સલમાન સાથે ટક્કર લેવા તૈયાર બેઠા છે રણબીર કપૂર...

Written By:
Subscribe to Oneindia News

પોતાની આગામી ફિલ્મ દત્ત બાયોપિક માટે રણબીર કપૂર ખૂબ મહેનત કરી રહ્યો છે. સંજય દત્ત ના લૂકમાં વાયરલ થયેલી તેની આ લેટેસ્ટ તસવીરો જોઇને તમે પણ આ વાતની ના નહીં પાડી શકો. અત્યાર સુધી ખબરો આવી રહી હતી કે, ડિસેમ્બરમાં રણબીરની દત્ત અને સલમાન ખાન ની ટાઇગર ઝિંદા હે ના ક્લેશથી રણબીર ચિંતામાં છે, પરંતુ આ ફોટોઝ જોઇને કોઇ પણ એમ જ કહેશે કે હવે ચિંતા સલમાનને થશે, રણબીરને નહીં.

સંજય દત્ત જ્યારે જેલમાંથી બહાર નીકળ્યા..

સંજય દત્ત જ્યારે જેલમાંથી બહાર નીકળ્યા..

આ તસવીરો પરથી ખબર પડે છે કે, હાલ સંજય દત્ત યરવાડા જેલમાંથી બહાર આવ્યા હતા એ સમયનું શૂટિંગ ચાલી રહ્યું છે. પોતાના શૂટિંગના ગેટઅપમાં રણબીર જાણે સંજય દત્તના જુડવા ભાઇ લાગી રહ્યાં છે. ગત વર્ષે સંજય દત્ત જ્યારે જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે જેવા લૂક અને કપડામાં નજરે પડ્યાં હતા, અત્યારે રણબીર પણ કંઇક એવા જ લૂકમાં શૂટિંગ કરતાં નજરે પડી રહ્યાં છે.

યંગ સંજય દત્ત

યંગ સંજય દત્ત

રણબીર કપૂરની જાહેર થયેલી અન્ય તસવીરો પરથી સ્પષ્ટ છે કે, તેમણે સંજયની લાઇફના દરેક ફેઝ અને દરેક લૂકને ખૂબ સરસ રીતે અપનાવ્યો છે. રાજકુમાર હિરાણી, રણબીર કપૂર અને સંજય દત્તની આ મહેનત તેમને બોક્સઓફિસ પર ફળશે એવી સૌ આશા રાખીને બેઠા છે. ત્યારે રણબીરના આ ફોટોગ્રાફ્સ રણબીર અને સંજય, બંન્નેના ફેન્સને ખૂબ ગમશે.

શૂટિંગમાં સમસ્યા

શૂટિંગમાં સમસ્યા

જો કે, આ ફિલ્મની શૂટિંગમાં એક સમસ્યા ઊભી થઇ છે. સંજય દત્તના ઘરે જ ફિલ્મના કેટલાક સિનનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. સંજયના ઘરે જ આખો સેટ ઊભો કરવામાં આવ્યો છે. આ વાત સંજય દત્તના પાડોશીઓને ખાસ પસંદ નથી પડી. તેમણે આ વાતે હોબાળો કરતાં ફિલ્મના શૂટિંગમાં સમસ્યાઓ ઊભી થઇ છે.

સંજય અને રાજૂએ માંગી માફી

સંજય અને રાજૂએ માંગી માફી

સિન એવો હતો કે, રણબીરે ફરારી ચલાવી ઘર પાસેથી પસાર થવાનું હતું. આ સિનના શૂટિંગ દરમિયાન પાડોશીઓને તકલીફ પડતાં તેમણે ફરિયાદ કરી હતી. વાત એટલી આગળ વધી કે શૂટિંગ અટકાવવું પડ્યું. શૂટિંગ અટકી પડતાં રણબીર કપૂર તુરંત ઘરની અંદર જતા રહ્યા તથા રાજૂ હિરાણી અને સંજય દત્તે આગળ આવી પાડોશીઓની માફી માંગી.

રોડ પર ટ્રાફિક જામ

રોડ પર ટ્રાફિક જામ

વાત જાણે એમ થઇ હતી કે, આ સિનના શૂટિંગમાં રોડ જામ થઇ ગયો હતો. આવતા-જતા લોકોને તકલીફ પડી રહી હતી. આ કારણે આખરે પાડોશીઓએ ફરિયાદ કરી હતી. મામલો થાળે પાડવા રાજૂ હિરાણી અને સંજય દત્તે મામલામાં દખલ કરવાનો વારો આવ્યો હતો. તેમણે માફી માંગતા થોડા સમય બાદ ફરીથી શૂટિંગ ચાલુ કરવામાં આવ્યું હતું.

English summary
Ranbir Kapoor is twinning as Sanjay Dutt leaked Yerwada jail pics.
Please Wait while comments are loading...