For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓ પર કેન્દ્રિત ફિલ્મ બનાવશે સલમા આગા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 મે : પાકિસ્તાની અભિનેત્રી સલમા આગા મહિલાઓ પર કેન્દ્રિત ફિલ્મ બનાવશે. ફિલ્મનું દિગ્દર્શન તેઓ પોતે જ કરશે. તેમણે જણાવ્યું - હાલ હું એક ફિલ્મ ઉપર કામ કરી રહી છું અને ટુંકમાં જ તેનું શૂટિંગ પણ શરૂ કરીશ. હજી ફિલ્મના વિષય અંગે મારે ઘણું કરવાનું બાકી છે. હું ક્યારેય સમય ગુમાવવા નથી માંગતી. કાયમ કંઇકને કંઇક શીખવા માંગુ છું.

salmaagha

સલમા આગાએ જણાવ્યું - આપ જે પણ શીખો છો, ક્યારેક તો કામ આવે જ છે. શીખવાની કોઈ ઉમર નથી હોતી. મારી ફિલ્મ મારા પોતાના જીવનથી પ્રભાવિત નથી, પણ તે મહિલાઓ પર કેન્દ્રિત વિષય છે.

નોંધનીય છે કે 46 વર્ષીય સલમા આગાએ 1982માં નિકાહ ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને ફિલ્મમાં પોતાની ઉપર ફિલ્માવાયેલ તમામ ગીતો પોતે જ ગાયા હતાં. સલમાના પુત્રી સાશા આગા પણ ઔરંગઝેબ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે કે જેમાં અર્જુન કપૂર તેમના સહ-કલાકાર છે.

સલમા આગાએ જણાવ્યું - સાશાને મોટા પડદે જોવો અદ્ભુત અનુભવ હે. હું ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે પડદા ઉપર હું પોતે જ છું. સલમાએ જણાવ્યું - આટલા વર્ષોમાં ફિલ્મ નિર્માણ પ્રક્રિયામાં ઘણા હકારાત્મક પરિવર્તનો આવ્યાં છે. આજકાલ જે વિષયો પર ફિલ્મો બને છે, તેવું દસ વર્ષ અગાઉ ચલણ નહોતું અને વિકલ્પો પણ નહોતાં. હું ફિલ્મકારોની આભારી છું કે તેમના કારણે આજે દર્શકો દરેક પ્રકારની ફિલ્મો સ્વીકારતાં થયાં છે. આ પરિવર્તન સારૂં છે.

English summary
Pakistani actress Salma Agha plans to wield the megaphone with a women-centric subject.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X