Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Project k : દીપિકા, પ્રભાસ અને અમિતાભની મોટા બજેટની ફિલ્મ, જાણો કેમ ખાસ છે આ ફિલ્મ

ગુરુ પૂર્ણિમા નિમિત્તે નાગ અશ્વિનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ (Project K)ના શૂટિંગનો પ્રારંભ ગઇ ગયો છે. Project Kમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને પ્રભાસ જેવા સુપરસ્ટાર્સ જોવા મળશે.

Bollywood news : ગુરુ પૂર્ણિમા નિમિત્તે નાગ અશ્વિનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ (Project K)ના શૂટિંગનો પ્રારંભ ગઇ ગયો છે. Project Kમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને પ્રભાસ જેવા સુપરસ્ટાર્સ જોવા મળશે. અમિતાભ બચ્ચન આ ફિલ્મ માટે હૈદરાબાદ પહોંચી ચૂક્યા છે. જ્યાં રામોજી ફિલ્મ સિટી ખાતે Project Kનું શૂટિંગ કરશે.

amitabh bachchan

Project K સાયન્સ ફિક્શન ફિલ્મ હશે

Project K સાયન્સ ફિક્શન ફિલ્મ હશે

પ્રભાસ અને દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર ફિલ્મના ફોટા પોસ્ટ કર્યા હતા. ક્લેપ બોર્ડની તસવીર જેમાં બંનેએ શૂટિંગનો પહેલા દિવસ તેમ કેપ્શન લખ્યું હતું. બંનેએ તેમના કો-સ્ટાર્સ અને ડિરેક્ટરને ટેગ કર્યા હતા. આ ફિલ્મનું શીર્ષક શું હશે, તે હજૂ સ્પષ્ટ નથી થયું પરંતુ બંને સ્ટાર્સે તેનું નામ Project K લખ્યું છે. આ ફિલ્મનું નામ કામચલાઉ નામ Project K આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભવિષ્ય દર્શાવવામાં આવશે. આ ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ હશે. જેના માટે રોબોટ્સ અને રોબોટિક વાહનોની ડિઝાઇન્સ પણ તૈયાર કરવામાં આવી છે.

ફિલ્મની સ્ટોરી, સ્ક્રિપ્ટ અને તમામ તૈયારીઓ પ્રભાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી

ફિલ્મની સ્ટોરી, સ્ક્રિપ્ટ અને તમામ તૈયારીઓ પ્રભાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી

નિર્દેશક નાગ અશ્વિને તાજેતરમાં મીડિયાને જણાવ્યું હતું કે, આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રિપ્ટ અને તમામ તૈયારીઓ પ્રભાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. હાલ પણ હું આ વિશે જ પ્લાનિંગ જ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે જે પણ પ્રોપ્રટીનો ઉપયોગ કરવામાં આવશે, તે વેસ્ટમાંથી બનાવવામાં આવ્યું છે. Project K માટે હું અને પ્રભાસ અમારા 100 ટકા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

દક્ષિણના સુપરહિટ ડારેક્ટર છે નાગ અશ્વિન

દક્ષિણના સુપરહિટ ડારેક્ટર છે નાગ અશ્વિન

29 વર્ષીય નાગ અશ્વિન ભારતીય સિનેમાનું એક લોકપ્રિય નામ છે. જેમણે સાઉથ સિનેમા માટે ઘણી સુપરહિટ ફિલ્મો લખી અને દિગ્દર્શિત કરી છે. વર્ષ 2015માં તેમણે ફિલ્મ Yevade Subramanyamથી ડાયરેક્શનની શરૂઆત કરી હતી.

આ પહેલા Mahanati મૂવી કરી હતી ડિરેક્ટ

આ પહેલા Mahanati મૂવી કરી હતી ડિરેક્ટ

વર્ષ 2018માં કીર્તિ સુરેશ સ્ટાર ફિલ્મ Mahanatiનું નિર્દેશન નાગ અશ્વિન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહેવાની સાથે સાથે અનેક એવોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. આ ફિલ્મે 66મો નેશનલ ફિલ્મ એવોર્ડ, શ્રેષ્ઠ ફિચર ફિલ્મ તેલુગુ, ફિલ્મફેરના બેસ્ટ ડાયરેક્ટર અને અન્ય એવોર્ડ્સ જીત્યા હતા.

અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ્સ

અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ્સ

બિગ બીની આવનારી ફિલ્મોની વાત કરીએ તો આ પ્રોજેક્ટ સિવાય તેમને ચેહરે, ઝુંડ, બ્રહ્માસ્ત્ર, મેદયે અને ગુડબાય જેવી ફિલ્મોમાં જોવા મળશે. અમિતાભ બચ્ચનનું શિડ્યુલ કોરોના કાળમાં પણ વ્યસ્ત રહ્યું છે.

પ્રભાસની આગામી ફિલ્મ્સ

પ્રભાસની આગામી ફિલ્મ્સ

પ્રભાસની આગામી ફિલ્મ રાધે શ્યામ મોસ્ટ અવેઇટેડ મુવીમાંથી એક છે. જેમાં પૂજા હેગડે સાથે પ્રભાસ રોમેન્ટિક અવતારમાં જોવા મળશે. રાધે શ્યામ સિવાય પ્રભાસ એક્શન ફિલ્મ સલાર, નાગ અશ્વિનની અગલીનો સમાવેશ થાય છે. આ સાથે ઓમ રાઉત દિગદર્શિત ફિલ્મ આદિપુરુષમાં પણ પ્રભાસ જોવા મળશે થાય છે.

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ્સ

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ્સ

દીપિકા પાદુકોણ હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ માટે કામ કરી રહી હતી. દીપિકા હવે આગામી પ્રોજેક્ટ્સ પર ફોકસ કરી રહી છે. 'ધ ઇન્ટર્ન' ઉપરાંત દીપિકા પાદુકોણ શકુન બત્રાની એક ફિલ્મમાં જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X