For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mary Kom Review : ફિલ્મ જોઈ જાગી ઉઠશે તમારી અંદરનો ‘Boxer’!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : મૅરી કોમ
નિર્માતા : સંજય લીલા ભાનુશાળી
કલાકારો : પ્રિયંકા ચોપરા, દર્શન કુમાર, એમ નરજીત સિંહ
સંગીત : શશિ શિવમ

જીવનમાં આપણે બધુ અને કોઈ પણ સમયે પામી શકીએ છીએ, પણ માત્ર એક વસ્તુ આપણને આ બધુ હાસલ કરતા રોકી પાડે છે અને તે છે ભય. જે આ ભય ઉપર વિજય મેળવી લે છે, તે જ જીતે છે અને તે જ સાચો ફાઇટર કહેવાય છે. મૅરી કોમ પણ એક એવી જ ફાઇટર છે કે જેણે આપણા દેશને બૉક્સિંગ ક્ષેત્રે બહેતરીન વિજય અપાવ્યાં. મૅરી કોમનુ જીવન જેટલુ મુશ્કેલીઓ ભર્યુ રહ્યું, તેટલી જ તે મજબૂત બનતી ગઈ અને અંતે જીવનની કઠણાઇઓને પરાસ્ત કરતા તે એક વિજેતા બની.

સંજય લીલા ભાનુશાળી નિર્મિત મૅરી કોમ ફિલ્મ મૅરી કોમના પ્રેરક જીવનને લોકો સામે લાવે છે. આ સાહસ કર્યો છે સંજય લીલા ભાનુશાળી અને દિગ્દર્શક ઉમંગ કુમારે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મૅરી કોમની ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રિયંકાએ માત્ર મૅરી કોમનો અભિનય જ નથી કર્યો, પણ તેમણે મૅરી કોમના જીવન, તેમની મુશ્કેલીઓ, તેમના દર્દને જીવી બતાવ્યુ છે અને મૅરી કોમને એક બહેતરીન તથા હૃદયસ્પર્શી ફિલ્મ બનાવી છે.

વાર્તા : મૅરી કોમ (પ્રિયંકા ચોપરા) એક મણિપુરી યુવતી છે. તે બાળપણથી જ બહુ ગુસ્સાવાળી છે. તે બૉક્સર બનવા માંગે છે. એક દિવસ તેની મુલાકાત વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સરના કોચ સાથે થાય છે. મૅરી કોમ આ કોચ પાસેથી ટ્રેનિંગ લે છે. મૅરી કોમ ગોલ્ડ મેડલિસ્ટ ચૅમ્પિયન બને છે અને પછી લગ્ન કરી લે છે. લગ્ન અને બે બાળકોના જન્મ બાદ મૅરી કોમ ફરી એક વાર પોતાના પતિની મદદથી બૉક્સિંગ કૅરિયર શરૂ કરે છે અને આવનાર પડકારોનો સામનો કરે છે.

ચાલો તસવીરો સાથે કરીએ મૅરી કોમ ફિલ્મની સમીક્ષા :

સત્યઘટના પર આધારિત

સત્યઘટના પર આધારિત

મૅરી કોમ ફિલ્મની વાર્તા સત્યઘટના પર આધારિત છે. બૉક્સર મૅરી કોમના જીવન પર આધારિત આ ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી છે. પોતે મૅરી કોમે આ વાર્તાના લેખક સાથે પોતાના જીવનની વાતો શૅર કરી અને તે આધારે જ સમગ્ર સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી.

સ્ક્રીનપ્લે

સ્ક્રીનપ્લે

સ્ક્રીનપ્લેની વાત કરીએ, તો મૅરી કોમ ફિલ્મ જોવા દરમિયાન અનેક વખત એવી પ્રતીતિ થાય છે કે બે દૃશ્યો વચ્ચે ઘણી ભિન્નતા છે. ફિલ્મની વાર્તા ક્યાંકથી કપાઈ ક્યાંક પહોંચી જાય છે. તેથી ફિલ્મ જોતી વખતે અનેક વખત દર્શકોનું કનેક્શન તુટી જાય છે.

સંગીત

સંગીત

સંગીતની વાત કરીએ, તો મૅરી કોમનું ગીત દિલ યે જિદ્દી હૈ... દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યુ છે. ઉપરાંત પ્રિયંકા ચોપરા દ્વારા ગવાયેલુ હાલરડું પણ દર્શકોની જીભે ચઢી રહ્યું છે.

અભિનય

અભિનય

અભિનયની વાત કરીએ, તો પ્રિયંકા ચોપરાની ફિલ્મોમાં તેમનો અભિનય હંમેશા શાનદાર જ હોય છે અને મૅરી કોમમાં પણ તેઓ શાનદાર જ રહ્યા છે. મૅરી કોમના પાત્રને પ્રિયંકાએ જીવંત કરી બતાવ્યું છે. બૉક્સિંગ રિંગમાં ઊભેલી એક બૉક્સર શું અનુભવે છે? વિજય તેના માટે કેટલું મહત્વ ધરાવે છે? આ બાબતને પ્રિયંકાએ ખૂબીપૂર્વક દર્શાવી છે.

જોવી કે કેમ?

જોવી કે કેમ?

મૅરી કોમ ફિલ્મ એક એવી મહિલા બૉક્સરના જીવન પર આધારિત છે કે જેણે આપણા દેશનું નામ આખી દુનિયામાં ઊંચુ કર્યુ છે. મૅરી કોમ વિશે દુનિયાન દરેક શખ્સે જાણવું જોઇએ. આજ સૌથી પહેલુ અને સૌથી મહત્વનું કારણ છે મૅરી કોમ ફિલ્મ જોવા માટેનું. બીજુ કારણ છે પ્રિયંકા ચોપરા કે જેમના બહેતરીન અભિનયના પગલે મૅરી કોમ ઇંડિયન સિનેમાના ઇતિહાસમાં એક સીમા ચિહ્ન બનવા જઈ રહ્યા છે.

નિકિતિન-કૃતિકાના લગ્નની તસવીરો જોવા ક્લિક કરો

નિકિતિન-કૃતિકાના લગ્નની તસવીરો જોવા ક્લિક કરો

Wedding Pics : થંગબલીને મળી ગઈ મીનમ્મા, રિસેપ્શનમાં ઉમટી સેલિબ્રિટીઓ...

English summary
Mary Kom is a biopic based on life of Gold Medalist Indian female boxer Mary Kom. Priyanka Chopra has played the role of Mary Kom and the movie has solid punches from Priyanka, the Boxer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X