ગીત લીક થતાં નારાજ નહિં, ખુશ છે પ્રિયંકા
મુંબઈ, 22 જૂન : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અભિનેત્રીમાંથી સિંગર બની ગયાં છે અને તેમનું આલબમ ઇન માય સિટી દ્વારા તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી રહ્યાં છે. તેવામાં આ આલબમનું એક ગીત એક્ઝૉટિક લીક થઈ ગયું છે, પરંતુ પ્રિયંકા તેનાથી નારાજ નથી.

પ્રિયંકા ચોપરાએ માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું - એક્ઝૉટિક લીક થઈ ગયું છે. મારે નારાજ થવુ જોઇતુ હતું, પરંતુ હું હકીકતમાં ખુશ છું. તેને આપ સૌની સાથે શૅર કરી મને ખુશી થઈ રહી છે.
પ્રિયંકા ચોપરા સાથે ઇન માય સિટી આલબમમાં અમેરિકન રૅપર તથા ગીતકાર પિટબુલ પણ છે. તેમાં કેટલાંક હિન્દી ગીતોનો પણ સમાવેશ કરાયો છે અને આમ કરી તેને દેસી તડકો અપાયો છે.
પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું છે - અધિકૃત આવૃત્તિ ટુંકમાં જ લૉન્ચ થશે... થોડીક રાહ જુઓ અને હંમેશ મુજબ આપ લોકો મને બતાવો કે આપ શું વિચારો છો?












Click it and Unblock the Notifications
