સગાઈના નશામાં ડૂબી પ્રિયંકા, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

પ્રિયંકા ચોપરાએ પોતાના અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનસ સાથે 18 ઓગસ્ટે સગાઈ કરી દુનિયાની સામે પોતાના સંબંધો કબૂલ કરી લીધા.

પ્રિયંકા ચોપરાએ પોતાના અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનસ સાથે 18 ઓગસ્ટે સગાઈ કરી દુનિયાની સામે પોતાના સંબંધો કબૂલ કરી લીધા. છેલ્લા લાંબા સમયથી પ્રિયંકા અને નિક એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. લંડનમાં પ્રિયંકાના જન્મ દિવસ પર નિકે પ્રિયંકાને પ્રપોઝ પણ કરી હતી અને બંનેએ સગાઈ કરી લીધી હતી. લાગે છે કે પ્રિયંકા પરથી સગાઈનો નશો હજુ ઉતર્યો નથી. ત્યારે જ તો પ્રિયંકા હજુ પણ નિકે આપેલી અંગુઠી સાથે પોતાની તસવીરો શેર કરી રહી છે.

વાંચોઃ ફિલ્મોમાં આવતા પહેલા આવી દેખાતી હતી પ્રિયંકા, ઓળખી નહીં શકો

સગાઈના નશામાં ડૂબી પ્રિયંકા

સગાઈના નશામાં ડૂબી પ્રિયંકા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સગાઈ આખી વિશ્વભરમાં ચર્ચામાં રહી હતી. નિક જોનસ તો પોતાના પરિવાર સાથે અમેરિકા પરત ચાલ્યો ગયો છે, પરંતુ પ્રિયંકા હજુ પણ પોતાની સગાઈની મસ્તીમાં ડૂબેલી છે. પ્રિયંકાએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે અંગુઠીના આકારના ફુગ્ગા સાથે જોવા મળી રહી છે.

અંગૂઠી સાથે પડાવી તસવીર

અંગૂઠી સાથે પડાવી તસવીર

પ્રિયંકાએ આ ફુગ્ગાને પોતાની આંકળીથી પકડ્યો છે. તસવીરની સાથે પ્રિયંકાએ લખ્યું કે, 'એન્ડ ધી રિંગ.' ઉલ્લેખનીય છે કે સગાઈમાં પ્રિયંકા અને નિક જોનસના પરિજનો અને નજદીકી મિત્રો જ સામેલ થયા હતા. શનિવારે બંનેએ વિધિવત રીતે સગાઈ કરી હતી. જ્યારે સાંજે પ્રિયંકાના બૉલિવુડ મિત્રો માટે પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં આલિયા ભટ્ટથી લઈને અંબાણી પરિવાર સુધીની હસ્તીઓ સામેલ હતી.

ભારતીય પહેરવેશમાં નિકનો પરિવાર

ભારતીય પહેરવેશમાં નિકનો પરિવાર

પ્રિયંકાએ સગાઈ માટે પિળા રંગનો શૂટ પહેર્યો હતો જેમાં તે બહુ સુંદર લાગી રહી હતી. જ્યારે બીજી બાજુ નિક પણ કુર્તા પજામામાં કંઈ કમ નહોતો લાગી રહ્યો. આ કદાચ પહેલી બાર છે જ્યારે નિક ભારતીય પોશાકમાં જોવા મળ્યો હતો. નિક ઉપરાંત તેના માતા-પિતાએ પણ ભારતીય પોશાક પહેર્યાં હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X