આ કામ કરવાનો ઊંડો અફસોસ છે પ્રિયંકા ચોપરાને!

Written By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરા બોલિવૂડની એવી હસતીઓમાંની એક છે, જેને હવે ચર્ચામાં રહેવા માટે કોઇ કારણની જરૂર નથી. હાલ હોલિવૂડમાં ધૂમ મચાવી રહેલી આ એક્ટ્રેસ થોડા સમય પહેલાં ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ(TIFF)માં જોવા મળી હતી. બ્લેક આઉટફિટમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી અને તેની આ તસવીરો હાલ ખૂબ વાયરલ થઇ રહી છે. થોડા સમય પહેલાં તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર પણ કેટલીક હોટ તસવીરો જોઇ હતી, એ જોઇ તમને વિશ્વાસ થઇ જશે કે પ્રિયંકાનો આજે પણ કોઇ જવાબ નથી.

સ્પેશિયલ ગેસ્ટ

સ્પેશિયલ ગેસ્ટ

પ્રિયંકાને અહીં TIFF Soireeમાં પણ નિમંત્રણ મળ્યું હતું, તે સ્પેશિયલ ગેસ્ટ બની હતી અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર કૅમરોન બેલીએ પ્રિયંકાનો ઇન્ટરવ્યુ લીધો હતો. આ રેડ કાર્પેટ લૂક માટે પ્રિયંકાએ બ્લેક હોલ્ટર નેક ગાઉન પર પસંદગી ઉતારી હતી, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.

વૉગમાં ઇન્ટરવ્યુ

વૉગમાં ઇન્ટરવ્યુ

હાલમાં જ પ્રિયંકાએ વૉગ કવરપેજની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, આ તસવીર અને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો હાલ ખૂબ વાયરલ થઇ રહી છે. સાથે જ વૉગ મેગેઝિનને તેણે આપેલ ઇન્ટરવ્યુ પણ શાનદાર છે.

ફેરનેસ ક્રીમની એડ કરવાનો અફસોસ

ફેરનેસ ક્રીમની એડ કરવાનો અફસોસ

પ્રિયંકાએ અહીં જણાવ્યું હતું કે, તેણે વર્ષો પહેલાં એક ફેરનેસ ક્રીમની એડમાં કામ કર્યું હતું, જેનો તેને ખૂબ અફસોસ છે. તેણે કહ્યું હતું કે, 'શ્યામ વાન ધરાવતી ઘણી યુવતીઓ પર તેમના વાન બદલ સહાનુભૂતિ દર્શાવવામાં આવે છે. ભારતમાં સ્કિન-લાઇટનિંગ ક્રીમની એડમાં કહેવાય છે કે, માત્ર એક અઠવાડિયમાં તમારો વાન ગોરો થઇ જશે.'

પ્રિયંકાએ પણ વાપર્યા છે ફેરનેસ ક્રીમ

પ્રિયંકાએ પણ વાપર્યા છે ફેરનેસ ક્રીમ

હું નાની હતી ત્યારે મેં પણ આ ક્રીમ વાપર્યા છે. એક્ટર બન્યા બાદ શરૂઆતના વર્ષોમાં મેં સ્કિન લાઇટનિંગ ક્રીમની કોમર્શિયલમાં કામ કર્યું છે, જેમાં મેં શ્યામ વાન હોવાને કારણે મૂંઝવણ અનુભવતી યુવતીનો રોલ કર્યો છે.'

કોન્ટ્રેક્ટ કર્યો સમાપ્ત

કોન્ટ્રેક્ટ કર્યો સમાપ્ત

'થોડા સમય બાદ જ્યારે એ કોમર્શિયલ મેં જોઇ ત્યારે મને ખ્યાલ આવ્યો કે, મેં આ શું કર્યું? ત્યાર બાદ મેં હું જેવી દેખાઉં થું એ પ્રત્યે ગર્વ લેવાનું શરૂ કર્યું, મને ખરેખર તો મારો સ્કિન કલર ગમે છે. મેં તાત્કાલિક કમર્શિયલ એડના કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યા અને બીજી વાર ક્યારેય મેં એ પ્રકારની કમર્શિયલમાં કામ નથી કર્યું.'

સમાજની વિચારસરણી બદલવાની છે જરૂર

સમાજની વિચારસરણી બદલવાની છે જરૂર

'એ એડ જોઇને મને મારું બાળપણ અને ટીનએજના દિવસો યાદ આવી ગયા, જ્યારે સતત મને એવું ફીલ કરાવવામાં આવતું હતું કે, મારી પાસે જે છે આ સારું કે સુંદર નથી. આજ-કાલ ફેરનેસ ક્રીમ ટૂથપેસ્ટની સાથે જ દુકાનમાં મુકેલા જોવા મળે છે, ઘણી છોકરીઓ આ ક્રીમ વાપરે છે. પરંતુ એનાથી સમાજમાં શું વિચારસરણી પ્રસરે છે એનો આપણને ખ્યાલ નથી.'

અપકમિંગ પ્રોજેક્ટ

અપકમિંગ પ્રોજેક્ટ

પ્રિયંકા ચોપરા હાલ હોલિવૂડની બે ફિલ્મો અને 'ક્વોન્ટિકો'ની આગામી સીરિઝનું શૂટિંગ કરી રહી છે. થોડા સમય પહેલા તે કેટલાક બોલિવૂડ પ્રોજેક્ટ્સ ફાઇનલ કરવા મુંબઇ આવી હતી. આશા રાખીએ કે પ્રિયંકા જલ્દી જ બોલિવૂડના મોટા પડદે પણ ધમાકેદાર વાપસી કરશે.

English summary
Priyanka Chopra regrets starring in a fairness cream commercial in the past.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.