For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ રિવ્યૂ : જો જો ઊંઘી ન જતાં સોના સ્પા જોઈ!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : સોના સ્પા
નિર્માતા : મદન પાલીવાલ
દિગ્દર્શક : મકરંદ દેશપાન્ડે
કલાકાર : નસીરુદ્દીન શાહ, અહાના કુમરાહ, શ્રુતિ વ્યાસ, પૂજા પ્રધાન, નિવેદિતા ભટ્ટાચાર્ય, વિનીત શર્મા, રોમી જયસપાલ

સોના સ્પા ફિલ્મ એક નવા પ્રકારની ફિલ્મ છે. સ્પાનો બિઝનેસ હોય છે, પણ તેની ઉપર ફિલ્મ જ બનાવી દેવાશે, એવું કોઇએ વિચાર્યુ નહોતું, પરંતુ ફિલ્મની શરુઆત જ ...હમ નીંદ કા બિઝનેસ કરતે હૈં... ગીતથી થાય છે. આ સાથે જ સમગ્ર ફિલ્મ જાણે ઉંઘને જ કેન્દ્રમાં રાખી બનાવાઈ હોય, તેવું લાગે છે. તેથી કહી શકાય કે આ ફિલ્મ જોતાં-જોતાં આપ ક્યાંક ઊંઘી ન જતાં.

sona-spa

ઓહ માય ગૉડ ફિલ્મ એક નાટક ઉપર આધારિત હતી અને એ અગાઉ પણ અનેક ફિલ્મો આવી રીતે બની ચુકી છે. જોકે ઓએમજી સફળ રહી હતી, પરંતુ નાટક પર આધારિત વધુ એક ફિલ્મ સોના સ્પા સફળ થાય, તેવા કોઈ અણસાર દેખાતાં નથી.

વાર્તા : બાબા (નસીરુદ્દીન શાહ) સોના સ્પા નામે એક બિઝનેસ સ્થાપિત કરે છે. આ સ્પાના કર્મચારીઓનું કામ છે ગ્રાહકો માટે ઊંઘવું. યાદ રહે ગ્રાહકો માટે ઊંઘવું, નહીં કે ગ્રાહકો સાથે ઊંઘવું. આ બાબત ઉપર ફિલ્મમાં અનેક વાર પ્રકાશ પાડવામાં આવ્યું છે. સ્પાના કર્મચારીઓને નામ અપાયું છે સ્લીપ વર્કર્સ. આ સ્લીપ વર્કર્સ ગ્રાહકો સાથે માથું જોડી અને વિચિત્ર રીતે કાનોને સ્પર્શી તમની સાથે જોડાણનો પ્રયત્ન કરે છે. રૂચા (શ્રુતિ વ્યાસ) કે જેના પિતાને ઊંઘ ન આવવાની બમારી છે અને ઋતુ (અહાના કુમરાહ) કે જેની બહેન પુણેના સિંહગઢ કિલ્લા ઉપરથી કૂદવાનું સ્વપ્ન જુએ છે. રૂચા અને ઋતુ બંને સોના સ્પાની સ્લીપ વર્કર્સ છે. બીજાઓ માટે ઊંઘતા દરમિયાન આ તેમના સપનાં પણ જુએ છે અને અહીંથી જ દિગ્દર્શક મકરંદ દેશપાન્ડેની વિચિત્ર વિચારસરણી સામે આવે છે.

સમીક્ષા : મદન પાલીવાલ દિગ્દર્શિત સોના સ્પા જોઈને કોઈ સી ગ્રેડ ફિલ્મનો અનુભવ થાય છે, કારણ કે આનું ફિલ્માંકન એકદમ ખરાબ છે. કદાચ આનું કારણ પૈસાની ઉણપ હોઈ શકે. ખાસ તો તે દૃશ્યો બેકાર છે કે જેમાં એક એવું પરિણીત પાત્ર દર્શાવાયું છે કે જેને વેશ્યાઓનો સાથ ગમે છે. છોકરીઓ ઉપર મધ વરસાવતું, પિંક ફરના કપડાંમાં નેલ પૉલિશ લગાવતું આ પાત્ર ખૂબ જ ગંદું લાગે છે. બ્રહ્માંડના બૅકગ્રાઉંડ સાથે એક મોટી કુર્સી ઉપર બેઠેલાં નસીરુદ્દીન શાહ વચ્ચે-વચ્ચે પ્રકટ થાય છે અને ઊંઘ વિશે ઉપદેશ આપે છે. ફિલ્મના કેટલાંક પાત્રો જેમ કે સ્પાની મૅનેજર ઇંદુ (પૂજા પ્રધાન). ઇંદુનો માનસિક રીતે મંદબુદ્ધિ ભાઈ અને પોલીસ ઑફિસર રસપ્રદ લાગે છે, પરંતુ આ પાત્રોની કહાની અપૂર્ણ છોડી દેવાઈ છે.

અભિનય : ફિલ્મની આખી કાસ્મટાંથી સૌથી વધુ સારૂં પાત્ર અહાના કુમરહાનું છે કે જે મિડલ ક્લાસ છોકરીના રોલમાં ફિટ બેસે છે. નિવેદિતા ભટ્ટાચાર્ય પણ નિરાશ નથી કરતાં, પરંતુ શ્રુતિ વ્યાસ, નસીરુદ્દીન શાહ અને બાકીના તમામ કલાકારો આપને સુવડાવી દેશે. આ ફિલ્મ એક ભયાનક સ્વપ્ન જેવી છે કે જેને જોવાનું કોઈ ખાસ કારણ નથી દેખાતું.

English summary
Review : Sona Spa Movie will make you fall asleep.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X