For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Revealed : ખાન તિકડીને આંબી ક્રિશ બન્યો હાઇએસ્ટ પેડ એક્ટર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 જુલાઈ : હૃતિક રોશન આશુતોષ ગોવારીકરની ફિલ્મ મોહન જોદડો માટે 50 કરોડની ભારેભરખમ ફી લઈ ચર્ચામાં છે. તેમની આગામી ફિલ્મ બૅંગ બૅંગ રિલીઝ થવાની છે અને નિર્માતાઓ હૃતિકને મોંમાગી રકમ આપવા તૈયાર છે. આ બાબત આપણને આશ્ચર્યમાં નાંખે છે કે બૉલીવુડ અભિનેતાઓ ફિલ્મ દીઠ કેટલુ મહેનતાણુ લે છે.

આજે અમે બૉલીવુડના ટોચના અભિનેતાઓના ફિલ્મ દીઠ મહેનતાણા અંગે ખુલાસો કરવા જઈ રહ્યાં છે. મોહન જોદડો માટે 50 કરોડ રુપિયા લઈ હૃતિક રોશન હાઇએસ્ટ પેડ એક્ટર બની ગયા છે. ટ્રેડ એક્સપર્ટ મનોજ દેસાઈ કહે છે કે હૃતિકે આશુતોષની જ ફિલ્મ જોધા અકબરમાં બ્રિલિયંટ કામ કર્યુ હતું અને મોહન જોદડો પણ ઐતિહાસિક ફિલ્મ છે.

(આ પણ વાંચો : બૉલીવુડ હસીનાઓની કમાણી)

છેલ્લે ક્રિશ 3 જેવી સુપરહિટ ફિલ્મ આપનાર હૃતિકે આટલી મોટી રકમ લઈ બૉલીવુડના ખાન તિકડીને પણ પાછળ મૂકી દીધી છે. આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાન પણ હૃતિક જેટલી રકમ નથી લેતાં. ત્રણે ખાનો હૃતિક કરતા મહેનતાણુ લેવામાં પાછળ છે.

ચાલો તસવીરો સાથે જાણીએ બૉલીવુડ અભિનેતાઓનું હાલનું મહેનતાણું :

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશન મોહન જોદડો માટે 50 કરોડ રુપિયા મહેનતાણુ લઈ હાઇએસ્ટ પેડ એક્ટર બની ગયાં છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાને કિક માટે 25થી 28 કરોડ રુપિયા લીધા છે. કહે છે કે સલમાન પોતાના ભાઇઓ સોહેલ ખાન અને અરબાઝ ખાનની ફિલ્મોનું મહેનતાણુ ઓવરસીઝ પ્રોફિટ પર આધારિત હોય છે. સામાન્ય રીતે સલમાન ખાન ફિલ્મ દીઠ 55 કરોડ રુપિયા લે છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાને પોતાની છેલ્લી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ માટે 22 કરોડ રુપિયા લીધા હતાં. આ ફિલ્મની સફળતા બાદ શાહરુખ પોતાની ફીમાં વધારો કરી 33 કરોડ રુપિયા કરવા જઈ રહ્યાં છે.

અજય દેવગણ

અજય દેવગણ

હિમ્મતવાલાની નિષ્ફળતા બાદ અજય દેવગણે સિંઘમ રિટર્ન્સ માટે 18 કરોડ અને એક્શન જૅક્સન માટે 25 કરોડ રુપિયા મહેનતાણુ લીધુ છે.

આમિર ખાન

આમિર ખાન

ધૂમ 3ના નિર્માતાઓએ આમિર ખાનને કથિત રીતે 35 કરોડ રુપિયા આપ્યા હતાં. આમિરની ફિલ્મ દીઠ ફી લગભગ 40 કરોડ છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ખેલાડી અક્ષય કુમાર ફિલ્મ દીઠ 20 કરોડ રુપિયા વસૂલે છે. તેમની આગામી ફિલ્મો છે ઇટ્સ એંટરટેનમેંટ અને ગબ્બર. અક્ષય રફ્લી 45 કરોડ રુપિયા લે છે અને પ્રોફિટ શૅર કરે છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાનની ફી ફિલ્મ દીઠ 10 કરોડ રુપિયા છે. તેમની આગામી ફિલ્મ ફૅંટમ છે કે જેમાં હીરોઇન કૅટરીના કૈફ છે.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ ફિલ્મ દીઠ લગભગ 8 કરોડ રુપિયા મહેનતાણુ લે છે. તેમની આગામી ફિલ્મોમાં વેલકમ બૅક તથા દોસ્તાના 2નો સમાવેશ થાય છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરની આગામી ફિલ્મો છે બૉમ્બે વેલ્વેટ તથા જગ્ગા જાસૂસ કે જેમાં તેમણે ફિલ્મ દીઠ 15 કરોડ રુપિયા લીધા હોવાનું કહેવાય છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહની ફી ફિલ્મ દીઠ 8-9 કરોડ રુપિયા છે. તેમની આગામી ફિલ્મો છે દિલ ધડકને દો, ફાઇંડિંગ ફૅની અને કિલ દિલ.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

હૅન્ડસમ બૉય શાહિદ કપૂરની ફી પણ 8-9 કરોડ રુપિયા જ છે. તેમની આગામી ફિલ્મ હૈદર છે કે જેના માટે તેમણે કોઈ ફી લીધી નથી.

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી

સીરિયલ કિસર ઇમરાન હાશમી ફિલ્મ દીઠ 6-8 કરોડ રુપિયા વસૂલે છે. ઇમરાન પોતાની ફિલ્મોની સફળતાના આધારે ફીમાં વધારો કરે છે.

અભિનેત્રીઓની કમાણી પણ જાણો

અભિનેત્રીઓની કમાણી પણ જાણો

બૉલીવુડ હસીનાઓની કમાણી : શું સાચે જ હીરો કરતાં ઓછુ મહેનતાણુ છે આ?

English summary
Revealed: Bollywood actors remuneration per film, if Hrithik Roshan's remuneration is 50 crores, then what are the other actors charging. Read to find out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X