For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Entertainment Review : કોને મળશે બાપનો ખજાનો? Dogy કે Akki?

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : એંટરટેનમેંટ
નિર્માતા : અક્ષય કુમાર
દિગ્દર્શક : સાજિદ ફરહાદ
કલાકારો : અક્ષય કુમાર, તમન્ના ભાટિયા, કૃષ્ણા અભિષેક, સોનૂ સૂદ, પ્રકાશ રાજ, જ્હૉની લીવર
સંગીત : જિગર, મીકા સિંહ, આતિફ અસલમ
રેટિંગ : ***

એક અમીર કરોડપતિ બાપની નાજાયજ ઓલાદ. પોતાના પિતાને શોધવા માટે બધુ છોડી નિકળી પડતો હીરો. કંઇક આવી જ વાર્તા છે સાજિદ ફરહાદની આજે રિલીઝ થયેલ એંટરટેનમેંટ ફિલ્મની. જો એંટરટેનમેંટ 80 કે 90ના દાયકાના આરંભે બની હોત, તો તે કદાચ અમિતાભ બચ્ચન અભિનીત લાવારિસ ફિલ્મની જેમ ટ્રેજિક, રોના-ધોના ટાઇપ ફિલ્મ હોત. સાજિદ ફરહાદની એંટરટેનમેંટ કૉમેડી ફિલ્મ છે કે જેવી આજકાલની ફિલ્મો સામાન્ય રીતે હોય છે. ફિલ્મમાં સંબંધો અને લાગણીઓ કૉમેડીનો તડકો ઉમેરી પિરસવામાં આવ્યાં છે.

વાર્તા : આજના દર્શકો એંટરમેંટ અંગે જે અપેક્ષા ધરાવે છે, તે તમામનું ધ્યાન સાજિદ ફરહાદે રાખ્યું છે. અક્ષય કુમાર, કૃષ્ણા અને જ્હૉની લીવરની કૉમેડી ટાઇમિંગ ગઝબની છે. આખી ફિલ્મમાં આ ત્રણેયના ડાયલૉગ્સ એટલી ઝીણવટપૂર્વક અને મનોરંજક રીતે લખવામાં આવ્યા છે કે દર્શકો કંટાળો નહીં અનુભવે. ફિલ્મની વાર્તા છે એક કરોડપતિ પિતાના અનૌરસ સંતાન અખિલ લોખંડે (અક્ષય કુમાર)ની. અખિલ એક દિવસમાં ચાર-ચાર કામ કરી પોતાના પિતાની બીમારીની સારવાર કરાવી રહ્યો છે અને એક દિવસ તેને ખબર પડે છે કે હકીકતમાં તે જેને પોતાના પિતા સમજે છે, તે તેનાપિતા નથી.

અંતે ખબર પડે છે કે તે એક અમીર હીરા વેપારી પન્નાલાલ જૌહરીનું અનૌરસ સંતાન છે. તે સાથે જ તેને એમ પણ જાણ થાય છે કે જૌહરીનું અચાનક મોત થઈ ગયું છે અને તેના પછી તેની 3000 કરોડની દોલત તેના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. અખિલ પોતાના પિતાની દોલત માટે વિદેશ જાય છે. ત્યાં જતા તેને ખબર પડે છે કે તેના પિતાએ પોતાની તમામ દોલત પોતાના લવલી ડૉગ એંટરટેનમેંટના નામે કરી દીધી છે. અખિલ પોતાની દોલત પરત મેળવવામાં જોતરાઈ જાય છે અને અહીંથી જ શરૂ થાય છે એંટરટેનમેંટની એંટરટેનિંગ સફર.

અખિલને પોતાના પિતાની દોલત મળે છે કે કે નહીં? તેના માટે તેણે કેવા-કેવા પાપડ વણવા પડે છે? જાણવા માટે આપે થિયેટરમાં જઈ એંટરટેનમેંટ જોવી પડશે, પણ ફિલ્મ સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો અમે આપને સ્લાઇડર વડે જરૂર બતાવીશું કે જેથી આપને ફિલ્મ જોવી કે નહીં તે અંગેનો નિર્ણય કરવામાં મદદ મળશે.

વાર્તા બિનઅસરકારક

વાર્તા બિનઅસરકારક

એંટરટેનમેંટની વાર્તા કંઈ ખાસ નથી. જો આ જ ફિલ્મ થોડાક વર્ષ અગાઉ બની હોત, તો હાથી મેરે સાથી કે તેરી મેહરબાનિયાં કે પછી લાવારિસ જેવી બનત, પણ 2014ના હિસાબે ફિલ્મની વાર્તા મનોરંજક છે. ફિલ્મમાં એંટરટેનમેંટ માટેના તમામ મસાલાઓ છે.

