• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂઃ જરૂર જોવી જોઇએ જબ તક હૈ જાન

|

બૅનરઃ યશ રાજ ફિલ્મ્સ

ફિલ્મઃ જબ તક હૈ જાન

નિર્માતાઃ આદિત્ય ચોપરા

દિગ્દર્શકઃ યશ ચોપરા

કથા-પટકથા-સંવાદઃ આદિત્ય ચોપરા

ગીતઃ ગુલઝાર

સંગીતઃ એ. આર. રહેમાન

કલાકારોઃ શાહરુખ ખાન, કૅટરીના કૈફ, અનુષ્કા શર્મા, ઋષિ કપૂર, નીતૂ કપૂર તથા અનુપમ ખેર

સન ઑફ સરદાર સાથે રિલીઝ થવાના કારણે ખૂબ જ ચર્ચામાં રહેલી જબ તક હૈ જાન મહાન નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાની છેલ્લી ફિલ્મ છે અને આ ફિલ્મ એક વ્યક્તિની સિમ્પલ લવ સ્ટોરી છે કે જે દર રોજ, દરેક ક્ષણે પોતાના પ્રેમ માટે મરે છે અને અંતે જ્યારે તેની પાસે કોઈ વિકલ્પ નથી બચતો, ત્યારે ભગવાન તેની ઉપર કૃપા કરી તેને તેનું પ્રેમ અપાવે છે. હા જી. અમે વાત કરી રહ્યાં છીએ લીજેન્ડરી ફિલ્મમેકર યશ ચોપરાની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ જબ તક હૈ જાનની. શાહરખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્માની આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે.

જો લવ અને રોમાંસને ચોક્કસ વ્યાખ્યાની જરૂર હોય, તો તે છે જબ તક હૈ જાન. આ પ્રકારનો રોમાંસ વર્ષો સુધી યાદ કરાશે. ફિલ્મની વાર્તા એક મજબૂત, હૃદયસ્પર્શી આર્મી ઑફિસર સમર આનંદ (શાહરુખ ખાન) સાથે સંકળાયેલી છે. તેને દર રોજ નવા-નવા જોખમો ખેડી પોતાના જીવન સાથે રમવાની મજા આવે છે. સમર આનંદ કહે છે કે તેની લડાઈ સર્વશક્તિમાન ભગવાન સાથે છે કે જેણે દસ વર્ષ પહેલાં તેના પ્રથમ પ્રેમ મીરા થાપર (કૅટરીના કૈફ)ને તેનાથી છીનવી લીધી હતી.

વાર્તાઃ જબ તક હૈ જાન પ્રેમમાં પરોવાયેલી અને અનંત આત્મા સાથે સંકળાયેલ પ્રેમ તથા જોશની પ્રણય-વાર્તા છે. વર્ષ 2002માં સમર આનંદ જ્યારે યુવાન અને ચાર્મિંગ અને મ્યુઝિસિયન હતો. જોકે તે પ્રસિદ્ધિ નહોતો પામ્યો. તે વખતે તે એક ઉત્તમ દરજાની અને સુંદર મીરાના પ્રેમમાં પડે છે. તેણે કલ્પના પણ નહોતી કરી કે તેના પ્રેમને અંધકારમય તબક્કાનો સામનો કરવો પડશે. સમર-મીરાની પ્રણય-કથા એક એવા ફૂલ જેવી છે કે જે સૂર્યપ્રકાશ વગર ખિલી નથી શકતું. બીજી બાજું આ પ્રેમી પંખીડા એક-બીજા વગર રહી પણ નથી શકતાં. સમર-મીરાનો પ્રેમ મજબૂત, જોશીલો અને સદાબહાર છે. છતાંય તેમને જુદા થવું પડે છે. અને હવે આવે છે મહત્વનો પ્રશ્ન, કેમ?

પરંતુ જ્યારે એક યુવાન, વાઇબ્રંટ સુપર ગર્લ અકીરા રાય (અનુષ્કા શર્મા)ની એન્ટ્રી થાય છે, ત્યારે સ્ટોરીમાં બદલાવ આવે છે. અને સમર તથા મીરાનો દસ વરસ પછી ફરી વાર આમનો-સામનો થાય છે.

