઉ આઇફા યૂકે, યૂરોપ, મિડલ ઇસ્ટ, સાઉથ એશિયા, શ્રીલંકા અને કૅનેડા ખાતે યોજાઈ ચુક્યો છે. શ્રી વિરાફે ટૅમ્પામાં યોજાનાર આઇફા 2014ની અધિકૃત જાહેરાત કરતા જણાવ્યું કે આ વખતે આઇફામાં બૉલીવુડ પાર્ટી હશે. ટૅમ્પા બેનું આઇફા સાથે જોડાવાથી તેઓ બહુ ખુશ છે.

આવો પ્રેસ કૉન્ફરંસની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કોર્રાડા આનંદિત

કોર્રાડા આનંદિત

સેંટિઆગો સી કોર્રાડાએ જણાવ્યું કે આઇફા સાથે જોડાતા તેઓ આનંદ અનુભવે છે.

સ્વાગત માટે તૈયાર ટૅમ્પા બે

સ્વાગત માટે તૈયાર ટૅમ્પા બે

સેંટિઆગો સી કોર્રાડાએ જણાવ્યું કે ટૅમ્પા બે સૌના સ્વાગત માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે તેમને આઇફાનું સ્લોગન વન પીપલ વન વર્લ્ડ બહુ ગમે છે.

બૉલીવુડને જાણવાની તક

બૉલીવુડને જાણવાની તક

અલ હિગ્ગિનબોથમે જણાવ્યું કે જે અમેરિકનો બૉલીવુડ વિશે નથી જાણતાં, તેઓ પણ હવે તે અંગે જાણી શકશે.

મુખ્ય ભૂમિકા કિરણની

મુખ્ય ભૂમિકા કિરણની

આઇફાને ટૅમ્પા બે ફ્લોરિડા ખાતે લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડૉ. કિરણ પટેલ છે.

ભારતીય સંસ્કૃતિ પણ પહોંચશે અમેરિકા

ભારતીય સંસ્કૃતિ પણ પહોંચશે અમેરિકા

કિરણ પટેલે જણાવ્યું કે આઇફા યોજવાનો મતલબ માત્ર સિતારાઓને અહીં લાવવો નહીં, પણ ભારતીય સંસ્કૃતિને પણ અહીં લાવવો છે.

લાગણીઓનો સંબંધ

લાગણીઓનો સંબંધ

આઇફાના દીર્ઘકાલિક મિત્ર અને આઇફા સમર્થક અભિનેતા અનિલ કપૂરે જણાવ્યું - આઇફા સાથે તેમનો સંબંધ લાગણીઓનો છે.

ગર્વ છે

ગર્વ છે

અનિલે જણાવ્યું - આઇફાના કારણે તેમના ઘણાબધા સારા સંબંધો બન્યાં છે કે જે આજે પણ જળવાયેલા છે. ઘણાબધા ઍવૉર્ડ સમારંભો છે, પણ હું દાવા સાથે કહી શકું કે આઇફા પક્ષપાતથી દૂર છે અને તેની સાથે જોડાતા હું ગર્વ અનુભવુ છું.

આઇફા બૉલીવુડનું પ્રચારક

આઇફા બૉલીવુડનું પ્રચારક

અનિલ કપૂરના જ શબ્દોમાં આઇફા પોતાનામાં એક અનોખો ઍવૉર્ડ છે કે જે વિશ્વ ભરમાં ફરીને હિન્દી ફિલ્મોનું પ્રચાર-પ્રસાર કરે છે.

એક મોટી પાર્ટી છે આઇફા

એક મોટી પાર્ટી છે આઇફા

સૌના મનપસંદ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જણાવ્યું - આઇફા એક મોટી પાર્ટી છે કે જેમાં આપ લોકોને મળો છો.
અમેરિકામાં પહેલી વાર આઇફા યોજાવા અંગે પ્રિયંકા ચોપરા બહુ ખુશ છે.

ઉત્સાહિત છે પ્રિયંકા

ઉત્સાહિત છે પ્રિયંકા

પ્રિયંકાએ જણાવ્યું - અમેરિકા વિવિધ દેશોમાંથી આવેલા લોકોની સંસ્કૃતિનું સ્વાગત કરે છે. આઇફાનું ટૅમ્પા બે સાથે જોડાવું આ વાતનું પ્રતીક છે. દર વર્ષે આઇફામાં ભાગ લેવા માટે હું બહુ ઉત્સાહિત રહુ છું. આ વખતે આઇફામાં એક્ટ કરવા માટે મારી પાસ એક મોટું પ્રોજેક્ટ છે.

જાદુઈ રાત હશે

જાદુઈ રાત હશે

આઇફમાં સૌને આવવાનું આમંત્રણ આપતાં પ્રિયંકાએ જણાવ્યું કે આ સિતારાઓથી ભરેલી જાદુઈ રાત હશે.

સિનેમાનો ઉત્સવ

સિનેમાનો ઉત્સવ

પ્રિયંકાએ જણાવ્યું - અમે અહીં સિનેમાનો ઉત્સવ ઉજવીશું અને આપ સૌનું આઇફામાં સ્વાગત છે.

ટિકિટ ઉપલબ્ધ

ટિકિટ ઉપલબ્ધ

ત્રણ દિવસ ચાલનાર આ સમારંભની ટિકિટ વેબસાઇટ ટિકિટકમાસ્ટર.કૉમ પર ઉપલબ્ધ છે.

ઘણા મહેમાનો આવશે

ઘણા મહેમાનો આવશે

આઇફાના અધિકારીઓને આઇફા ઍવૉર્ડ્સ 2014માં ભારત, કૅનેડા, પાકિસ્તાન, સિંગાપોર, ઇંગ્લૅન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, યુએઈ વિગેરે દેશોમાંથી લોકોના આવવાની આશા છે.

પ્રિયંકા-અનિલ

પ્રિયંકા-અનિલ

ટૅમ્પા બે ખાતે અનિલ અને પ્રિયંકાએ બહુ મસ્તી પણ કરી.

English summary
The 15th IIFA 2014 will held at Tampa Bay in Florida. Priyanka Chopra and Anil Kapoor invites at IIFA 2014 by press conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X