• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરોમાં અંતિમ યાત્રા : પ્રાણ જાય પર ‘પ્રાણ’ ન જાય...

|

મુંબઈ, 13 જુલાઈ : બહુમુખી પ્રતિભાના ધની અભિનેતા પ્રાણના સ્વાભાવિક અભિનય તેમજ પ્રતિભાની પરાકાષ્ઠા હતી કે 70-80ના દાયકામાં લોકોએ પોતાના બાળકોનું નામ પ્રાણ રાખવું બંધ કરી દીધુ હતું. પ્રાણે જાણીતા હિન્દી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી અને તેઓ પોતાના પાત્રના ચિત્રણમાં એટલા બધા નિપુણ હતાં કે દર્શકોમાં તેમની છબી જ નકારાત્મક બની ગઈ હતી.

હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત ચરિત્ર અભિનેતા પ્રાણનું શુક્રવારના રોજ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં નિધન થઈ ગયં. 93 વર્ષના પ્રાણ લાંબા સમયથી બીમાર હતાં. તેમણે શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધાં.

આવો જોઇએ તેમની અંતિમ યાત્રાની તસવીરો અને જાણીએ તેમનો જીવન પરિચય :

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

પ્રાણને આ વર્ષે જ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતાં, પરંતુ તેઓ એટલાં બીમાર હતાં કે પુરસ્કાર ગ્રહણ કરવા દિલ્હી ન આવી શક્યાં. પછી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ તેમના ઘરે જઈ તેમને ઍવૉર્ડ આપ્યો. આ અગાઉ 2001માં ભારત સરકારે તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ વડે સન્માનિત કર્યા હતાં.

રામદાસ આઠવલે

રામદાસ આઠવલે

ફેબ્રુઆરી-1920માં જૂની દિલ્હીના બલ્લીમરાન મહોલ્લામાં કેવલ કૃષ્ણ સિકંદના ઘરે જન્મેલાં પ્રાણનું આખું નામ પ્રાણ કૃષ્ણ સિકંદ હતું, પણ ફિલ્મ જગતમાં તેઓ પ્રાણ નામે જ જાણીતા હતાં.

પ્રશંસકોએ આપી વિદાય

પ્રશંસકોએ આપી વિદાય

પ્રાણના પ્રારંભિક જીવનના કેટલાંક વર્ષો તથા શિક્ષણ ઉત્તર પ્રદેશ તેમજ પંજાબના જુદા-જુદા શહેરોમાં થયું.

ફૅન્સે આપી વિદાય

ફૅન્સે આપી વિદાય

પ્રાણે પોતાની વ્યાવસાયિક ઝિંદગીની શરુઆત લાહોર ખાતે ફોટોગ્રાફર તરીકે કરી. 1940માં તેમનો ભાગ્ય બદલાયો કે જ્યારે સંજોગોવશાત તેમની મુલાકાત જાણીતા લેખક વલી મહોમ્મદ વલી સાથે એક પાનના ગલ્લે થઈ.

ગુલઝાર

ગુલઝાર

વલીએ તેમને દલસુખ એમ. પંચોલીની પંજાબી ફિલ્મ યમલા જટમાં ભૂમિકા અપાવી અને તેઓ ખલનાયક તરીકે જાણીતા થઈ ગયાં.

જૅકી શ્રૉફ

જૅકી શ્રૉફ

તે પછી પ્રાણે ચૌધરી, ખજાંચી, ખાનદાન, ખામોશ નિગાહેં જેવી અનેક પંજાબી-હિન્દી ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવી, પણ ત્યારે તેમની પ્રસિદ્ધિ લાહોર તેમજ તેની આસપાસ સુધી જ સીમિત હતી.

કરણ જૌહર

કરણ જૌહર

ભારત-પાકિસ્તાન વિભાજન બાદ પ્રાણ પરિવાર સહિત મુંબઈ આવી ગયાં. ત્યાં સુધી તેઓ ત્રણ બાળકોના પિતા બની ચુક્યા હતાં. અહીં પ્રાણને એક મોટી તક દેવ આનંદની ફિલ્મ જિદ્દી તરીકે 1948માં મળી અને પછી તેમણે પાછું વળીને જોયું નહીં.