દિગ્દર્શન સારૂ

દિગ્દર્શન સારૂ

સાજિદ ફરહાદે પોતાના કૅરિયરમાં અત્યાર સુધી એક સે બઢકે એક બહેતરીન ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ-ડાયલૉગ્સ લખ્યા છે. એંટરટેનમેંટ વડે બંનેએ દિગ્દર્શક તરીકે કૅરિયરની શરુઆત કરી છે અને પોતાના પ્રથમ પ્રયત્નમાં બંનેએ સો ટકા આપવાની કોશિશ કરી છે.

અભિનય

અભિનય

અભિનયની દૃષ્ટિએ એંટરટેનમેંટમાં એક્ટર, વિલન અને કૉમેડિયન તરીકે ઇન્ડસ્ટ્રીના બહેતરીન કલાકારો લેવાયાં છે. ચાલો એક-એક કરીને તેમના અભિનય વિશે છણાવટ કરીએ.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

બૉલીવુડના ખિલાડી, કૉમેડિયન, એક્શન હીરો અક્ષય કુમાર દરેક પાત્રમાં બંધ બેસે છે. એંટરટેનમેંટમાં અક્ષયે બેહતરીન કૉમેડી સીન્સ આપ્યા છે. રોમાંસ પણ ખૂબ કર્યો. એક્શનની વાત કરીએ, તો ક્લાઇમેક્સમાં એક્શન વડે પણ અક્ષયે દર્શકોનું મનોરંજન કરવાનો પ્રયત્ન કર્યો છે.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા ફિલ્મમાં સુંદર દેખાયા છે, પરંતુ એક્ટિંગ અંગે તેમના માટે ખાસ સ્કોપ નહોતો. ખરેખર એક્ટિંગ અંગે તેમણે થોડુક ગંભીર થવાની જરૂર છે.

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેકે બેહતરીન કામ કર્યુ છે. તેમના દરેક સીન અને ડાયલૉગ પર દર્શકોની તાળીઓ અને હસી સંભળાતી હતી. કૃષ્ણાએ પોતાના પાત્ર સાથે પુરતો ન્યાય કર્યો છે.

જ્હૉની લીવર

જ્હૉની લીવર

જ્હૉની લીવરે ફિલ્મમાં ઘણુ સારૂ કામ કર્યુ છે. જ્હૉનની સરખામણી કોઈની સાથે કરવી અનુચિત ગણાશે, પણ હકીકત તો એ છે કે કૉમેડીમાં જ્હૉનીના એક્સપ્રેશનને કોઈ સ્પર્શી ન શકે.

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ

મસ્તી અને ગ્રાન્ડ મસ્તી જેવી અનેક કૉમેડી ફિલ્મોનો ભાગ રહેલ રીતેશ દેશમુખે પણ એંટરટેનમેંટમાં ખૂબ મનોરંજન કર્યુ છે.

સોનૂ-પ્રકાશ

સોનૂ-પ્રકાશ

એક બાજુ દબંગનો વિલન અને બીજી બાજુ સિંઘમનો વિલન. બંનેએ મળી એંટરટેનમેંટમાં આવી મન મૂકીને મનોરંજન પૂરૂ પાડ્યુ છે. સોનૂ સૂદ અને પ્રકાશ રાજના કેટલાક કૉમેડી સિક્વંસ પણ શ્રેષ્ઠ છે.

સંગીત

સંગીત

એંટરટેનમેંટનું સંગીત ખાસ હિટ નથી થયું, પણ ફિલ્મનું ગીત જૉની જૉની ખૂબ જ લોકપ્રિય થયું છે.

જોવી કે કેમ?

જોવી કે કેમ?

આટલુ વાંચ્યા બાદ આપને અંદાજો તો આવી જ ગયો હશે કે એંટરટેનમેંટ કેટલી એંટરટેનિંગ છે. ફિલ્મનો સેકેંડ હાફ ઘણો મજાનો છે. ફર્સ્ટ હાફમાં કેટલાક સીન્સ લાંબા ખેંચાયા છે અને દર્શકોના કંટાળવાના પૂરા ચાંસિસ છે, પણ એંટરટેનમેંટના હિસાબે ફિલ્મ ખૂબ સારી છે. ફિલ્મની ખાસ વાત છે ડાયલૉગ્સની શ્રેષ્ઠતા.

English summary
Akshay Kumar, Tamannah starer Entertainment is a story of a boy who is a illegal child of a richest diamond merchant. He gets the news that his father is dead and he gave all his property to his close and dear Dog Entertainment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X