For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનીતા અડવાણીની અરજી પર સુનવણી 27મીએ

|
Google Oneindia Gujarati News

Anita-Twinkle
મુંબઈ, 26 નવેમ્બર : રાજેશ ખન્નાના લિવ ઇન પાર્ટનર અનીતા અડવાણીની અરજી પર મુંબઈની લોકલ કોર્ટમાં સુનવણી આવતીકાલે એટલે કે 27મી નવેમ્બરના રોજ થશે. અનીતાએ ખન્ના પરિવાર સામે ઘરેલુ હિંસાનો આરોપ મુક્યો છે. રાજેશ ખન્ના સાથે બેહદ મહોબ્બતનો દાવો કરનાર અનીતાએ એમ કહી સનસનાની મચાવી દીધી હતી કે માત્ર 13 વરસની વયે રાજેશ ખન્નાએ તેમનું જાતિય શોષણ કર્યુ હતું.

અનીતાએ જણાવ્યું કે એક દિવસ રાજેશ ખન્નાએ તેમને અચાનક ભેટી કિસ કરી હતી. આ વાતથી તેઓ ખૂબ જ ગભરાઈ ગયી હતાં. પછી તેઓ જયપુર અભ્યાસાર્થે જતા રહ્યા હતાં. અનીતાએ જણાવ્યું કે જ્યારે તેઓ પરત ફર્યાં, તો રાજેશે તેમને લિવ રિલેશનમાં રહેવાની ઑફર કરી, કારણ કે ડિમ્પલ કાપડિયા છુટાછેડા ન આપતાં તેઓ લગ્ન કરી શકતા નહોતાં.

લાંબા ગાળા સુધી રાજેશ ખન્ના સાથે લિવ ઇન રિલેશનમાં રહેવાનો દાવો કરનાર અનીતા અડવાણીએ રાજેશ ખન્નાના જમાઈ અને ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર તથા તેમના પત્ની ટ્વિંકલ ખન્ના, રાજેશના બીજા પુત્રી રિંકલ ખન્ના અને તેમના પતિ તથા રાજેશના પત્ની ડિમ્પલ વિરુદ્ધ ઘરેલુ હિંસા કાનૂન હેઠળ કેસ નોંધાવ્યો છે.

અનીતા અડવાણી ખન્ના પરિવાર પાસેથી 50 કરોડનો દંડ માંગ્યો છે. અનીતાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેઓ અને રાજેશ ખન્ના વચ્ચે આત્મીય સંબંધો હતાં. રાજેશની હૃદયપૂર્વકની ઇચ્છા હતી કે તેમના મોત બાદ અનીતા તેમના બંગલા આશીર્વાદમાં રહે, પરંતુ રાજેશના મોત બાદ જ અક્ષય અને ખન્ના પરિવારે તેમને ધક્કે ચડાવી ઘરમાંથી બહાર તગેડી મુક્યાં. એટલું જ નહિં જ્યારે અનીતાએ વિરોધ નોંધાવ્યો, તો તેમની સાથે મારઝુડ કરાઈ અને દુર્વ્યવહાર કરાયું.

અનીતાએ જણાવ્યું કે કાં તો ખન્ના પરિવાર તેમને 50 કરોડ રુપિયા આપી દે કાં તેમને આશીર્વાદમાં જગ્યા આપે. અનીતાએ આશ્ચર્યજનક ખુલાસો કરતાં જણાવ્યું કે સ્વર્ગસ્થ રાજેશ ખન્ના પાસે 600 કરોડથી વધુની મિલ્કત છે, જેની ઉપર તેમનો પણ એટલો જ હક છે કે જેટલો ખન્ના પરિવારનો. અનીતાએ અક્ષય કુમાર સામે આરોપ મુક્યો છે કે અક્ષયે રાજેશ ખન્નાથી તેમના વિલ ઉપર ખોટી રીતે અંગૂઠાના નિશાન લગાવડાવી લીધાં. રાજેશ ખન્નાની તબીયત સારી નહોતી. તેનો ફાયદો ખન્ના પરિવારે ઉઠાવ્યો છે.

English summary
Rajesh Khanna’s live-in partner named Anita Advani files case against Khann family. The case is scheduled for a hearing on Tuesday in metropolitan court reports a tabloid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X