સુપરસ્ટારની કપિલ સાથે પેચઅપ કરવાની અરજી ગૃત્થીએ નકારી

Written By:
Subscribe to Oneindia News

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ઝગડો થયો તો સૌ કોઇને લાગેલું કે, થોડા સમય બાદ આ બંન્ને ફરી સાથે થઇ જશે. પરંતુ એવું કંઇ થયું નહીં, વિવાદ વધતો ગયો. ધ કપિલ શર્મા શો ના ફેન્સ આ વાતથી દુઃખી છે. બંન્ને એક્ટર્સને તેમના ફેન્સ ફરી એકવાર મંચ પર સાથે પર્ફોમ કરતા જોવા માંગે છે.

આ લિસ્ટમાં બોલિવૂડ સુપર સ્ટારનો પણ સમાવેશ થાય છે. જી હા, પોતાના ટ્વીટ્સ માટે જાણીતા એવા સુપરસ્ટાર ઋષિ કપૂરે આ મામલે ટ્વીટ કરતાં બંન્ને ફરી ભેગા થવાની સલાહ આપી છે.

ઋષિ કપૂરના આ ટ્વીટ પર કપિલ શર્માએ તો કોઇ જવાબ નથી આપ્યો, પરંતુ સુનીલ ગ્રોવરે ઋષિ કપૂરને ટ્વીટર પર સરસ જવાબ આપ્યો છે. સુનીલે લખ્યું છે કે, સર, હું આ સિઝન નથી રમી રહ્યો. હું રિટાયર્ટ હર્ટ છું.

sunil grover tweet

અહીં વાંચો - સલમાન સાથે ટક્કર લેવા તૈયાર બેઠા છે રણબીર કપૂર...

English summary
Rishi Kapoor urges Kapil Sharma and Sunil Grover to patch up. Sunil refused.
Please Wait while comments are loading...