બૉલીવુડમાં છવાયો ડોન ફિવર, મળો રીલ લાઇફ દાઉદને
19 જુલાઇએ બૉલીવુડના પરદા પર દાઉદને દર્શાવતી ફિલ્મ ‘ડી ડે' રજૂ થઇ. આ ફિલ્મમાં ભારત સરકાર દ્વારા એવા તે ક્યા પગલાં ભરી શકાય કે, ભારતના વોન્ટેડ લિસ્ટમાં નંબર એક પર રહેલો દાઉદ ઇબ્રાહિમને ભારત પરત લાવી શકાય. જો કે અહી વાત ફિલ્મ અંગેની નહીં પરંતુ ફિલ્મમાં દાઉદની ભૂમિકા ભજવનાર ઋષિ કપૂરની કરવાની છે. જી હાં, આ ફિલ્મમાં ઋષિ કપૂરે દાઉદની ભૂમિકા શાનદાર રીતે અદા કરી છે, જો કે, તે એકમાત્ર એવા અભિનેત નથી કે, જેમણે દાઉદનું પાત્ર ભજવ્યું હોય.
તેમના સિવાય અન્ય ઘણા અભિનેતાઓ છે કે જેમણે દાઉદનું પાત્ર ભજવ્યું છે, આ યાદીમાં હવે અક્ષય કુમારનું નામ પણ ઉમેરાયું છે, જે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારામાં દાઉદનું પાત્ર ભજવી રહ્યો છે. આ સિવાય અજય દેવગણ, વિનોદ ખન્ના, સોનુ સુદ સહીતના અનેક અભિનેતાઓએ દાઉદનું પાત્ર ભજવ્યું છે. જે રીતે બૉલીવુડ હિરીમાં વિલન બનાવું ઝૂનૂન છવાયું અને દાઉદના પાત્રને વધુ દર્શાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમે અહીં આ વખતે સોનેરી પરદા પર કોણે-કોણે દાઉદનું પાત્ર ભજવ્યું છે, તે અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી આપણે રીયલ નહીં પરંતુ રીલ લાઇફના દાઉદ અંગે જાણીએ.

અજય દેવગણ
બૉલિવુડ અભિનેતા અજય દેવગણે કંપની ફિલ્મમાં દાઉદનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ રામ ગોપાલ વર્માની હતી અને ફિલ્મમાં જે રીતે અજય દેવગણે દાઉદના પાત્રને પરદા પર ઉતાર્યું હતું. ફિલ્મોના ચાહકો અજયના અભિનય પર ઓવારી ગયા હતા. જો કે, 2002માં આવેલી કંપની ફિલ્મ દાઉદ ઉપર નહોતી પરંતુ તેમા અજયનું જે પાત્ર હતું તે દાઉદની પ્રેરિત હતું.

રણદીપ હૂડા
બૉલિવુડનો વધુ એક શાનદાર અભિનેતા કે જે તેના પાત્રને પરદા પર જીવતો હોય છે, રણદીપ હૂડાએ અનેક ફિલ્મોમાં પોતાના પાત્ર થકી પોતાની નોંધ કરાવી છે, તેણે પણ દાઉદનું પાત્ર ભજવ્યું છે. કંપની બાદ ડી કંપની નામની એક ફિલ્મ રજૂ થઇ હતી. આ ફિલ્મ પણ કંપની, સત્યાની જેમ ભારતીય ગેંગસ્ટાર પર આધારિત હતી. આ ફિલ્મ પણ રામ ગોપાલ વર્માની હતી. જેમાં રણદીપ હૂડાનું પાત્ર દાઉદને મળતું આવતું હતું.

