રિવ્યૂ : બૉક્સ ઑફિસની રેસમાંથી આઉટ થઈ રેસ 2
અબ્બાસ મસ્તાનની ફિલ્મ રેસે બૉક્સ ઑફિસે ખૂબ ધમાલ મચાવી હતી. તે પછી બૉલીવુડના મેન ઇન વ્હાઇટ દિગ્દર્શક તરીકે જાણીતા થયેલા અબ્બાસ મસ્તાનની રેસની સિક્વલ રેસ 2 ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી. ફિલ્મ બધુ હોવા છતાં અનેક ઉણપો છે. રેસની જેમ રેસ 2 દર્શકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ ન થઈ શકી.
વાર્તા - રેસ 2ની વાર્તા શરૂ થાય છે રણવીર સિંહ (સૈફ અલી ખાન)થી કે જે પોતાની ગર્લફ્રેન્ડ સોનિયા (બિપાશા બાસુ)ના મોત માટે જવાબદાર શખ્સની શોધમાં ટર્કી જાય છે. ટર્કીમાં રણવીરની મુલાકાત અરમાન મલિક (જ્હૉન અબ્રાહમ) સાથે થાય છે કે જે એક કરોડપતિ માણસ છે અને તે જ સોનિયાનો ખૂની પણ છે. અરમાન માટે દુનિયામાં પૈસા કરતા વધુ કંઈ જ નથી. રણવીર ઇચ્છે છે કે તે પોતાની ગર્લફ્રેન્ડના ખૂનીની તમામ મિલકત પચાવી તેને ખતમ કરી નાંખે. પછી રણવીરની મુલાકાત અરમાનની બહેન એલિના (દીપિકા પાદુકોણે) સાથે થાય છે કે જેની પાસે રણવીર સાથે બેડ શૅર કરવા ઉપરાંત કોઈ કામ નથી. પછી દર્શકોની મુલાકાત થાય છે ફિલ્મના વધુ એક પાત્ર ઓમીષા (જૅકલીન ફર્નાન્ડીઝ) સાથે કે જે અરમાનની એક વફાદાર ગર્લફ્રેન્ડ છે. ફિલ્મના પ્રથમ ભાગમાં તો આપણે પોતાનું મગજ યૂઝ કરવાની જરૂર નહીં પડે. જોકે ફિલ્મનો સેકેંડ હાફ પ્રથમ કરતા બહેતર છે.
નકારાત્મક બિંદુઓ - ફિલ્મનો પ્લૉટ ખૂબ સ્લો છે અને સંગીત પણ સારૂં નથી. ડાયલૉગ ખાસ નથી અને ફની અનિલ કપૂર કોઈ પણ ખૂણેથી ફની નથી. અનિલ કપૂર પોલીસ ઇંસ્પેક્ટરની ભૂમિકામાં છે. ચેરીનું રોલ કરતા અમીષા પટેલની એક્ટિંગ પણ ખરાબ છે. દીપિકાની એક્ટિંગમાં કોઈ પણ પ્રકારના એક્સપ્રેશન્સ નથી. સરવાળે ફિલ્મમાં કંઈ પણ બહેતરીન કહેવાય એવું નથી. ફિલ્મનો સૌથી બોરિંગ પાર્ટ છે રૉબર્ટ ડિ કોસ્ટા (અનિલ કપૂર) અને તેમની મદદનીશ ચેરી (અમીષા) વચ્ચે ફિલ્માવવામાં આવેલ સીન્સ. અંતે જ્હૉન અબ્રાહમનની ધડ-માથા વગરની એક્ટિંગ તે તમામ દર્શકો માટે કોઈ શૉકથી ઓછી નથી કે જેમણે આ ફિલ્મમાં તેમની પાસે ખૂબ અપેક્ષાઓ રાખી હતી.