
Saaho Box Office: પહેલા દિવસે પ્રભાસ કરશે રેકોર્ડતોડ કમાણી, ડિટેલ આવી સામે
350 કરોડના બજેટની સાથે પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો પહેલા દિવસે કમાણીના મામલે નવો રેકોર્ડ સર્જવા માટે તૈયાર છે. મેગાબજેટ ફિલ્મ સાહોને બનાવવામાં 2 વર્ષથી વધુનો સમય લાગ્યો છે. સાથે જ બાહુબલી બાદ પ્રબાસની સાહોથી દર્શકોને ઘણી ઉમ્મીદ છે.
ટ્રેલર સામે આવ્યા બાદ જ ફિલ્મને સુપરહિટ ગણી લેવામાં આવી છે. જો કે મેકર્સે ફિલ્મને દર્શકો સુધી પહોંચાડવા માટે કેટલાય ઉપાય અપનાવ્યા છે. 10 હજાર સ્ક્રીન્સ પર રિલીઝની સાથે જ ફિલ્મ સાહો ઓપનિંગ દિવસે 70 કરોડથી વધુની કમાણી કરી શકે છે. ટ્રેડ પંડિતો મુજબ સાહોની સૌથી વધુ કમાણી તમિલ, તાલુગૂ અને મલયાલમ ભાષામાં રિલીઝ થવાથી થશે.

22 કરોડની કમાણી
હિન્દી વર્ઝનમાં આ ફિલ્મ પહેલા દિવસે 22 કરોડની કમાણી કરી શકે છે. સાહોને નોર્થ ઈન્ડિયામાં લગભગ 6 હજારથી વધુ સ્ક્રીન્સ મળી છે. જેનો ફાયદો ઓપનિંગ ડે પર સાહોને મળશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.

પહેલા દિવસે 70 કરોડ મળશે
સાહો એક સાથે તમિલ, તેલુગૂ, મલયાલમ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ રહી છે. સાહોને સૌથી વધુ ફાયદો આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂથી મળી શકે છે. પહેલા દિવસે આ ફિલ્મ 70 કરોડનું કલેક્શન કરવામાં સફળ થઈ શકે છે.

22થી 40 કરોડની વચ્ચે
બાહુબલીના પહેલા દિવસે 121 કરોડનો આંકડો પાર કર્યો હતો. એવામાં હિન્દી સંસ્કરણના પહેલા દિવસની કમાણીને 22થી 40 કરોડ વચ્ચે ગણાવવામાં આવી રહ્યું છે. મેકર્સને આ ફાયદો વધુ સંખ્યામાં થિયેટર સુધી પહોંચવાથી મળશે.

ટ્રેડ પંડિતો મુજબ
ટ્રેડ પંડિતો મુજબ હિન્દી વર્ઝનમાં સાહોના અનુમાનને લઈ અત્યાર સુધી કંઈ નક્કિ નથી જણાવવામાં આવી રહ્યું. તેમના મુજબ આ આંકડો ફિલ્મના આંકડા 40 કરોડની આસપાસ હોવો જોઈએ. પરંતુ એડવાંસ બુકિંગને જોતા આ અનુમાન ઓછું પણ હોય શકે છે. નોર્થના શહેરમાં સાહોનું વધુ પ્રમોશન નથી થયું. મુંબઈમાં સાહોનું કલેક્શન તેજીથી મળી શકે છે.

320 કરોડની કમાણી થઈ ચૂકી છે
350 કરોડના બજેટ સાથે સાહોની આખી કમાણીનું અનુમાન ટ્રેડ પંડિતો 500 કરોડની ઉપર જણાવી રહ્યા છે. જણાવી દઈએ કે ફિલ્મ રિલીઝ પહેલા 320 કરોડની કમાણી કરી ચૂકી છે. આ પિલ્મના સેટેલાઈટ રાઈટ્સ 320 કરોડ રૂપિયામાં વેચાયા છે. એટલે કે ફિલ્મ પ્રોફિટમાં ચાલી રહી છે.

સિંગલ સ્ક્રીન્સથી સાહોને 25 કરોડ
મીડિયા રિપોર્ટ્સ મુજબ મેકર્સે સાહોને સિંગલ સ્ક્રીનથી પણ ફાયદો પહોંચાડવાનું પ્લાનિંગ કર્યું છે. સિંગલ સ્ક્રીન્સથી સાહો 25 કરોડ સુધી પહોંચી શકે છે. એવા અહેવાલ છે કે સિનેમાઘરમાં સાહોની ટિકિટની કિંમતો પણ વધારવામાં આવી છે.

ડબલ એજન્ટનો રોલ
પ્રભાસ આ ફિલ્મમાં એક ડબલ એજન્ટનો રોલ પ્લે કરી રહ્યો છે. પ્રભાસ ગ્રે સેડ્સ નિભાવતો જોવા મળી રહ્યો છે. સાથે જ કેટલાક અંડરવોટર સ્ટન્ટ્સ પણ પ્રભાસ કરતાં જોવા મળી રહ્યો છે.
દિશા પટાનીએ પોતાની ફિટ બોડી કંઈક આવી રીતે બતાવી

પહેલા જ બાહુબલીને પાછળ છોડી દીધી
મીડિયા રિપોર્ટ્સ મુજબ સાહોના માર્કેટને સાઉથમાં મોટા સ્તર પર પ્લાનિંગ કરવાની યોજના બની ચૂકી છે. જેને પગલે તમિલનાડુમાં 550 સ્ક્રીન્સ પર સાહો રિલીઝ થશે. બાહુબલી 2ને માત્ર 523 સ્ક્રીન્સ મળી હતી. બાહુબલી બાદ પ્રભાસની લોકપ્રિયતાનો ફાયદો સાહોને મળશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.