ત્રણેય ખાનોની ત્રેવડી ભૂમિકા ભજવી શકું - સલમાન

આપ વિચારતાં હશો કે બાબત શું છે? તો આપને જણાવી દઇએ કે કરણ જૌહરે તાજેતરમાં જ ત્રણેય ખાનો અંગે કૉમેંટ કરતાં જણાવ્યું હતું કે તેઓ જો ત્રણેય ખાનો સાથે કામ કરશે, તો હૉસ્પિટલે પહોંચી જશે. આ વાત સાંભળી સલમાન વળી કેમ ચુપ રહી શકે. તેમણે તરત જ કરણને જવાબ આપતાં જણાવ્યું હતું કે તેઓ ચાહે તો એક સાથે શાહરુખ ખાન, આમિર ખાન તેમજ સલમાન ખાન ત્રણેય બની શકે છે.
એક સમાચાર પત્ર સાથેની વાતચીત દરમિયાન સલમાન ખાને જણાવ્યું હતું, ‘હું બહુ ખુશ છું કે તમે મને મળતા અગાઉ કરણને મળ્યાં. સૌપ્રથમ તો મને એ જણાવો કે કયા ત્રણ ખાનોની વાત કરી રહ્યાં છો તમે? બોલવામાં શું જાય છે? છતાંય હું ત્રણેય ખાનોની ત્રેવડી ભૂમિકા એક સાથે ભજવી શકું છું. હું શાહરુખની રા.વનનો લુક, પોતાની દબંગનો લુક અને આમિરની ગઝનીનો લુક ત્રણેય ભજવી શકું છું.'
કરણ જૌહરને કદાચ એવી ખબર નહોતી કે સલમાન તેમની તરફ ફેંકાતી દરેક ઈંટનો જવાબ પત્થરથી આપે છે. અને આ વખતે પણ એવું જ થયું. હાલ એમ પણ બધા દિગ્દર્શકો સલમાન ખાન સાથે કામ કરવા માટે આતુર થઈ રહ્યાં છે અને કેટલાંક વખતથી કરણના સિતારાં પણ કઈં કમાલ નથી દાખવી શક્યાં. તો એવામાં સલમાન સાથે આ કોલ્ડ વૉર કરણને મોંઘું પમ પડી શકે છે. તેથી અમારી તો એ જ સલાહ છે કે કરણભાઈ, બીજી વાર સલમાન અંગે કઈં પણ બોલતા અગાઉં વિચારી લેજો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
