For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પાથી ધમાલ મચાવનાર રશ્મિકા એક ફિલ્મનો ચાર્જ કરે છે કરોડો, જાણો તેની કુલ સંપત્તિ

આવો, જાણીએ રશ્મિકા મંદાના એક ફિલ્મ માટે કેટલો ચાર્જ કરે છે અને તેની કુલ સંપત્તિ કેટલી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝ' બૉક્સ ઑફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. 7 જાન્યુઆરીના રોજ પુષ્પા ઓટીટી પ્લેટફૉર્મ એમેઝોન પ્રાઈમ પર પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સુપરહિટ થયા બાદ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પોતાની ફિલ્મની ફી વધારી દીધી છે. મીડિયા રિપોર્ટસ મુજબ રશ્મિકા મંદાનાએ પુષ્પા પાર્ટ 2 માટે પોતાની ફી વધારી દીધી છે. ફિલ્મ પુષ્પા માટે રશ્મિકા મંદાનાને 2 કરોડ રુપિયા ફી આપવામાં આવી હતી. પરંતુ હવે તેણે પોતાની ફી વધારી દીધી છે. આવો, જાણીએ રશ્મિકા મંદાના એક ફિલ્મ માટે કેટલો ચાર્જ કરે છે અને તેની કુલ સંપત્તિ કેટલી છે.

પુષ્પાની તાબડતોબ કમાણી બાદ રશ્મિકા મંદાનાએ વધારી ફી

પુષ્પાની તાબડતોબ કમાણી બાદ રશ્મિકા મંદાનાએ વધારી ફી

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા ફિલ્મની સિક્વલ પણ બનવાની છે. એવામાં રશ્મિકા મંદાનાએ પોતાની ફી વધારી દીધી છે. પુષ્પા ફિલ્મના નિર્દેશક સુકુમાર પાસ રશ્મિકાએ ફિલ્મના પાર્ટ 2 માટે મોટી રકમ માંગી છે. કથિત રીતે ફિલ્મ પુષ્પા ધ રાઈઝ માટે રશ્મિકાને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ હવે તેણે પોતાની ફી વધારી દીધી છે અને ફિલ્મની સીક્વલ માટે 3 કરોડ રૂપિયાની માંગ કરી છે. જો રિપોર્ટસની માનીએ તો ફિલ્મના નિર્માતા રશ્મિકાને 3 કરોડ આપવા માટે તૈયાર થઈ ગયા છે. ફિલ્મ પુષ્પા-2નુ શૂટિંગ ફેબ્રુઆરી, 2022માં શરુ થઈ જશે અને 2022ના અંતમાં રિલીઝ થશે.

એક ફિલ્મની કેટલી ફી લે છે રશ્મિકા મંદાના

એક ફિલ્મની કેટલી ફી લે છે રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના પોતાની એક્ટિંગ સ્કિલના કારણે ટૉલિવુડમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. રશ્મિકા મંદાના દરેક ફિલ્મ માટે 3થી 4 કરોડ રુપિયા ચાર્જ કરે છે જો કે ઘણી ફિલ્મોમાં તેણે આનાથી ઓછો ચાર્જ પણ કર્યો છે પરંતુ સરેરાશ તે એક ફિલ્મ માટે 3થી 4 કરોડ જ લે છે. રશ્મિકાની સૌથી વધુ કમાણી તેલુગુ અને કન્નડ ફિલ્મોમાંથી થાય છે.

રશ્મિકા મંદાનાની કુલ સંપત્તિ કેટલી છે?

રશ્મિકા મંદાનાની કુલ સંપત્તિ કેટલી છે?

ફૉર્બ્સ, આઈએમડીબી અને અલગ-અલગ ઑનલાઈન સંશાધનોના જણાવ્યા મુજબ રશ્મિકા મંદાનાની કુલ સંપત્તિ લગભગ 5 મિલિયન ડૉલર છે જે ભારતીય રુપિયામાં 37 કરોડ છે. જો કે અમુક રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે રશ્મિકા મંદાનાની કુલ સંપત્તિ 4 મિલિયન(29 કરોડ) છે.

દર વર્ષ આટલા કરોડ કમાય છે રશ્મિકા

દર વર્ષ આટલા કરોડ કમાય છે રશ્મિકા

રશ્મિકા મંદાના ફિલ્મો ઉપરાંત મૉડલિંગ, એંડોર્સમેન્ટ અને ઘણી અન્ય જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. રશ્મિકા મંદાનાની પ્રતિ બ્રાંડ એંડોર્સમેન્ટ ફી 20થી 25 લાખ રૂપિયા છે. છેલ્લા 5 વર્ષો મુજબ રશ્મિકા મંદાનાની કુલ સંપત્તિના 30 ટકા દર વર્ષે 30 ટકા વધી રહ્યા છે. રશ્મિકા મંદાનાની વાર્ષિક આવક 6થી 7 કરોડ રૂપિયા છે. રશ્મિકા મંદાના દર મહિને 28થી 30 લાખ રૂપિયા કમાય છે.

3 લક્ઝરી ઘરની માલિક છે રશ્મિકા

3 લક્ઝરી ઘરની માલિક છે રશ્મિકા

મીડિયા પોર્ટલ્સ મુજબ રશ્મિકા મંદાના પાસે કર્ણાટક અને ચેન્નઈમાં લક્ઝરી વિલા છે. જેની બજારમાં કિંમત 6 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તે પોતાના પરિવાર સાથે કર્ણાટકરમાં રહે છે. આ ઉપરાંત રશ્મિકાએ હાલમાં જ ગોવામાં પણ એક ઘર ખરીદ્યુ છે. આ ઉપરાંત રશ્મિકાએ મુંબઈ, હૈદરાબાદ અને દિલ્લીમાં સંપત્તિઓ ખરીદી છે જે તેની કુલ સંપત્તિનો હિસ્સો છે. તે 2022માં વધુ સંપત્તિઓ ખરીદવાની યોજના બનાવી રહી છે.

અઢળક લક્ઝરી કારો પણ છે રશ્મિકા પાસે

અઢળક લક્ઝરી કારો પણ છે રશ્મિકા પાસે

સાઉથ ઈન્ડિયાની મોસ્ટ ડિમાંડિંગ અભિનેત્રી રશ્મિકા મંદાના પાસે પણ અઢળક લક્ઝરી કારો છે. રશ્મિકા મંદાનાને લક્ઝરી કારોનો શોખ છે. તેની પાસે ઑડી, મર્સિડીઝ અને હુંડઈ જેવી બ્રાંડ્ઝની કારો છે. રશ્મિકાની કુલ કારોમાં ઑડી ક્યુ3(60 લાખ રુપિયા), હુંડઈ ક્રેટા(25 લાખ), મર્સિડીઝ બેંઝ(1 કરોડ સી ક્લાસ જેવી કારો શામેલ છે. ભારતીય મુદ્રામાં કારોની કિંમત 3 કરોડ સુધી જાય છે.

English summary
Rashmika Mandanna net worth earnings income all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X