રીતેશ દેશમુખ ઉપર ચડ્યો આશિકી 2ના ગીતોનો નશો
મુંબઈ, 6 મે : બૉલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ કહે છે કે આજકાલ આશિકી 2 ફિલ્મના ગીતો સાંભળવાથી તેઓ પોતાની જાતને રોકી નથી શકતાં.
34 વર્ષીય રીતેશ દેશમુખે ટ્વિટ પર લખ્યું - આશિકી 2ના ગીતો મારી કારમાં સતત વાગતા રહે છે. ગત 26મી એપ્રિલે રિલીઝ થયેલી આશિકી 2માં અભિનેતા આદિત્ય રૉય કપૂર તથા અભિનેત્રી શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. ફિલ્મમાં 10 ગીતો છે અને અરિજીત સિંહ દ્વારા ગવાયેલું ગીત તુમ હી હો... સૌથી વધુ ચર્ચામાં છે.
ભટ્ટ કૅમ્પની આશિકી 2 ફિલ્મ 90ના દાયકામાં આવેલી આશિકીની સિક્વલ છે. તેમાં રાહુલ રૉય તથા અનુ અગ્રવાલ હતાં.













Click it and Unblock the Notifications
