સચિન જેવું કઇ નહોતુ અને ના તો કોઇ હશેઃ આમિર ખાન
આજે આખા વિશ્વની નજર મુંબઇ વાનખેડે સ્ટેડિયમ પર છે, જ્યાં પોતાની જિંદગીની અંતિમ ટેસ્ટ મેચ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર રમી રહ્યાં છે. ત્યાગ, સમર્પણ, એકાગ્રતા અને સત્યની પ્રતિમૂર્તિ સચિનને આખું વિશ્વ સલામ કરી રહ્યાં છે અને તેમની સફળતા પર ભારત માતા ગૌરવાન્વિત થઇ રહ્યાં હશે. લોકો આજે વાનખેડે સ્ટેડિયમ પહોંચી રહ્યાં છે, ત્યારે સચિનની મેચ જોવામાં બૉલીવુડના મિસ્ટર પરફેક્સનિસ્ટ આમિર ખાન કેવી રીતે દૂર રહી શકે.

આમિરે ટીમના તમામ ખેલાડીઓને મળ્યા બાદ કોમેન્ટ્રી બોક્સમાં ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડી અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયનના નામથી જાણીતા થયેલા રવિ શાસ્ત્રી અને જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે લગભગ 15 મીનીટનો સમય પસાર કર્યો.
આમિરે કહ્યું કે, ભારતીય ક્રિકેટમાં તેની ભરપાઇ થઇ શકશે નહીં. આમિર અનુસાર સચિને ક્રિકેટ માટે જે કર્યું છે, તેના માટે ભારત જ નહીં પરંતુ વિશ્વને પણ તેમના પર ગર્વ છે. ફિલ્મ જગત તરફથી તે સચિનને સલામ કરે છે. દેસને પોતાના આ પ્યારા અને મહાન ક્રિકેટર પર હંમેશા ગર્વ રહેશે. સચિન તુસી ગ્રેટ હો. આમિર કાને કહ્યું કે, લાજવાબ, સચિન જેવું કોઇ નહોતું અને કોઇ થશે પણ નહીં.












Click it and Unblock the Notifications
