કાબિલ Vs રઇસ: રિલિઝ પહેલાં જ યુદ્ધ શરૂ

Written By:
Subscribe to Oneindia News

'રઇસ' અને 'કાબિલ'ના ક્લેશ સાથે બોલિવૂડમાં 2017ની શરૂઆત એકદમ ધમાકેદાર થશે એ ભવિષ્યવાણી પહેલા જ થઇ ચૂકી છે. જો કે, અત્યાર સુધી આ બંન્ને ફિલ્મની ટીમ આ વાતને ખૂબ શાંતિથી અને તટસ્થતાથી હેન્ડલ કરી રહી હતી, એટલિસ્ટ મીડિયા સામે તો બેમાંથી કોઇ ટીમે વિરોધ જાહેર કર્યો નહોતો. પરંતુ ગઇકાલની ઘટનાએ આ રાકેશ રોશન-હૃતિક રોશન અને શાહરૂખ ખાનની સામસામી લડાઇના દરવાજા ખોલી દીધા છે.

તમને ખબર જ છે કે, પહેલા આ બંન્ને ફિલ્મો 26 જાન્યુઆરી, 2017 ના રોજ રિલિઝ થવાની હતી, ત્યાર બાદ રાકેશ રોશને 'કાબિલ'ની રિલિઝ ડેટ એક દિવસ આગળ વધારી 25 જાન્યુઆરી કરી હતી. તો સામે ગઇ કાલે શાહરૂખ ખાને પણ 'રઇસ' ફિલ્મની નવી રિલિઝ ડેટ જાહેર કરી, જે મુજબ ફિલ્મ 'રઇસ' પણ હવે 25 જાન્યુઆરીના રોજ થિયેટરમાં જોવા મળશે.

નવી રિલિઝ ડેટ

નવી રિલિઝ ડેટ

નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાને ગઇકાલે તેની ફિલ્મ 'રઇસ'ના ટ્રેલરમાં નવી રિલિઝ ડેટ જાહેર કરી છે, જે અનુસાર 'રઇસ' 25 જાન્યુઆરીના મોર્નિંગ શોમાં વર્લ્ડ વાઇડ રિલિઝ થશે. જ્યારે કે 'કાબિલ' 25 જાન્યુઆરીએ ઇવનિંગ શોમાં રિલિઝ થવાની છે.

રાકેશ રોશનનો જવાબ

રાકેશ રોશનનો જવાબ

આ ખબર બાદ રાકેશ રોશને આખી બાબત પર ચુપ્પી તોડતાં બોલિવૂડલાઇફને જણાવ્યું કે, મને તેમની(ફિલ્મ રઇસ)ની ડેટ ખબર નહોતી. મારા ડિસ્ટ્રિબ્યૂટર્સે મને 25 જાન્યુઆરીના ઇવનિંગ શોમાં ફિલ્મ રિલિઝ કરવાની સલાહ આપી આથી અમે રિલિઝ ડેટ આગળ વધારી. મને ખબર નહોતી કે 'રઇસ'ની ટીમ પણ તેમની રિલિઝ ડેટ આગળ વધારવાનું વિચારી રહી છે.

શાહરૂખ કરી રહ્યો છે કોપી: રાકેશ રોશન

શાહરૂખ કરી રહ્યો છે કોપી: રાકેશ રોશન

તેમણે આગળ જણાવ્યું હતું કે, અમે જે પણ ડેટ નક્કી કરીએ તે જ ડેટ એ લોકો કોપી કરી રહ્યાં છે. જો હું એમની જગ્યાએ હોત તો મેં આવુ ક્યારેય ના કર્યું હોત. હું ફિલ્મમેકિંગના જૂના કલ્ચરનો માણસ છું, મેં આ ઇન્ડસ્ટ્રીને 50 વર્ષ આપ્યાં છે. જો કોઇ ફિલ્મે પોતાની રિલિઝ ડેટ એનાઉન્સ કરી દીધી હોય તો હું ક્યારેય પણ મારી ફિલ્મ માટે એ ડેટ પસંદ ન કરું. મેં ક્રિશ 4 પણ ક્રિસમસ 2018માં રિલિઝ કરવાનો પ્લાન કેન્સલ કર્યો છે, કારણ કે મને ખબર પડી કે એ જ દિવસે શાહરૂખ ખાનની અન્ય ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે. જો મને ફિલ્મો ક્લેશ જ કરવી હોત તો હું 'દંગલ' કે 'બેફિકરે' સાથે મારી ફિલ્મ રિલિઝ કરી શક્યો હોત. જ્યારે ફેબ્રૂઆરીમાં મેં ફિલ્મ 'કાબિલ' એનાઉન્સ કરી ત્યારે આ ડેટ ખાલી હોવાથી મેં 26 જાન્યુઆરી પર પસંદગી ઉતારી હતી.

શું આવશે આ તકરારનું પરિણામ?

શું આવશે આ તકરારનું પરિણામ?

આ પહેલા પણ અનેક મોટી ફિલ્મોની બોક્સઓફિસ પર ટક્કર થઇ છે, જેની અસર બોક્સઓફિસના પરિણામોની સાથે જ બોલિવૂડ સિતારાઓના સંબંધો પર પણ પડે છે. આનું લેટેસ્ટ ઉદાહરણ છે કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' અને અજય દેવગણની 'શિવાય'. દિવાળી પર આ બંન્ને ફિલ્મો એક જ દિવસે રિલિઝ થયા બાદ કરણ જોહર અને કાજોલ વચ્ચે અબોલા થયા હોવાની ખબરો બહાર આવી હતી. હવે 'કાબિલ' અને 'રઇસ'માંથી બોક્સઓફિસ પર કોને ફાયદો થશે અને કોને નુકસાન એ તો અત્યારે કહી શકાય એમ નથી, પરંતુ શાહરૂખ ખાન અને હૃતિક રોશનની મિત્રતામાં ખારાશ આવશે એ વાત ચોક્કસ છે.

English summary
Rakesh Roshan has slammed Shahrukh Khan for deciding to release Raees on January 25th and not on January 26th as agreed before for Kaabil & Raees release.
Please Wait while comments are loading...