ઇન્ટરનેશનલ મીડિયાથી નારાજ પ્રિયંકા-દીપિકા, આપ્યો આ જવાબ

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ટરનેશનલ મીડિયાએ ફરી એકવાર ઇન્ડિયન એક્ટ્રેસિસના નામમાં ભૂલ કરી છે અને ફરી પાછી પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણના નામમાં જ ભૂલ કરી છે, લોસ એન્જલસ એરપોર્ટ પર પહોંચેલ પ્રિયંકા ચોપરાને અમેરિકન પેપરાઝીએ દીપિકા પાદુકોણ સમજી લીધી હતી. આ ત્રીજી વાર છે, જ્યારે ઇન્ટરનેશનલ મીડિયા ઇન્ડિયન એક્ટ્રેસિસના નામમાં ગોથા ખાધાં છે અને આ વખતે પ્રિયંકા અને દીપિકાએ ચૂપ ન રહેતાં સણસણતો જવાબ વાળ્યો છે.

કાન્સ વખતે રેડ કાર્પેટ પર ઉતરેલ સોનમ કપૂરને ઇન્ટરનેશનલ મીડિયાએ દીપિકા પાદુકોણ સમજી લીધી હતી. એ પહેલાં દીપિકા જ્યારે પોતાની ફિલ્મના કામ અર્થે હોલિવૂડ પહોંચી તો તેને પ્રિયંકા સમજી લેવામાં આવી હતી અને હવે ફરી એવી જ ભૂલ રીપિટ કરવામાં આવી છે.

પ્રિયંકાનો સણસણતો જવાબ

પ્રિયંકાનો સણસણતો જવાબ

એક ઇવેન્ટમાં જ્યારે પ્રિયંકાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ અયોગ્ય છે, આને ઇગ્નોરન્સનો સિરિયસ કેસ કહી શકાય. દરેક બ્રાઉન ગર્લ એક સરખી નથી હોતી. દુનિયાની કુલ વસતીમાં 1/5 લોકો ભારતીય છે, વર્લ્ડ સિનેમામાં અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝન્ટ કરવી એ અમારી જવાબદારી છે, જેના માટે અમે મહેનત કરીએ છીએ.

મુસીબતમાં મુકાશે પ્રિયંકા?

મુસીબતમાં મુકાશે પ્રિયંકા?

હોલિવૂડમાં પ્રિયંકાને મોટેભાગે મીડિયાનો સપોર્ટ મળ્યો છે, પરંતુ તેના જવાબને કારણે મીડિયા તેને વધુ હેરાન કરે એવી શક્યતા છે. જો કે, આ ઇન્ટરનેશનલ મીડિયાની જવાબદારી છે કે, તેઓ નામ લખતાં પહેલાં એકવાર ક્રોસ ચેક કરે, ભારતમાં 20થી વધુ ભાષાઓમાં અખબાર છપાય છે, પરંતુ ક્યારેય હોલિવૂડ સ્ટારના નામમાં આવા ગોટાળા જોવા મળ્યા નથી.

દીપિકા પણ છે ગુસ્સામાં

દીપિકા પણ છે ગુસ્સામાં

પ્રિયંકા અને દીપિકાના નામમાં 2 વાર કન્ફ્યૂઝન થઇ ચૂક્યું છે, આ વાતને લઇને દીપિકા પણ અકળાયેલી છે. તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, હું ચોક્કસપણે આ વાતે નારાજ છું અને સૌએ નારાજ થવું જોઇએ. આ માત્ર ઇગ્નોરન્સ નથી, રેસિસમ છે.

હોલિવૂડમાં દીપિકા-પ્રિયંકા

હોલિવૂડમાં દીપિકા-પ્રિયંકા

પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બંન્ને હાલ હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કરી રહી છે, પ્રિયંકાને સફળતા પણ મળી છે. બંન્ને હાલ પોતાના કરિયરની ટોચ પર છે. એવામાં આવા ગોટાળાને કારણે બંન્નેનું મન દુભાય એ વાત સ્વાભાવિક છે. આશા રાખીએ કે, ઇન્ટરનેશનલ મીડિયા હવેથી કોઇ એક્ટર કે એક્ટ્રેસિસના નામમાં ગોટાળો નહીં કરે.

English summary
Priyanka Chopra finally reacted to being mistaken for Deepika Padukone by the Western media and said that its unfair and a serious case of ignorance.
Please Wait while comments are loading...