For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview: 'ક્વીન' પછી 'સિમરન' બનશે કંગનાની યાદગાર ફિલ્મ?

કંગના રાણાવતની ફિલ્મ 'સિમરન' રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાંં કંગનાએ એનઆરઆઇ ગુજરાતી મહિલાનું પાત્ર ભજવ્યું છે આ ફિલ્મ જોવી કે નહીં? ફિલ્મનો પ્લોટ, રેટિંગ અને રિવ્યુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: સિમરન

સ્ટાર કાસ્ટ: કંગના રાણાવત, સોહમ શાહ

ડાયરેક્ટર: હંસલ મહેતા

સ્ક્રિનપ્લે: અપૂર્વ અસરાની

પ્રોડ્યૂસર: ભૂષણ કુમાર

શું છે ખાસ? કંગના રાણાવત

શું છે બકવાસ? ફિલ્મનો સેકન્ડ હાફ અને ક્લાઇમેક્સ

કેટલા સ્ટાર? 3.5

પ્લોટ

પ્લોટ

એનઆરઆઇ ગુજરાતી પ્રફુલ પટેલ(કંગના રાણાવત) 30 વર્ષની ડાયવોર્સી મહિલા છે, જે જ્યોર્જિયામાં પોતાના મિડલ ક્લાસ પેરેન્ટ્સ સાથે રહે છે. તે એક હોટલમાં હાઉસકીપર છે અને ક્રોનિક ક્લેપ્ટોમેનિયાની બીમારીથી પીડાય છે. પ્રફુલ પટેલ એક એવી સ્ત્રી છે, જે સતત પોતાને શોધવાની મથામણ કરતી જોવા મળે છે. તેની લાઇફમાં વળાંક ત્યારે આવે છે, જ્યારે તેને ગેમ્બલિંગની લત પડી જાય છે. તે આ આદતને કારણે ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઇ જાય છે. તે પોતાની ખરાબ આદતો પર પ્રતિબંધ મુકવાની અને લાઇફનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મમાં અનેક હળવી ક્ષણો છે અને સાથે પ્રફલના કેરેક્ટરના વિવિધ પાસાઓ અહીં દર્શાવવામાં આવ્યા છે. એક સિંગલ વુમન છે, આત્મનિર્ભર બનવા માટે તથા પોતાની બીમારી સામે લડવા માટે પ્રયત્ન કરતી જોવા મળે છે.

ડાયરેક્ટર

ડાયરેક્ટર

લખાણમાં કેટલીક ખામીને કારણે ફિલ્મમાં કશું ક્રમમાં નથી લાગતું, બેંક રોબરી અને તેની તપાસમાં કાર્યરત પોલીસના કેટલાક દ્રશ્યો રમૂજી છતા તર્ક વગરના છે. ગંભીર વાર્તાને થોડો લાઇટ ટચ આપવા માટે આ દ્રશ્યો ઉમેરાયા હોય એમ લાગે છે, પરંતુ એમાં દર્શકોને હસવું નહીં આવે. દેશી અને વિદેશી એક્ટર્સનો મેળો ફિલ્મને કેટલીક જગ્યાએ નબળી પાડે છે. 'સિમરન'નું મુખ્ય પાત્ર, જે ક્રાઇમ વર્લ્ડમાં પગ મુકતા પહેલાં વિચાર સરખો નથી કરતી, તેની વાર્તા દર્શકોને ગમશે ચોક્કસ, પરંતુ તેની સાથે ઇમોશનલી કનેક્ટ થવું થોડું મુશ્કેલ છે. ફિલ્મનું ડાયરેક્શન સારું છે, પરંતુ 'અલીગઢ', 'શાહિદ' અને 'સિટી લાઇટ્સ' જેવી ફિલ્મો આપનાર હંસલ મહેતા પાસેથી આનાથી થોડી વધારે સારી ફિલ્મની આશા હતી.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

કંગના રાણાવત જ આ ફિલ્મનો હીરો છે અને તે જ હિરોઇન છે. આ ફિલ્મથી ફરી એકવાર તેણે પોતાની એક્ટિંગ સ્કિલ્સ સાબિત કરી દીધી છે. કેટલીક જગ્યાએ કંગનાનું પણ ફોકસ પોતાના પાત્ર પરથી ખસતું જોવા મળે છે. તેના પેરેન્ટ્સ, ફિયોન્સે અને અન્ય વિદેશી એક્ટર્સનું પર્ફોમન્સ ઠીક-ઠાક છે. કંગાનાની અદાકારીએ જ આ ફિલ્મમાં જીવ રેડ્યો છે.

ટેક્નિક્લ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિક્લ આસ્પેક્ટ, મ્યૂઝિક

ફિલ્મના લોકેશન્સ શાનદાર છે અને સિનેમેટોગ્રાફી પણ અત્યંત સુંદર છે. ફિલ્મનો સેકન્ડ હાફ ઘણો બોરિંગ છે, એડિટિંગથી તેને થોડો સુધારી શકાયો હોત. કેટલાક સિન જબસજસ્તી ફિટ કરવામાં આવ્યા હોય એવું લાગે છે. કંગના સિવાયની કાસ્ટિંગ થોડી વધારે સારી હોત ફિલ્મ મજેદાર બની હોત. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સુંદર છે, પંરતુ મ્યૂઝિકના મામલે ફિલ્મ નિરાશ કરે છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

કંગના રાણાવતની સહજ એક્ટિંગ અને જરા હટકે વાર્તા માટે આ ફિલ્મ ચોક્કસ જોઇ શકાય. નબળી વાર્તા છતાં, ફિલ્મનો કન્ટેન્ટ રસપ્રદ અને નવીન છે. સેકન્ડ હાફ પછી દર્શકોએ થોડી વધારે ધીરજ જાળવવાની જરૂર પડશે.

English summary
Simran movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Simran in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X