ઇમરાન હાશમી
સિરિયલ કિસર તરીકે જાણીતો ઇમરાન હાશમી દરેક ફિલ્મમાં એક અલગ પ્રકારનું પાત્ર જ ભજવતો જોવા મળે છે, અજય દેવગણને મુખ્યપાત્રમાં રજૂ કરતી ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ'માં બીજું મુખ્યપાત્ર દાઉદનું હતું, જે ઇમરા હાશ્મી દ્વારા ભજવવામાં આવ્યું હતું. જેના પાત્રની ખાસી નોંધ લેવાઇ હતી. જેની સિક્વલ આવી રહી છે અને તેમાં દાઉદનું પાત્ર અક્ષય કુમાર ભજવી રહ્યો છે. જો કે એ અંગે આપણે પછીથી ચર્ચા કરીશું.

વિનોદ ખન્ના
એક સમયે અમિતાભ બચ્ચનને ટક્કર આપનાર વિનોદ ખન્નાએ અનેક ફિલ્મોમાં પાતાના અભિનયની છાપ છોડી છે, 2007માં રિસ્ક નામની એક ફિલ્મ રજૂ થઇ હતી. જે મુંબઇ અન્ડરવર્લ્ડ પર આધારિત હતી, જેમાં વિનોદ ખન્નાએ એક બેન્ગકોક સ્થિત ડોનનું પાત્ર ભજવ્યુ ંહતું, જે દાઉદને મળતું આવતું હતું.

સોનુ સૂદ
મોટા ભાગે બૉલિવુડના ડિરેક્ટર અને પ્રોડ્યુસર રીયલ ડોન દાઉદના નામનો ઉપયોગ પોતાની ફિલ્મોમાં કરતા નથી, પરંતુ કશ્યપ આ બધાથી અલગ છે અને તેથી જ જ્યારે તેણે શૂટઆઉટ એટ વડાલા કર્યું ત્યારે તેણે દાઉદના સાચા નામ દિલાવર ઇમ્તિયાઝ કાસ્કરના નામનો ઉપયોગ કર્યો હતો, જે સોનુ સૂદે શાનદાર રીતે નિભાવ્યો હતો.

ઋષિ કપૂર
ઋષિ કપૂરનું પાત્ર ઇક્બાલ શેઠ, ભાઇ અને ગોલ્ડમેનનું નામ તો તમને યાદ હશે અને કેમ ના હોય તાજેતરમાં જ આ ફિલ્મ રજૂ થઇ હતી. તાજેતરમાં નિખીલ અડવાણીની ફિલ્મ ‘ડી ડે' રજૂ થઇ હતી. આ ફિલ્મમાં રોના અન્ડરકોપ અધિકારી પાકિસ્તાનમાં દાઉદને પકડવાનું અભિયાન હાથ ધરે છે અને તેને પકડીના ભારતની ધરતી પર લાવીને મારી નાંખે છે. આ ફિલ્મમાં ઋષિ કપૂરે જે રીતે દાઉદના પાત્રને ભજવ્યું છે, તે આવનારા સમયમાં અન્ય અભિનેતાઓ કે જે દાઉદનું પાત્ર ભજવી રહ્યાં છે અથવા ભજવે છે તેમના માટે એક પડકાર સમાન સાબિત થશે.

અક્ષય કુમાર
બૉલિવુડનો ખેલાડી કુમાર, એક્શન કિંગ તરીકે જાણીતો અક્ષય કુમાર બીજી વખત એક વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલા તેણે ફિલ્મ અજનબીમાં એક નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. જો કે અહીં અક્ષયના વિલન પાત્રની નહીં પરંતુ આગળ વાત કરી તેમ દાઉદ તરીકેના પાત્રની થઇ રહી છે. ‘વન્સ અપોન...'ની મેઇન ફિલ્મમા જે પાત્ર ઇમરાન હાશમીએ ભજવ્યું હતું, એ જ પાત્ર સિક્વલમાં અક્ષય કુમાર ભજવી રહ્યો છે. ત્યારે તેના પર આ પાત્રને શ્રેષ્ઠ રીતે રજૂ કરવાનું દબાણ ચોક્કસપણે છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
