બૉલીવુડમાં ધૂમ મચાવવા આવે છે પંજાબી ક્વીન જોનીતા
મુંબઈ, 12 ડિસેમ્બર : બૉલીવુડે અત્યાર સુધી અનેક પંજાબી કુડીઓ જોઈ છે. તેમાં કરીના કપૂર, પ્રીતિ ઝિંટા, માહી ગિલ તથા જુહી ચાવલાનો સમાવેશ થાય છે. હવે પ્રસિદ્ધ પંજાબી ક્વીન જોનીતા ડોડા તેમની આગામી ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. સતીશ રેડ્ડી આ ફિલ્મના નિર્માતા છે અને હારૂન રશીદ દિગ્દર્શક.

જોનીતા ત્યારે લાઇમલાઇટમાં આવ્યાં કે જ્યારે તેઓ બ્લેન્ડર્સ પ્રાઇડ ઇન્ટરનેશનલ પંજાબ ફૅશન વીકમાં રૅમ્પ પર ચાલ્યાં. પછી તેમણે પંજાબ ઇન્ટરનેશનલ ફિલ્મ એડેકેમી ઍવૉર્ડ્સ (પીઆઈએફએએ)માં પરફૉર્મ કર્યું. હવે જોનિતા બૉલીવુડમાં પગ મુકી રહ્યાં છે.
પંજાબ દી કુડી જોનીતાએ જણાવ્યું - હું મારી ડેબ્યુટ ફિલ્મ ધ સિટી દૅટ નેવર સ્લિપ્સને લઈને ખૂબ ઉત્સાહિત છું. આ ફિલ્મ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે કામ કરવું ગૌરવસમાન છે.
જોનીતાએ એક્ટિંગ અને પરફૉર્મન્સ દ્વારા લોકોના ખૂબ વખાણ મેળવ્યાં છે. તેણે પંજાબી સિનેમામાં પોતાનો જાદુ પાથર્યો છે. ચક જવાના તથા યારા ઓ દિલદારા જોનિતાની જાણીતી પંજાબી ફિલ્મો છે કે જેમાં તેણે એક્ટિંગના ઓજસ પાથર્યાં છે. ચક જવાના તેની પ્રથમ ફિલ્મ હતી. તેમાં હીરો ગુરદાસ માન હતાં.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
