પેપ્સીની એડમાં સાચે જ દેવી લાગે છે પ્રિયંકા ચોપરા
મુંબઈ, 17 એપ્રિલ : પ્રિયંકા ચોપરાએ પેપ્સી માટે એક જાહેરખબર કરી છે કે જેમાં તેઓ એક દેવીના અવતારમાં દેખાઈ રહ્યાં છે. ખાસ આઈપીએલ માટે શૂટ કરાયેલી આ જાહેરાતમાં સાચે જ પ્રિયંકાનો લુક કોઇક દેવી જેવો જ લાગે છે.

બૉલીવુડના દમદાર અભિનેત્રીઓમાંના એક પ્રિયંકા ચોપરાના અનેક સ્વરૂપે જેમ કે કાતિલ, રોમાંટિક, દેશી ગર્લ દર્શકો જોઈ ચુક્યાં છે. પ્રિયંકા ચોપરા શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં બબલી બદમાશ હૈ... આયટમ સૉંગ સાથે પણ ધૂમ મચાવી રહ્યાં છે.
દરમિયાન હવે પ્રિયંકા ચોપરા એક દેવીના અવતારમાં દેખાશે. આ જાહેરાત ખાસ આઈપીએલ માટે શૂટ કરાઈ છે. આ જાહેરાતમાં પ્રિયંકા ચોપરાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની સાડી તથા ભારે જ્વૅલરી પહેરી છે કે જેથી તેઓ એક દેવી સ્વરૂપે દેખાશે. પ્રિયંકા પોતાના આ રોલથી ખૂબ ખુશ છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકાએ એક ડિઝની કૅરેક્ટરને પોતાનો અવાજ પણ આપ્યો છે. એમિમેશન ફિલ્મ પ્લેન્સ્ના પાત્ર ઈશાણિને પ્રિયંકાએ પોતાના અવાજથી સજાવ્યો છે.












Click it and Unblock the Notifications
