હિટ થઈ ગઈ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ : પ્રિવ્યૂ
મુંબઈ, 7 માર્ચ : તિગ્માંશુ ધુલિયાની સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની છે, પરંતુ ફિલ્મ અંગે મળતી સારી કૉમેન્ટ્સ જોતાં લાગે છે કે ફિલ્મ રિલીઝ થયા પહેલા જ હિટ થઈ ગઈ છે. સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર વર્ષ 2011માં રિલીઝ થઈ હતી અને હવે રિટર્ન્સ સાથે તેની સિક્વલ રિલીઝ થવા જઈ રહી છે. સિક્વલમાં માહી ગિલ અને જિમી શેરગિલને રિપીટ કરાયાં છે, તો સોહા અલી ખાન અને ઇરફાન ખાન નવી એન્ટ્રી છે.

સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ ફિલ્મમાં માહી ગિલે પહેલાની જેમ જ ખૂબ હૉટ અને બોલ્ડ સીન્સ આપ્યાં છે. એટલું જ નહીં, તેઓ આ ફિલ્મમાં એક ડગલું આગળ રહ્યાં છે.
સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ ફિલ્મની વાર્તા ત્યાંથી જ આગળ ચાલે છે કે જ્યાં સાહેબ બીવી અને ગૅંગસ્ટર ફિલ્મ ખતમ થઈ હતી. પ્રથમ ભાગમાં માહી અને જિમી વચ્ચે અનેક હૉટ સીન્સ હતાં, પણ બીજા ભાગમાં જિમીને અપંગ બતાવાયાં છે. બીજા ભાગમાં સાહેબને છોડી બીવી એટલે કે માહી ગિલ આગળ નિકળી જાય છે અને તમામ સૂત્રો પોતાના હાથોમાં લઈ લે છે. સાહેબ પોતાની વ્હીલચૅરમાં બેસી માત્ર પોતાની બીવીના ઇશારે ચાલે છે. માહી ગિલ ઇરફાન ખાન સાથે પણ અનેક હૉટ સીન્સમાં દેખાશે.
બીજી બાજુ સોહા અલી ખાન પણ ઇરફાન ખાન સાથે અનેક હૉટ સીન્સમાં દેખાશે. ફિલ્મમાં માહી ગિલે એક સત્તાભૂખ્યા રાજકારણીની ભૂમિકા ભજવી છે. પ્રથમ ભાગ કરતાં બીજો ભાગ ઘણો આગળ નીકળી ગયો છે. જિમી શેરગિલે જણાવ્યું કે પ્રથમ ભાગમાં તેમને માહી ગિલ સાથે સેક્સ સીન્સ કરવામાં થોડીક મુશ્કેલીઓ આવી હતી અને તેઓ નર્વસ થઈ ગયા હતાં, પણ બીજા ભાગમાં એક અપંગનો રોલ તથા તેના અહેસાસને ભજવાવમાં તેમને વધુ મુશ્કેલીઓ આવી. માહી ગિલ સાથે કમ્પીટ કરવા આ વખતે સોહા અલી ખાન પણ ફિલ્મમાં શામેલ કરાયાં છે, પરંતુ છતાં આખી ફિલ્મ માહીના કૅરેક્ટરની આજુબાજુ ફરતી જણાય છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
