અલાઉદ્દીન ખીલજી તરીકે રણવીર સિંહે સૌને ચોંકાવ્યા!

Written By:
Subscribe to Oneindia News

'પદ્માવતી' ફિલ્મનો દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરનો લૂક જાહેર થયા બાદ હવે અલાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવતા રણવીર સિંહનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. રાણી પદ્માવતી તરીકે દીપિકાનો લૂક લોકોને અત્યંત પસંદ પડ્યો છે, શાહિદ કપૂરના લૂકને પણ સારો રિસ્પોન્સ સાંપડ્યો છે, પરંતુ રણવીરના આ લૂકે સૌને ચોંકાવી દીધા છે. નોંધનીય છે. રણવીર સિંહ પહેલીવાર કોઇ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળનાર છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહે સુલતાન અલાઉદ્દીન ખીલજી તરીકેનો પોતાનો પહેલો લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દીપિકાની માફક જ રણવીરના લૂક પ્રત્યે પણ લોકોને ખાસી ઉત્સુકતા હતી અને રણવીરે પોતાના ફેન્સને નિરાશ નથી કર્યા.

સુલતાન અલીઉદ્દીન ખીલજી

સુલતાન અલીઉદ્દીન ખીલજી

દીપિકાની માફક જ રણવીરના પણ બે પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે અને બંનેમાં તેનો લૂક તેના પાત્રને અનુરૂપ અત્યંત ડરામણો અને તેની આગળની તમામ ફિલ્મો કરતાં બિલકુલ અલગ છે. રણવીર સિંહના ક્રૂર હાવભાવ તેના લૂકને વધુ જીવંત બનાવે છે.

મળી રહ્યાં છે કોમ્પ્લિમેન્ટ્સ

મળી રહ્યાં છે કોમ્પ્લિમેન્ટ્સ

પોસ્ટર્સ પરથી જ ખબર પડે છે કે, અલાઉદ્દીન ખીલજીના પાત્રને રણવીર બરાબર પચાવ્યું છે. આ કારણે તેના વખાણ પણ ખૂબ થઇ રહ્યાં છે. ફિલ્મના પોસ્ટર્સ બાદ હવે ફેન્સ ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મ માટે રણવીર સિંહને દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર બંને કરતા વધુ ફી મળી રહી છે.

મહારાવલ રતન સિંહ

મહારાવલ રતન સિંહ

આ પહેલાં શાહિદ કપૂરનો મહારાવલ રતન સિંહ તરીકેનો લૂક રજૂ કરવામાં આવ્યો હતો. પ્રતાપી પરંતુ અંતે હારતા રાજાના પાત્રમાં જોવા મળતા શાહિદ કપૂરના આ પોસ્ટરમાં તેના ચહેરા પર અનેક ભાવનાઓ એકસાથે જોઇ શકાય છે.

રાણી પદ્માવતી

રાણી પદ્માવતી

'પદ્માવતી'ના દીપિકાના લૂક અંગે તો કંઇ કહેવાની જ જરૂર નથી. 'પદ્માવતી'ના આ બંને લૂક લકોને ખૂબ પસંદ પડ્યા હતા અને સોશિયલ મીડિયા પર તુરંત વાયરલ થયા હતા. દીપિકાના આ પોસ્ટરે લોકોમાં ખૂબ ઉત્સુકતા જગાવી હતી અને દરેક જગ્યાએ આ અંગે જ વાતો થતી હતી. આ કારણે અન્ય બોલિવૂડ એક્ટ્રેસિસને દીપિકાની ઇર્ષ્યા પણ થઇ રહી છે.

English summary
Ranveer Singh's first look as Alauddin Khilji from the film Padmavati is out and it will leave you both scared and excited!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.