એવરગ્રીન રેખાના અમિતાભ સિવાય પણ ઘણા છે આશિક!

Written By:
Subscribe to Oneindia News

"ઇન આંખો કી મસ્તી કે, મસ્તાને હજારોં હેં..." આ પંક્તિઓ રેખા પર બરાબર સૂટ થાય છે. રેખા બોલિવૂડની એક એવી હસતી છે, જેનું સ્ટારડમ આજે પણ યથાવત છે. 62 વર્ષીય રેખા આજે ભલે બહુ લિમિટેડ ફિલ્મોમાં જોવા મળતી હોય, પરંતુ તેના ફેન્સની સંખ્યા ઓછી નથી થઇ. રેખાની પર્સનાલિટી, સુંદરતા, બોલ્ડનેસ, હિંમત વગેરેને કારણે તે માત્ર લોકોની જ નહીં પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીની પણ આઇડિયલ સ્ટાર છે. બોલિવૂડના દબંગ સલમાનથી માંડીને શાહરૂખ ખાન, આમિર ખાન સૌ કોઇ રેખાના ફેન છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન 51 વર્ષે પણ કુંવારા છે, ઘણા આની પાછળનું કારણ ઐશ્વર્યાને માને છે. પરંતુ સલમાન અનુસાર આ માટે રેખા જવાબદાર છે. રેખાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સલમાન રેખાનો પીછો કરતા હતો. તો સલમાને પણ આ વાત કબૂલતાં જણાવ્યું હતું કે, જ્યારે તે નાનો હતો ત્યારે રેખા સાથે લગ્ન કરવા માંગતો હતો. જ્યારે તે અને રેખા પાડોશી હતા, ત્યારે માત્ર રેખાની એક ઝલક મેળવવા તે યોગા ક્લાસમાં જતો. સાથે જ સલમાને ઉમેર્યું હતું કે, તેણે રેખાને કારણે જ આજ સુધી લગ્ન નથી કર્યાં.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

રેખાના ફેન્સ લિસ્ટમાં રોમાન્સ કિંગ શાહરૂખ ખાનનું નામ પણ છે. શાહરૂખ હંમેશા રેખાના વખાણ કરતો જોવા મળે છે. એક એવોર્ડ ફંક્શનમાં રેખાએ શાહરૂખને એવોર્ડ આપ્યો ત્યારે શાહરૂખ ખાને રેખાને લગ્ન માટે પ્રપોઝ કર્યા હતા. શાહરૂખ ખાને કહ્યું હતું કે, હું જ્યારે પણ સ્ટેજ પર એવોર્ડ લેવા જાઉં ત્યારે આશા કરું છું કે, આ મહિલા(રેખા) મારી સાથે લગ્ન કરશે.

યંગ એક્ટર્સ

યંગ એક્ટર્સ

શાહરૂખ, સલમાન તે ઠીક રણબીર કપૂર, રવણીર સિંહ, શાહિદ કપૂર, રિતેશ દેશમુખ જેવા યંગ એક્ટર્સ પણ રેખાની સુંદરતાના ફેન છે. વિવિધ ફંક્શન્સ અને પાર્ટીમાં તેઓ અવાર-નવાર રેખાને કોમ્પ્લિમેન્ટ કરતા જોવા મળ્યા છે.

રાકેશ રોશન

રાકેશ રોશન

રાકેશ રોશન અને રેખાની મિત્રતા ખૂબ પ્રખ્યાત છે. આ બંનેએ લગભગ 14 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. રાકેશ રોશન જ્યારે એક્ટર હતા ત્યારે 'ખૂબસૂરત' ફિલ્મમાં તેમની અને રેખાની જોડી ખૂબ વખણાઇ હતી. ત્યાર બાદ ડાયરેક્શન તરફ વળેલ રાકેશ આજે પણ પોતાની દરેક ફિલ્મમાં રેખાને લેવાનો આગ્રહ રાખે છે. તેઓ રેખાને લકી માને છે.

સંજય લીલા ભણસાલી, કરણ જોહર

સંજય લીલા ભણસાલી, કરણ જોહર

બોલિવૂડના સૌથી મોટા ડાયરેક્ટરમાંના એક એવા સંજય લીલા ભણસાલી પણ રેખાની સુંદરતા પર ફિદા છે. તેમણે રેખાને કોમ્પલિમેન્ટ આપતા આ શબ્દો કહ્યા હતા, Last Of the Great Stars. તેમના મતે રેખા જેવી સુંદર મહિલા હવે જોવા મળી શકે એમ નથી. કરણ જોહર પણ એક એવા ડાયરેક્ટર છે, જે રેખાના વખાણ કરતાં થાકતા નથી.

રેખા અને વિવાદો

રેખા અને વિવાદો

બોલિવૂડ ફિલ્મોમાં રેખા ઘણા વર્ષો સુધી સક્રિય રહ્યાં છે. તેમના જેવી બોલ્ડનેસ ભાગ્યે જ કોઇ હીરોઇન બતાવી શકે છે. લગ્નના એક જ વર્ષ બાદ તેમના પતિનું અવસાન થયું હતું, આમ છતાં તે પાછા પડ્યા નહોતા. રેખા કદાચ એક માત્ર એવી એક્ટ્રેસ છે, જેનું નામ તેના કરતા નાની ઉંમરના કો-સ્ટાર સાથે જોડાયું છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર અને સંજય દત્તનું નામ મોખરે છે. ફિલ્મ 'ખેલાડી'માં રેખાએ અક્ષય સાથે આપેલ રોમેન્ટિક સિનને કારણે ખૂબ વિવાદ થયો હતો.

રેખા

રેખા

દરેક પ્રકારના વિવાદોને બાજુએ મુકીને રેખા હંમેશા પોતાના શરતો અનુસાર જીવન જીવ્યા છે. એક ઉંમર બાદ બોલિવૂડમાં હિરોઇન્સને ભાગ્યે જ લીડ રોલમાં ફિલ્મો મળતી હોય છે, આમાં પણ રેખા અપવાદ છે. વર્ષ 2014માં આવેલ ફિલ્મ 'સુપર નાની'માં રેખા લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત 'ઓમ શાંતિ ઓમ', 'શમિતાભ' વગેરે જેવી ફિલ્મોમાં તે ઘણીવાર સ્પેશિયલ એપિરિયન્સ આપતા જોવા મળ્યા છે. આજે પણ રેખા પડદા પર આવે કે તરત છવાઇ જાય છે. તબ્બુ અને વિદ્યા બાલન જેવી ઘણી ટોપ એક્ટ્રેસિસ રેખાના પોતાના આઇડલ માને છે.

English summary
Rekha is soon going to turn 63 but her charisma is unstoppable. So much so that Bollywood's fmous Khan duo proposed Rekha for marriage. Read on to know more about Rekha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.