• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગહરાઈયાં' ફિલ્મ રિવ્યુ - જટિલ સંબંધોની કહાનીમાં દીપિકા-સિદ્ધાંતના દમદાર અભિનયમાં ડૂબી ગયુ દિલ

દીપિકા પાદુકોણ મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ગહરાઈયાં'નો રિવ્યુ જાણો અહીં.
|
Google Oneindia Gujarati News
Rating:
3.0/5
Star Cast: દીપકા પાદુકોણ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કારવા, નસીરુદ્દીન શાહ, રજત કપૂર
Director: શકુન બત્રા

'આઈ ડોન્ટ લાઈક બીઈંગ એટ હોમ.. આઈ ફીલ સો સ્ટક' અલીશા દૂર સમુદ્રમાં ક્યાં શૂન્ય જોઈને જેનને કહે છે. પહેલા દ્રષ્ય સાથે જ ફિલ્મ સંબંધોની ઉલઝનમાંથી પસાર થવા લાગે છે. શકુન બત્રાએ આ પહેલા ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ'માં ચાર દિવાલ વચ્ચેના સંબંધોના પ્રેમ, ટકરાવ, દર્દ, લાચારી, લગાવને ઉત્કૃષ્ટ રીતે બતાવ્યા હતા.

રિલેશનશિપ ડ્રામા

રિલેશનશિપ ડ્રામા

'ગહરાઈયાં' પણ સંબંધોની વાત કરે છે. સંબંધોમાં પ્રેમ, નફરત, સત્ય, જૂઠ, લાલચ, લાલસાની વાત કરે છે. આ ફિલ્મ એક રિલેશનશિપ ડ્રામા છે જે જટિલ સંબંધો અને જિંદગીના રસ્તા પર નિયંત્રણ રાખવામાં ગાઢ રીતે ડૂબેલો છે. ફિલ્મ નિર્ણય લેવા અને તેના પરિણામો પર વાત કરે છે. ફિલ્મ તમને ભાવનાત્મક રીતે સ્વયં સાથે જોડી રાખે છે. જો કે વચમાં પકડ થોડી ઢીલી પણ થાય છે.

કહાની

કહાની

અલીશા(દીપિકા પાદુકોણ) અને કરણ(ધૈર્ય કારવાર) 6 વર્ષથી સંબંધમાં છે અને સાથે જ રહે છે. પરંતુ બંનેની લાઈફ બે અલગ અલગ ટ્રેક પર ચાલી રહી હોય છે. સાથે રહીને પણ બંનેમાં એક પ્રકારનુ અંતર છે. કંઈક કેરયરને લઈને, કંઈક કમ્યુનિકેશનને લઈને. એવામાં એન્ટ્રી થાય છે અલીશાની કઝિન ટિયા ખન્ના(અનન્યા પાંડે)ની જે થોડા સપ્તાહ માટે પોતાના ફિયાન્સ ઝેન(સિદ્ધાંત ચતુર્વેદી) સાથે અમેરિકાથી ભારત આવી છે. ટિયાના બોલાવવા પર ચારે અલીબાગમાં બે દિવસ સાથે પસાર કરે છે. પરંતુ અહીંથી તેમની જિંદગી પલટાઈ જાય છે. અલીશા અને ઝેન એકબીજા સાથે કનેક્શન અનુભવે છે. બંનેના ભૂતકાળની એક કહાની હોય છે જે તેમને વધુ નજીક લાવે છે. બધી સીમાઓને તોડીને બંને એકબીજાનો સાથ ઈચ્છે છે. પરંતુ ના તો જિંદગી આટલી સરળ હોય છે અને ના સંબંધો એટલા સુલઝેલા હોય છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં એકબીજા સાથે જોડાતા અને ટકરાતા આ ચારે પાત્રો કેવી રીતે અને કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે...અને કઈ રીતે પસંદગી કરે છે. તેની આસપાસ ફરે છે આખી કહાની.

નિર્દેશન

નિર્દેશન

કપૂર એન્ડ સન્સ બાદ બધા શકુન બત્રાની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમની પોતાની ફિલ્મ મેકિંગની એક અલગ સ્ટાઈલ છે. સંબંધોને બતાવવાનો એક અલગ અંદાજ છે, જે નવો છે. 'ગહરાઈયાં'માં ચાર પાત્રોના આસપાસ તેમણે જે કહાની વણી છે, તે તમને પરેશાન પણ કરશે પરંતુ વાસ્તવિકતાની નજીક પણ લાવશે. ફિલ્મમાં ટ્વિસ્ટ સારા છે પરંતુ ક્લાઈમેક્સ રસપ્રદ છે. પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ ઈમોશન બાબતે થોડી ડિસકનેક્ટ થાય છે. પાત્રો સાથે જોડાણ ધીમે ધીમે ઓછુ થઈ જાય છે. અનન્યા દ્વારા નિભાવવામાં આવેલ પાત્ર ટિયા ખન્ના અને ધૈર્યના પાત્ર કરણ પાસે તમે થોડા વધુ લેયર્સની આશા રાખો છો પરંતુ આ પાત્રોને વધુ મહત્વ આપવામાં આવ્યુ નથી. ફિલ્મના ઈંટીમેટ સીન્સને ડાર ગઈ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા છે કે જે સુંદર અને poetic લાગે છે.

