ત્રિરંગો દુપટ્ટો પહેરતાં ફરી ટ્રોલ થઇ પ્રિયંકા ચોપરા

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં ભારતનું ગૌરવ વધારી રહી છે. હોલિવૂડમાં પ્રિયંકાની લોકપ્રિયતાને કદાચ જ કોઇ બોલિવૂડ એક્ટ્રેસ ટક્કર આપી શકે એમ છે. પ્રિયંકા ચોપરાની એક હોલિવૂડ ફિલ્મ 'બેવોચ' રિલીઝ થયા બાદ તેના હાથમાં હાલ અન્ય બે હોલિવૂડ ફિલ્મો છે, જેની શૂટિંગની તસવીરો ઇન્ટરનેટ પર અનેક વાર વાયરલ થઇ છે.

સોશિયલ મીડિયા પર પણ પ્રિયંકાનું ખાસું મોટું ફેન ફોલોઇંગ છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર પ્રિયંકા ચોપરાએ પોતાના ફેન્સને અનોખા અંદાજમાં શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ તેના કેટલાક ફેન્સને કદાચ પ્રિયંકાની આ રીત પસંદ ન પડી, આ કારણે જ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

દુપટ્ટાના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા

દુપટ્ટાના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા

પ્રિયંકાએ સ્વતંત્રતા દિવસ પર ફેન્સને વિશ કરતાં આ તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેના ગળામાં ત્રિરંગો દુપટ્ટો જોવા મળે છે. કેટલાક યૂઝર્સને આ વાત પસંદ ન પડતાં તેમણે પ્રિયંકાને ટ્રોલ કરવા માંડી. કેટલાકે પ્રિયંકાને સાડી પહેરવાની સલાહ આપી, તો કેટલાકે પૂરા કપડા પહેરવાનું સૂચવ્યું.

પહેલા પણ થઇ હતી ટ્રોલ

પહેલા પણ થઇ હતી ટ્રોલ

આ વર્ષે પ્રિયંકા આગળ બે વાર ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મે મહિનામાં બર્લિન પહોંચેલ પીએમ મોદી સાથે પ્રિયંકાએ મુલાકાત કરી હતી. તે સમયે તેના આ ડ્રેસ સામે લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. લોકો અનુસાર પ્રિયંકાનો આ ઘૂંટણ સુધીનો ડ્રેસ પીએમને મળવા માટે યોગ્ય નહોતો. આ માટે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

પાછી ન પડી પ્રિયંકા

પાછી ન પડી પ્રિયંકા

જો કે, પ્રિયંકા ચોપરા પણ કંઇ એમ પાછી પડે એમ નથી. પીએમ સાથેની તસવીર પર લોકોએ કરેલ કોમેન્ટ્સનો જવાબ તેણે આ તસવીર દ્વારા આપ્યો હતો. આ તસવીર સાથે પ્રિયંકાએ લખેલ કેપ્શન ટ્રોલ્સ માટે ખૂબ સૂચક હતું.

મેટ ગાલાના ડ્રેસ માટે પણ થઇ હતી ટ્રોલ

મેટ ગાલાના ડ્રેસ માટે પણ થઇ હતી ટ્રોલ

આ વર્ષે મેટ ગાલા 2017માં પ્રિયંકા અને દીપિકાએ હાજરી આપી હતી, જેમાં પ્રિયંકાનો ખાસો અલગ લૂક જોવા મળ્યો હતો. પ્રિયંકાના આ ગાઉનના ઇન્ટરનેશનલ લેવલ પર ખૂબ વખાણ થયા હતા, પરંતુ કેટલાક લોકોએ તેને ખૂબ ટ્રોલ પણ કરી હતી. પ્રિયંકાએ તમામ ટ્રોલર્સનો આભાર માનતાં પોતાની પસંદગીના આવા કેટલાક ટ્રોલ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા હતા. પ્રિયંકા ચોપરાનો આ જ નિખાલસ અંદાજ તેને ખાસ બનાવે છે.

English summary
Priyanka Chopra trolled for wearing tricolor dupatta.
Please Wait while comments are loading...