પ્રદર્શનઃ જો અમે શાહરુખ ખાનના પ્રદર્શન ઉપર ગોર કરીએ, તો એક ટફ આર્મી ઑફિસર અને ચાર્મિંગ સંગીતકાર તેમના રોલ અંગે અમે કોઈ ખામી ન કાઢીએ, તો જ બહેતર કહેવાશે. બાદશાહ ખાન જેટીએચજેમાં પ્રહાર સાથે પરત ફરે છે, તેમાં આશ્ચર્ય નથી. કોઈ તેને મદદ ન કરી શકે, છતાં કહી શકે કે શાહરુખ ખાન કિંગ ઑફ રોમાંસ છે અને રહેશે. શાહરુખ ખાન તેમના તારકીય પ્રદર્શન માટે તાળીઓના હકદાર છે.

અને જે લોકો કાયમ કૅટરીનાની તેની ખરાબ એક્ટિંગ માટે ટીકા કરે છે, તેઓને કૅટે જેટીએચજેમાં જવાબ આપી દીધો છે. કૅટરીના એક અમીર, હાઈ ક્લાસ બિઝનેસ વુમન તરીકે પૂર્ણ અને ગઝબના લાગે છે. તેમણે પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. તેમણે શાહરુખ જેટલો જ પાવર-પૅક રોલ કર્યો છે.

અંતે અકીરા રાય એટલે કે અનુષ્કા શર્માની વાત કરીએ કે જેનું સ્વપ્ન વિવિધ પુરુષો સાથે વિવિધ તરીકે સેક્સ માણવાનું છે. તેની પાસે પ્રેમ માટે સમય નથી. સમરની માનીએ તો અકીરા એક એવા પ્રકારની છોકરી છે કે કામસૂત્ર અને વિશ્વની તમામ શરારતી તથા ખરાબ વસ્તુઓની માહિતી ધરાવે છે. પણ એક દિવસ એવો આવે છે કે જ્યારે અકીરા પૂર્ણત્વે, ઘેલછા સાથે કોઈના પ્રેમમાં પડે છે. ફિલ્મમાં અનુષ્કા ખૂબ રંગીન અને વાઇબ્રંટ તેમજ વ્યાવહારિક છે. જોકે અમુક જગ્યાએ તેણે ઓવરએક્ટિંગ કર છે. અમારા પ્રમાણે અનુષ્કાએ સ્ક્રીન ઉપર સારા પરફૉર્મન્સ માટે થોડાંક સ્વર ડાઉન કરવા પડશે.

કેટલીક મહત્વની બાબતોઃ જોકે ફિલ્મ લાંબી છે, છતાં તેના અનેક હાઈ પૉઇન્ટ્સ છે. અમુક ક્ષણો આપને રડાવી શકે છે. જ્યારે કૅટરીના તેના માતા (નીતૂ કપૂર)ને મળે છે. તેના માતા તેના પ્રેમી સાથે ભાગી ગયા હતાં. આ જ અમીર મીરા થાપરના જીવનમાં એક ટર્નિંગ પૉઇન્ચ સાબિત થાય છે કે જે ગરીબ સમગરના પ્રેમમાં પૂર્ણત્વે ઘેલી થઈ ચુકી છે. આ આધુનિક અને વ્યાવહારિક જગતમાં આપણા માટે આપણાં હૃદયને સાંભળવું મુશ્કેલ છે અને આપણે માનસિક રીતે કંગાળ થઈ ગયાં છીએ. પરંતુ આપણે આપણી ભુલોને ઓળખી નથી શકતાં.

શાહરુખ અને કૅટરીનાનો લંડનની રાત્રિનો એક ડાંસ ખૂબ જ આકર્ષક છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે આ કપલે આ ડાંસ માટે ખૂબ પ્રયત્નો કર્યા હશે. વિદેશી લોકેશન્સ ફિલ્મને લાર્જર દેન લાઇફ ફિલ્મ બનાવે છે.

English summary
Yash Chopra movie Jab Tak Hai Jaan starring Shahrukh Khan, Katrina Kaif, Anushka Sharma in the leads, is a romantic film. Read Jab Tak Hai Jaan Review.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more