કિરણ કુમાર

કિરણ કુમાર

પોતાના 74 વર્ષોના ફિલ્મી કૅરિયરમાં પ્રાણે પોતાની અભિનય પ્રતિતાભા સાથે અનેક પ્રયોગો કર્યાં. તેમણે હકારાત્મક તેમજ નકારાત્મક બંને જ પ્રકારના રોલ કર્યાં, પરંતુ નકારાત્મક રોલ તેમની ઓળખ હતાં.

કુલભૂષણ ખરબંદા

કુલભૂષણ ખરબંદા

રામ ઔર શ્યામ ફિલ્મનું તે દૃશ્ય કે જેમાં પ્રાણ ચાબુક વડે દિલીપ કુમારની પીઠ ઉપર વાર કરતા હતાં. તે દૃશ્ય જોઈ દર્શકો કંપી ઉઠતા હતાં. ઉપરાંત કશ્મીર કી કલી, મુનીમજી તથા મધુમતિમાં પ્રાણે ખલનાયકના પાત્રને નાયકની સરખામણીમાં લાવી મૂક્યા હતાં.

અંતિમ દર્શન

અંતિમ દર્શન

અમિતાભ બચ્ચન સાથે ઝંજીર ફિલ્મમાં તેમની યાદગાર ભૂમિકા ઉપરાંત પ્રાણે હાફ ટિકટ, મનમૌજી, અમર અકબર એંથૉની, નસીબ, મજબૂર જેવી ફિલ્મોમાં પણ પોતાનો સશક્ત અભિનય રજૂ કર્યો કે જેમાં તેઓ ખલનાયક નહોતાં. ફિલ્મ ઉપકારમાં વિકલાંગ મલંગ ચાચાની ભૂમિકા તેમની બહુમુખી પ્રતિભાની મિસાલ છે.

પંકજ ધીર

પંકજ ધીર

પ્રાણ સાહેબ ઉપર ફિલ્માવાયેલ ગીતોને એમ તો એકથી ચડિયાતા એક ગાયકોએ પોતાનો અવાજ આપ્યો, પણ મન્ના ડેના અવાજ તેમજ પ્રાણની અદાકારી જાણે એક-બીજા માટે બન્યા હોય તેવુ લાગતું હતું.

રાજ બબ્બર

રાજ બબ્બર

ઉપકારનું કસમેં વાદે પ્યાર વફા..., વિશ્વનાથનું હાય જિંદડી યે હાય જિંદડી..., સંન્યાસીનું ગીત ક્યાર માર સકેગી મૌત... કેટલાંક એવા ગીતો છે કે જ્યાં ગીતો અને અભિનય બંનેમાં ગઝબનું ઉંડાણ તેમજ દર્શન મોજૂદ છે.

રઝા મુરાદ

રઝા મુરાદ

ઝંજીરનું યારી હૈ ઈમાન મેરા... મિત્ર માટે પ્રેમ અને સમર્પણનું ચિત્રણ કરતું બહેતરીન ગીત છે.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

દસ નંબરીનું હાસ્ય ગીત ન તુમ આલૂ, ન હમ ગોભી... અને વિક્ટોરિયા નંબર 203નું દો બેચારે બિના સહારે...માં પ્રાણની અદાકારી દર્શકોને હસવા મજબૂર કરે છે.

ટીનૂ આનંદ

ટીનૂ આનંદ

પ્રાણને નજીકથી જાણતાં લોકોનું કહેવું છે કે પ્રાણ એક સજ્જન, સાફ દિલ, ઉદાર અને ખૂબ જ શિસ્તબદ્ધ વ્યક્તિ હતાં.

English summary
Pran, the name that epitomised all possible villainous characters in Bollywood, breathed his last at Lilavati Hospital yesterday around 8.30 pm. He was 93.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more