રિયાસત પૂરી કરશે રાજેશ ખન્નાની છેલ્લી હસરત ?

મુંબઈ, 27 નવેમ્બર : ‘જિંદગી ઔર મૌત ઊપર વાલે કે હાથોં મેં હૈ જહાઁપનાહ. કબ કૌન કૈસે ઉઠેગા યે કોઈ નહીં જાનતા.' આનંદ ફિલ્મનો આ ડાયલૉગ આજે પણ રાજેશ ખન્નાના બુલંદ અવાજ તેમજ તેમના બહેતરીન અભિનય માટે જાણીતો છે. રાજેશ ખન્ના બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર હતાં અને આજે પણ તેઓ એક સુપર સ્ટાર તરીકે જ ઓળખાય છે, પરંતુ આ સુપર સ્ટારના દિલમાં એક વાત ખુંચતી હતી કે જતાં-જતાં પણ તેમના દિલમાં જ ધરબાઈ રહી.

Amitabh-Rajesh

રાજેશ ખન્નાના બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચની એન્ટ્રી થઈ. અમિતાભ સાથે રાજેશ ખન્નાએ આનંદ અને નમક હરામ ફિલ્મોમાં કામ કર્યું. આનંદ જ્યારે રિલીઝ થઈ ત્યારે અમિતાભ બચ્ચનને કોઈ ઓળખતું પણ નહોતું અને રાજેશ ખન્ના તે વખતના સુપર સ્ટાર હતાં. આનંદ ફિલ્મ સુપર હિટ રહી અને અમિતાભ પણ ફિલ્મ સાથે હિટ થઈ ગયાં. ફિલ્મ નમક હરામ દરમિયાન અમિતાભ અને રાજેશ બંને સારા એક્ટરોમાં ગણાતા હતાં. ફિલ્મમાં રાજેશ ખન્નાને પૉઝિટિવ પાત્રમાં દર્શાવાયું અને અમિતાભને નેગેટિવ, પરંતુ પૉઝિટિવ પાત્ર છતાં રાજેશ ખન્ના અમિતાભના પાત્ર કરતાં આગળ નિકળવામાં નિષ્ફળ નિવડ્યાં અને ફિલ્મની સમગ્ર ક્રેડિટ અમિતાભને મળી ગઈ.

બસ, પછી તો રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચે એક કોલ્ડ વૉર શરૂ થઈ ગયું. રાજેશ ખન્ના પોતાનો આખો દિવસ શુટિંગે જ ગાળતાં. અહીં સુધી કે તેમણે ઘરે જવાનું પણ છોડી દીધું અને તેથી જ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા વચ્ચે અંતર પણ વધવા લાગ્યો. પછી તો રાજેશ ખન્ના ખૂબ જ પાછળ રહી ગયાં અને અમિતાભ બચ્ચન નવા સુપર સ્ટાર તરીકે ખૂબ જ આગળ નિકળી ગયાં.

પરંતુ રાજેશ ખન્ના મરતાં-મરતાં પણ અમિતાભ સામે હાર માનવા માંગતા નહોતાં. તેઓ એક વાર તો અમિતાભ કરતાં આગળ નિકળવા માંગતા જ હતાં. તેથી જ તેમણે મૃત્યુ અગાઉ ફિલ્મ રિયાસત બનાવી. કહેવાય છે કે આ ફિલ્મમાં રાજેશ ખન્ના ખૂબ જ મજબૂત રોલમાં છે. આ ફિલ્મ આવતા મહીને રિલીઝ થવાની છે. જોવું એ રહ્યું કે આ ફિલ્મ દ્વારા રાજેશ ખન્ના પોતાની છેલ્લી ઇચ્છા મરણોપરાંત પૂર્ણ કરવામાં સફળ રહેશે કે કેમ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X