For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : ‘કામ અને માનવતા’નો ઉત્સવ એટલે રંગ રસિયા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 નવેમ્બર : કેતન મહેતાની રંગ રસિયા ઘણા વખતથી ચર્ચામાં છે. વિવાદોથી ઘેરાવાના પગલે રંગ રસિયાની રિલીઝ પર બૅનના સમાચારો પણ આવ્યાં, પરંતુ અંતે આજે આ ફિલ્મ રજત પટલે રિલીઝ થઈ જ ગઈ. કેતન મહેતાની ફિલ્મની વાત હોય, તો તેમનો વિષય કાયમ હટકે અને હૃદયસ્પર્શી જ હોય છે અને એમ કહેવું ખોટુ નહીં ગણાય કે રંગ રસિયા પણ કેતન મહેતાની બેસ્ટ ફિલ્મોમાંની એક છે.

રંગ રસિયાની વાર્તા એક ચિત્રકાર રાજા રવિ વર્મા (રણદીપ હુડા)ની આજુબાજુ ફરે છે. તે દેવી-દેવતાઓની નિર્વસ્ત્ર તસવીરો બનાવે છે અને તેથી ધર્મગુરુઓની નજરોમાં ચઢી જાય છે. તે બધા તેનો વિરોધ અને અવગણના કરે છે. રાજા રવિ વર્માના લગ્ન થાય છે, પરંતુ થોડાક સમય બાદ તે લગ્ન તુટી જાય છે. પછી રાજાની મુલાકાત થાય છે સુગંધા (નંદના સેન) સાથે થાય છે. રાજા સુગંધાના સૌંદર્યમાં મુગ્ધ થઈ જાય છે અને તેની કેટલીક તસવીરો બનાવી તેનું વેચાણ કરે છે.

સુગંધાના આગમન બાદ રાજા રવિ વર્માનું જીવન બદલાઈ જાય છે. જ્યારે ધાર્મિક ગુરુઓ આ પ્રકારની તસવીરો બનાવતા તેની ટીકા કરતા તેને સજાનું પાત્ર માને છે અને આ સજાની અસર સુગંધા પર પણ પડે છે.

ચાલો તસવીરો સાથે જોઇએ રંગ રસિયા ફિલ્મ સાથે સંકળાયેલી 5 ખાસ વાતો :

દિગ્દર્શન

દિગ્દર્શન

દિગ્દર્શક કેતન મહેતાએ રંગ રસિયા ફિલ્મને તેવી જુદી-જુદી લાગણીઓને સુંદર રીતે રજૂ કરી છે કે જેના અંગે આપણે કદાચ વિચારી પણ નથી શકતાં. દિગ્દર્શનની બાબતમાં મહેતાએ કોઈ કચાસ નથી છોડી. ફિલ્મમાં બોલ્ડનેસ છે, પરંતુ તે પણ વાર્તા સાથે પરફેક્ટ છે.

વાર્તા

વાર્તા

રંગ રસિયાની વાર્તા સદીઓ પહેલા આપણા સમાજમાં વ્યાપ્ત વાતાવરણ પર આધારિત છે. વાર્તાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરાઈ છે. વાર્તા કંઇક એવી છે કે જે આપને અંત સુધી જકડી રાખે છે.

એક્ટિંગ

એક્ટિંગ

રંગ રસિયામાં રણદીપ હુડાએ બહતેરીન એક્ટિંગ કરી છે. તેઓ હંમેશ મુજબ પોતાના પાત્ર વડે લોકોનું મનોરંજન કરતા જણાયાં. જોકે છેલ્લી કેટલીક ફિલ્મોમાં રણદીપે દર્શકોને નિરાશ કર્યા હતાં, પરંતુ રંગ રિયા વડે ફરી સાબિત થઈ ગયું કે રણદીપ એક ઉમ્ગા કલાકાર છે. બીજી બાજુ નંદના સેન પણ પોતાના અભિનયમાં જાન ફૂંકવામાં સફળ રહ્યા છે. તેવી જ રીતે ત્રિપ્તા પારાશરે પણ સારી ભૂમિકા ભજવી છે.

સંગીત

સંગીત

રંગ રસિયા કૉમર્સિયલ ફિલ્મો કરતાં થોડીક જુદી છે. એટલે જ આ પ્રકારની ફિલ્મોમાં સંગીત મહત્વની ભૂમિકા ભજવે છે. આ હિસાબે રંગ રસિયાનું સંગીત ફિલ્મની વાર્તા અને વિષય સાથે બંધબેસતું જણાય છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

કેતન મહેતાની રંગ રસિયા એક એવી ફિલ્મ છે કે જે આપને પોતાના સંબંધો, પ્રેમના કેટલાક પાસાઓ, સ્વરૂપો સાથે રૂબરૂ કરાવશે કે જેના અંગે કદાચ આપે ક્યારેય વિચાર્યુ જ નહીં હોય. રણદીપની બહેતરીન અદાકારી આપને નવો અનુભવ કરાવશે. તો કૉમર્સિયલ સિનેમાથી થોડુક બ્રેક લઈ રંગ રસિયા ચોક્કસ જોવી જોઇએ.

દીપા શાહી

દીપા શાહી

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દીપા શાહી.

જયંતીલાલ ગડા

જયંતીલાલ ગડા

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જયંતીલાલ ગડા.

સોની-મહેશ

સોની-મહેશ

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પત્ની સોની રાઝદાન સાથે મહેશ ભટ્ટ.

નંદના સેન

નંદના સેન

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નંદના સેન.

રાહુલ બોસ

રાહુલ બોસ

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રાહુલ બોસ.

રણદીપ હુડા

રણદીપ હુડા

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણદીપ હુડા.

રાહુલ પોકુટ્ટી

રાહુલ પોકુટ્ટી

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રાહુલ પોકુટ્ટી.

સુનિધિ ચૌહાણ

સુનિધિ ચૌહાણ

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સુનિધિ ચૌહાણ.

ત્રિપ્તા પારાશર

ત્રિપ્તા પારાશર

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ત્રિપ્તા પારાશર.

વિશેષ ભટ્ટ

વિશેષ ભટ્ટ

રંગ રસિયા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વિશેષ ભટ્ટ.

English summary
Rang Rasiya movie is story of Raja Ravi Verma, painter who makes nude paintings of Goddess. Randeep Hooda and Nandana Sen played the main characters in the movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X