અભિનય

અભિનય

ફિલ્મ મુખ્ય રીતે અલીશા ખન્ના અને ઝેન એટલે કે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની આસપાસ ફરે છે, તેમની પસંદગી અને એ પસંદગીના પરિણામો પર બની છે. ફિલ્મની શરુઆતથી અંત સુધી જતા જતા આ બંને પાત્રો દરેક સ્તરે બદલતા દેખાય છે. દીપિકા અને સિદ્ધાંતે આ બદલાવને પોતાના હાવભાવથી ખૂબ સુંદર રીતે બતાવ્યો છે. આમ જોવા જઈએ તો ફિલ્મમાં કોઈ પણ પાત્ર સંપૂર્ણપણે વ્હાઈટ કે બ્લેક નથી...બધા ગ્રે શેડમાં આવે છે. ખાસ કરીને સિદ્ધાંતે પોતાના અભિનયથી ખૂબ પ્રભાવિત કર્યા છે. અનન્યા અને ધૈર્ય પોતાની ભૂમિકામાં પરફેક્ટ છે પરંતુ નિર્દેશકે તેમના માટે વધુ સ્કોપ છોડ્યો નથી. નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પોતાના પાત્રોમાં પ્રભાવશાળી રહ્યા છે.

ટેકનિકલ પક્ષ

ટેકનિકલ પક્ષ

ફિલ્મનો ટેકનિકલ પક્ષ મજબૂત છે. નિતેશ ભાટિયાની એડિટિંગ ફિલ્મને એક સ્તર ઉપર લઈ જાય છે. ફિલ્મ ફ્લેશબેક સાથે જોડાતી જાય છે, લગભગ અઢી કલાક લાંબી છે પરંતુ ક્યાંય પણ તમારુ ધ્યાન ભંગ નથી થવા દેતી. વળી, કૌશલ શાહની સિનેમેટોગ્રાફી પણ ઘણી જબરદસ્ત છે. અલીબાગની સુંદરતા, સમુદ્રનુ ઉંડાણ, મુંબઈની ભાગમભાગ સાથે-સાથે પાત્રો વચ્ચેનુ મૌન ઉત્કૃષ્ટ રીતે દર્શાવવામાં આવ્યુ છે. સંવાદ લખ્યા છે યશ સહાય અને આયશા દેવિત્રે ઢલ્લિને, જે તમનેફિલ્મ સાથે જોડેલા રાખશે. જો કે, લાંબા સમય સુધી પ્રભાવ નથી છોડતા.

સંગીત

સંગીત

ફિલ્મનો એક મજબૂત પક્ષ છે તેની સંગીત. ફિલ્મને સંગીત આપ્યુ છે કબીર કથપાલિયા અને સવેરા મહેતાએ. જ્યારે બોલ લખ્યા છે કૌસર મુનીર અને અંકુર તિવારીએ. ફિલ્મની રિલીઝ પહેલા પણ આનુ મ્યૂઝિક ઘણુ લોકપ્રિય થઈ ચૂક્યુ હતુ - ભલે એ ડૂબે, બેકાબુ હોય કે એનુ ટાઈટલ ટ્રેક.. ફિલ્મના બધા ગીતો કહાની અને પાત્રો સાથે ઉત્કૃષ્ટ રીતે ભળેલા લાગે છે.

ફિલ્મ જોવી કે ન જોવી

ફિલ્મ જોવી કે ન જોવી

જટિલ સંબંધો પર બનેલી ફિલ્મ જોવાનુ પસંદ કરતા હોય તો 'ગહરાઈયાં' આ વીકેન્ડ માટે પરફેક્ટ ફિલ્મ હોઈ શકે છે. શકુન બત્રાની પોતાની એક અલગ ફિલ્મમેકિંગ સ્ટાઈલ છે, જે કહાનીને ઘણી હદ સુધી રિયાલિટી સાથે જોડે છે. દીપિકા પાદુકોણ અને સિદ્ધાંતના શાનદાર અભિનય સાથે 'ગહરાઈયાં' તમને ભાવનાઓમાં ઉંડે સુધી લઈ જાય છે પરંતુ વચમાં ક્યાંક ડિસકનેક્ટ થઈ જાય છે. વનઈન્ડિયા તરફથી 'ગહરાઈયાં'ને 3 સ્ટાર.

English summary
'Gehraiyaan' film review: Shakun Batra's complex relationship drama takes you deep into the emotions, Deepika Padukone and Siddhant Chaturvedi shines in their greyish characters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X