વધી રહી છે રણબીર-કૅટ વચ્ચેની નિકટતાઓ!

મુંબઈ, 11 જુલાઈ : રણબીર-દીપિકા અને કૅટરીના-સલમાન... સામાન્ય રીતે આમ જોડી બનાવી ચર્ચાઓ થાય છે, પરંતુ દીપિકામાંથી રણબીર અને સલમાનમાંથી કૅટરીના છુટા પડી ગયાં છે અને લાગે છે કે હવે છુટા પડેલા રણબીર-કૅટરીના ધીમે-ધીમે નજીક આવતાં જાય છે.

ranbir-katrina

થોડાંક દિવસ અગાઉ જ જાણવા મળ્યુ હતું કે કૅટરીના કૈફ અને નીતૂ સિંહને લંડન ખાતેના એક રેસ્ટોરંટમાં સાથે ડિનર કરતાં જોવામાં આવ્યાં. આ પ્રસંગે રણબીર કપૂર પણ હાજર હતાં અને નીતૂ કૅટરીના સાથે ખૂબ ખુશ દેખાતા હતાં.

દરમિયાન રણબીર કપૂર અને કૅટરીના કૈફ ગઈકાલે મુંબઈ ઍરપોર્ટ ઉપર એક જ ફ્લાઇટમાંથી ઉતરતાં કૅમેરે ઝડપાઈ ગયાં. બંને સ્પેનમાં વૅકેશન ગાળી સ્વદેશ પરત ફર્યાં છે. બંને ઍરપોર્ટ ઉપર દેખાયાં ખરા, પરંતુ એક સાથે નહોતાં. જોકે બંને એક જ ફ્લાઇટમાં સ્પેન ખાતેથી પરત ફરતાં પુનઃ એક વાર તેમની નિકટતાઓ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

નોંધનીય છે કે તાજેતરમાં એમ પણ જાણવા મળ્યુ હતું કે કૅટરીના કૈફ પોતાના પરિવાર સાથે થોડોક સમય પસાર કરવા લંડન ગયા હતાં કે જ્યાં રણબીર કપૂર અને તેમના માતા નીતૂ પણ હતાં. ત્રણેએ સાથે ડિનર કર્યું અને નીતૂએ કૅટરીના સાથે ખૂબ એંજૉય કર્યું. નીતૂએ જબ તક હૈ જાન ફિલ્મમાં કૅટરીનાના માતાનો રોલ કર્યો હતો. અગાઉ પણ સાંભળવા મળ્યુ હતું કે નીતૂ રણબીરના ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણેથી ખુશ નથી. તેથી જ રણબીર અને દીપિકા પાદુકોણે જુદા થઈ ગયા હતાં, પરંતુ કૅટરીના કૈફ સાથે નીતૂ સિંહની નિકટતા જોઈ લાગે છે કે તેમણે કૅટરીના માટે હા કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X