હૃતિકની મહેચ્છા કે ધૂમ 3 તોડે ક્રિશ 3નો રેકૉર્ડ
મુંબઈ, 9 નવેમ્બર : ગત 1લી નવેમ્બરે રિલીઝ થયેલ ક્રિશ 3 બૉક્સ ઑફિસ પર તમામ રેકૉર્ડ્સ તોડી ચુકી છે. ક્રિશ 3એ શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસને પણ માત આપી છે, ત્યારે ક્રિશ 3ના હીરો હૃતિકની મહેચ્છા છે કે આમિરની ધૂમ 3 ક્રિશ 3ના તમામ રેકૉર્ડ્સ તોડે.

ગુરુવારે રાડો ઘડિયાળોના નવા સંગ્રહના લૉન્ચિંગ પ્રસંગે હૃતિક રોશન બોલ્યાં - રેકૉર્ડ્સ તથા અન્ય તમામ તથ્યો તેમજ આંકડા સિનેમાના વિકાસને પ્રદર્શિત કરવા માટે અનિવાર્ય છે. તેથી આ મુદ્દો રેકૉર્ડ તોડવાનો નહીં, પણ છેલ્લા રેકૉર્ડ્સમાંથી પ્રેરણા લઈ તેમને આગળ લઈ જવાનો છે. આટલી ફિલ્મો બને છે, ત્યારે રોજ નવા રેકૉર્ડ બને અને તુટે. મુદ્દો માત્ર દર્શકોની પસંદનો છે. તેમને ફિલ્મ ગમવી જોઇએ. આ જ મોટી બાબત છે.












Click it and Unblock the Notifications
