પુષ્પા અભિનેત્રી રશ્મિકાએ પ્રેમ અને લગ્ન પર કહી આ વાત, જણાવ્યુ કેવો જીવનસાથી પસંદ

પુષ્પાની સફળતાનો આનંદ લઈ રહેલી રશ્મિકાએ પ્રેમ, સંબંધ, લગ્ન પર પોતાની પસંદ-નાપસંદ પર વાત કરી છે.

મુંબઈઃ રશ્મિકા મંદાના હાલમાં દેશની સૌથી વધઉ લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રશ્મિકા હાલમાં આવેલી ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝની સફળતા બાદ આખા દેશમાં ઘર-ઘરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. પુષ્પાની સફળતાનો આનંદ લઈ રહેલી રશ્મિકાએ પ્રેમ, સંબંધ, લગ્ન પર પોતાની પસંદ-નાપસંદ પર વાત કરી છે.

રશ્મિકા માટે પ્રેમનો અર્થ શું છે?

રશ્મિકા માટે પ્રેમનો અર્થ શું છે?

રશ્મિકાનુ નામ થોડા સમય પહેલા અભિનેતા વિજય દેવરકોન્ડા સાથે જોડાયુ હતુ. જો કે, બાદમાં બંનેએ સ્પષ્ટ કર્યુ કે તે માત્ર સારા દોસ્ત છે. રશ્મિકાએ ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રેમ અને લગ્ન વિશે ખુલીને વાત કરી છે. પ્રેમ વિશેના એક સવાલ પર અભિનેત્રીએ કહ્યુ કે પ્રેમને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે કારણકે એ એક ભાવના છે. મારા માટે પ્રેમ ત્યારે થાય છે જ્યારે તમે એકબીજાને સમ્માન આપો છે, સમય આપો છો. પ્રેમ ત્યારે કામ કરે છે જ્યારે બંને તરફથી હોય છે નહિકે એક સાઈડથી.

લગ્ન પર શું કહ્યુ રશ્મિકાએ

લગ્ન પર શું કહ્યુ રશ્મિકાએ

રશ્મિકાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે લગ્ન ક્યારે કરશે ત્યારે અભિનેત્રીએ કહ્યુ કે મને અત્યારે ખબર નથી કારણકે મે આના વિશે વિચાર્યુ નથી. મને લાગે છ કે હું હજુ આના માટે નાની છુ. પોતાની પસંદ અને નાપસંદ વિશે તેણે કહ્યુ કે તમારો જીવનસાથી એવો હોવો જોઈએ, જે તમને કમ્ફર્ટેબલ અનુભવાવે.

બૉલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે રશ્મિકા

બૉલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે રશ્મિકા

અત્યાર સુધી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં રશ્મિકાએ કામ કર્યુ છે પરંતુ હવે તે હિંદી સિનેમામાં પણ કામ કરી રહી છે. રશ્મિકા મંદાના બૉલિવુડ ફિલ્મ 'મિશન મજનૂ'માં કામ કરી રહી છે જેમાં તે એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દેખાશે. બૉલિવુડ સ્ટાર એક્ટર અમિતાભ બચ્ચન સાથે પણ રશ્મિકા એક ફિલ્મમાં કામ કરી રહી છે.

પુષ્પાના બીજા ભાગમાં પણ હશે રશ્મિકા

પુષ્પાના બીજા ભાગમાં પણ હશે રશ્મિકા

બ્લૉકબસ્ટર રહેલી 'પુષ્પાઃ ધ રાઈઝ'માં શ્રીવલ્લીની ભૂમિકા લોકોને ખૂબ ગમી છે. આ ફિલ્મમાં તેની અને અલ્લૂ અર્જૂનની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી છે. રેકૉર્ડ કમાણી કરનાર 'પુષ્પાઃ ધ રાઈઝ'ની સીક્વલમાં પણ રશ્મિકા દેખાશે. માહિતી મુજબ પુષ્પાના આગલા ભાગનુ શૂટિંગ આ વર્ષે માર્ચમાં શરુ થશે. આવતા વર્ષે આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X