રવીના ટંડન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત

Written By:
Subscribe to Oneindia News

ગતિ મહિને રવીના ટંડનની ફિલ્મ માતૃ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ભલે બોક્સઓફિસ પર ખાસ ન ચાલી હોય, પરંતુ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. માતૃ ફિલ્મમાં રવીના ટંડનને તેમના દમદાર રોલ માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

Raveena Tondon

ફિલ્મ માતૃ માટે રવીનાને દાદાસાહેબ ફાળ્કે ક્રિટિક ચોઇસ એવોર્ડ મળ્યો છે. આ પ્રસંગે રવીનાએ કહ્યું કે, મને ખબર જ નહોતી કે મને આ એવોર્ડ મળવાનો છે. મને એ જાણીને ખુશી થઇ કે ફેન્સ લાંબા સમયથી મારી કમબેક ફિલ્મની રાહ જોઇ રહ્યાં હતા.

ફિલ્મ માતૃ સાથે રવીનાએ લગભગ 13 વર્ષ મોટા પડદે વાપસી કરી છે. તેની આગામી ફિલ્મ છે, શાબ. રવીના સિવાય પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર, અનિલ કપૂર, જૂહી ચાવલા, શિલ્પા શેટ્ટી અને કપિલ શર્માને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

priyanka chopra

પ્રિયંકા ચોપરાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાણ બનાવવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડમાં એક નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, Internationally Acclaimed Actress Award. આ વર્ષે આ એવોર્ડ પ્રિયંકા ચોપરાને એનાયત કરવામાં આવ્યો છે. પ્રિયંકા હાલ તેની બોલિવૂડ ફિલ્મ બેવૉચના પ્રમોશનમાં વ્યસ્ત હોવાથી માતા મધુ ચોપરાએ આ એવોર્ડ લીધો હતો.

English summary
Raveena Tandon awarded with Dada Saheb Falke Critics Choice Award.
Please Wait while comments are loading...