માનો કે ન માનો, થોડું ગાંડપણ તો સુપરસ્ટાર્સ ત્યારે પણ કરતાં..

Written By:
Subscribe to Oneindia News

જૂની ફિલ્મો નો પોતાનો અલગ જ ચાર્મ હતો. '90નો એરા રોમાન્સ અને ગીતો માટે ફેમસ છે, '80નો એરા વધુ સંવેદનશીલ અને મીનિંગફુલ મૂવિઝ માટે ફેમસ છે. પરંતુ બોલિવૂડમાં દરેક એરામાં કેટલાક ચિત્ર-વિચિત્ર એક્સપરિમેન્ટ થયેલા જોવા મળે છે. જૂની ફિલ્મો પર નજર નાંખો તો તમને એવા ઘણા વિરલ ફોટોઝ-વિડીયોઝ મળી આવશે, જે જોઇને પહેલો સવાલ એ જ થાય કે, શું વિચારીનો આવો ફોટો લીધો હશે? કોનો આઇડિયા હશે? એક્ટર્સ કઇ રીતે માન્યા? જે-તે સીન કે ફોટો જોયા પછી પણ એમ ના થયું, કે આમાં કંઇક કાચું કપાયું છે, તો આને જાહેર ન થવા દઇએ...

શાહરૂખ ખાન પ્રેગનન્ટ?

શાહરૂખ ખાન પ્રેગનન્ટ?

ફિલ્મફેર માટેનું શાહરૂખનું આ પોસ્ટર અત્યંય ફની છે. શાહરૂખનો લુક જોઇને જ ખ્યાલ આવી જાય છે કે, કુછ કુછ હોતા હે ફિલ્મની આસપાસના સમયનું આ ફોટોશૂટ હશે. પરંતુ એમાં શાહરૂખે આવો મુર્ખામીપૂર્ણ પોઝ આપવાની શું જરૂર હતી.. આખરે કયા કોનસેપ્ટ કે થીમને આધારે તેમણે આ ફોટો લીધો અને ભલે લીધો, પરંતુ કવરપેજ માટે ફાઇનલ કઇ રીતે કર્યો?

જીતેન્દ્રની કમર રહી ગઇ હશે...

જીતેન્દ્રની કમર રહી ગઇ હશે...

આ ફોટોમાં કદાચ જીતેન્દ્ર અધવચ્ચે ભૂલી ગયા કે તેમણે શ્રીદેવીને ઉંચકવાની છે કે પછી એમની કમરમાં અચાનક પીડા થઇ હશે.. કારણ ગમે તે હોય, જીતેન્દ્રએ શ્રીદેવીને ઉંચકી છે તેનો ભાર તેમના મોઢાના હાવ-ભાવમાં સ્પષ્ટ જોઇ શકાય છે. જાણે તેઓ શ્રીદેવીને મનોમન કહી રહ્યાં હોય કે, તારે ડાયટની જરૂર છે...

જેકી શ્રોફનો હોટ અંદાજ

જેકી શ્રોફનો હોટ અંદાજ

જેકી શ્રોફ પોતાના સમયના હોટ અને હેન્ડસમ હીરો ગણાતા. પરંતુ એનો અર્થ એ નથી કે તેમને બીચ પર સાવ આમ ઊભા રહેવા માટે મજબૂર કરવામાં આવે! જેકી શ્રોફનો આ ફોટો કદાચ તેમના ફેન્સને પણ ખાસ પસંદ નહીં આવે.

જયા બચ્ચનનો કોબીજ પ્રત્યેનો પ્રેમ

જયા બચ્ચનનો કોબીજ પ્રત્યેનો પ્રેમ

રમુજી વિન્ટેજ એડમાંથી આ ફોટો મળ્યો છે અને આ એડને જોઇને એકસાથે ઘણા સવાલો થાય છે. પહેલા તો કોઇએ પણ કોબીજની એડ કરવાની શું જરૂર છે? કોબીજ જાણે જયાનું ખોવાયેલું બાળક કે પ્રેમી હોય એવા હાવભાવ કેમ છે? કોબીજની આવી એડનો અર્થ શું કાઢવો? જયા બચ્ચન કોબીજને ગાલ પર કેમ લગાવી રહી છે? કોબીજને જયા બચ્ચન પર ઘરેણાં માફક કેમ સજાવવામાં આવી છે?

Source: BuzzFeed

અવકાશ યાત્રીઓ - ગોવિંદા અને જૂહી ચાવલા

અવકાશ યાત્રીઓ - ગોવિંદા અને જૂહી ચાવલા

ગોવિંદા અને જૂહી ચાવલાએ આ ફોટોશૂટ ક્યારે અને કેમ કરાવ્યું એ સવાલ જવા દઇએ. પરંતુ ફોટોશૂટની આ થીમ કોણે નક્કી કરી અને આ બંન્ને આવા કલરફુલ ફોઇલ પહેરવા માટે રાજી કઇ રીતે થયા એ પહેલો સવાલ છે. આ બંન્ને ક્યાં જઇ રહ્યાં છે, કોઇ અવકાશ યાત્રાએ? જૂહી ચાવલાના હાવભાવ આ રહસ્યમાં ઉમેરો કરે છે.

મૂછાળી સ્કૂલ ગર્લ?

મૂછાળી સ્કૂલ ગર્લ?

અમરીશ પુરીએ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક પ્રકારના પાત્રો ભજવ્યા હશે. પરંતુ તેમનો આ ગેટઅપ જોઇને તેમને પોતાને કે ડિરેક્ટરને ઓડ નહીં લાગ્યું હોય? અમરીશ પુરી મોટેભાગે વિલનના રોલમાં જોવા મળ્યાં છે. પરંતુ આ ફોટામાં તેઓ કોઇ ભયાનક વિલન નહીં, સ્કૂલ ગર્લના મેકઅપમાં ફેઇલ ગયેલા કોમેડિયન લાગી રહ્યાં છે.

Source: Rediff

રેખા અને કાજોલનો રોમાન્સ?

રેખા અને કાજોલનો રોમાન્સ?

તદ્દન નવીન અને કદાચ સૌથી વિચિત્ર એક્સપરિમેન્ટ કહી શકાય. રેખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાજોલની સિનિયર છે. એ બંન્નેના આવા ફોટોગ્રાફની જરૂર શું હતી? વધુમાં તે બંન્ને આમ એક જ ટી-શર્ટમાં પોઝ આપવા માની કેમ ગયા?

English summary
These rare and weird photos of bollywood superstars will leave you speechless. Check them out.
Please Wait while comments are loading...