Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો ઋષિ કપૂરથી કેમ નારાજ થયા હતા અમિતાભ બચ્ચન? જાણો આખો કિસ્સો

ઋષિ કપૂરના મૃત્યુના દુઃખદ સમાચારને સૌથી પહેલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જ ટ્વિટ કરીને દુનિયાને આપ્યા હતા.

30 એપ્રિલે બૉલિવુડના જાણીતા અને દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધુ. ગુરુવારે સવારે તેમણે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે બે વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. બુધવારે રાતે તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાંથી તે ઘરે પાછા આવ્યા નહિ. આ દુઃખદ સમાચારને સૌથી પહેલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જ ટ્વિટ કરીને દુનિયાને આપ્યા હતા.

અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યુ હતુ - એ ગયા, ઋષિ કપૂર ગયા...

અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યુ હતુ - એ ગયા, ઋષિ કપૂર ગયા...

અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યુ હતુ - એ ગયા, ઋષિ કપૂર ગયા, અત્યારે તેમનુ નિધન થયુ, હું તૂટી ગયો છુ, કપૂર ફેમિલીમાંથી રણધીર કપૂરે ઋષિના નિધનના સમાચારને કન્ફર્મ કર્યા છે. અમિતાભની આ વાતથી અંદાજ લગાવી શકાય છે કે ઋષિ કપૂર, તેમના માટેે શું હતા અને શું મહત્વ ધરાવતા હતા. અમિતાભ અને કપૂર ખાનદાનની નિકટતાથી સૌ કોઈ વાકેફ છે એમાં કોઈ શંકા નથી કે ઋષિનુ જવુ, અમિતાભ માટે ઉંડો ઝટકો છે.

'ખુલ્લમ ખુલ્લા - ઋષિ કપૂર અનસેન્સર્ડ'મા ખુલાસો

'ખુલ્લમ ખુલ્લા - ઋષિ કપૂર અનસેન્સર્ડ'મા ખુલાસો

અમિતાભ અને ઋષિના સંબંધ શરૂઆતથી આવા નહોતા, આ સંબંધમાં પણ પ્રેમ હતો, તકરાર હતી, ગુસ્સો હતો, એકબીજાથી આગળ નીકળવાની હોડ પણ હતી, આ કહેવુ મારુ નહિ પરંતુ ખુદ ઋષિ કપૂરનુ હતુ જેમણે પોતાના પુસ્તક 'ખુલ્લમ ખુલ્લા - ઋષિ કપૂર અનસેન્સર્ડમાં ખુલાસો કર્યો હતો કે તેમણે બેસ્ટ એક્ટરનો અવોર્ડ ખરીદ્યો હતો જેના માટે અમિતાભ તેમનાથી નારાજ થઈ ગયા હતા.

'તો આટલા માટે અમિતાભ બચ્ચનથી નારાજ હતા મારાથી'

'તો આટલા માટે અમિતાભ બચ્ચનથી નારાજ હતા મારાથી'

મીના અય્યર સાથે મળીને લખેલા પુસ્તકમાં ઋષિએ કહ્યુ હતુ કે હા...મે બેસ્ટ એક્ટરનો અવોર્ડ ખરીદ્યો હતો અને એટલા માટે અમિતાભ બચ્ચન નારાજ હતા કારણકે તેમને લાગ્યુ હતુ કે તે જંજીર ફિલ્મના માટે મળશે પરંતુ તેમને મળ્યો નહિ અને મને બૉબી માટે મળી ગયો કે જે મે 30,000માં ખરીદ્યો હતો. અવોર્ડ ખરીદવાનો પ્રસ્તાવ ઋષિના પીઆરઓ તારકનાથ લઈને આવ્યા હતા. તારકનાથે 30000 રૂપિયામાં બૉબી ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ ખરીદવાની વાત કહી હતી. ઋષિએ તેમની વાત માની લીધી અને અવૉર્ડ પોતાના નામે કરી લીધો કારણે મને ખબર હતી કે જો યોગ્ય પસંદદી થઈ હોત તો મને નહિ અમિતાભને તે મળ્યો હોત.

અમિતાભ અને ઋષિ બની ગયા બહુ જ સારા દોસ્ત

અમિતાભ અને ઋષિ બની ગયા બહુ જ સારા દોસ્ત

જો કે સમય સાથે જ ઋષિને સંપૂર્ણપણે અહેસાસ થઈ ગયો કે અમિતાભ ખરેખર એક ઉત્કૃષ્ટ અભિનેતા છે જે એક અવૉર્ડ સુધી સીમિત ન રહી શકે, તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને બાદમાં બંને સ્ટાર્સે એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ અને બંનેનો સંબંધ એક ગાઢ દોસ્તીમાં બદલાઈ ગયો કે જે ઋષિ કપૂરના અંતિમ સમય સુધી જળવાયો. ઋષિએ અવૉર્ડ ખરીદવાની વાત પર પોતાના પુસ્તરમાં જ અમિતાભની માફી પણ માંગી હતી અને કહ્યુ હતુ કે અમિતાભ, તમે બહુ મોટા એક્ટર છો, જેમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X