દબંગ 2 : અક્ષય સે જીતે, પર ખુદ સે હારે સલમાન...

મુંબઈ, 23 ડિસેમ્બર : શુક્રવારે સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ દબંગ 2ને પ્રથમ જ દિવસે બૉક્સ ઑફિસ ઉપર શાનદાર ઓપનિંગ મળી છે, પરંતુ પ્રથમ દિવસના કલેક્શનની વાત કરીએ, તો તે સારું તો હતો, પરંતુ તે એટલો મોટો નહોતો કે સલમાન મિયા પોતે હરખાઈ શકે.

salman-sonakshi

દબંગ 2ના પ્રથમ દિવસની કમાણી ગત 7મી ડિસેમ્બરે રિલીઝ થયેલ ફિલ્મ રાઉડી રાઠોડ કરતાં ઘણી વધારે છે, પરંતુ આ કમાણી સલમાન ખાનની આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ એક થા ટાઇગર કરતાં ઓછી છે. એટલું જ નહીં, ફિલ્મ જોયા બાદ લોકોએ પણ મિશ્ર પ્રત્યાઘાતો આપ્યાં છે. કેટલાંક લોકોએ ફિલ્મને ખૂબ સારી ગણી, તો કેટલાંકે સરેરાશ ગણાવી છે.

દબંગ 2ની પબ્લિસિટી સલમાનની હિટ ફિલ્મ દબંગની સિક્વલ તરીકે કરાઈ હતી. તેથી લોકોએ તેની સાથે સરખામણી કરવાનું શરુ કર્યું અને સરખામણીમાં દબંગ 2 ઉપર દબંગ ભારે રહી છે. નોંધનીય છે કે શુક્રવારે દબંગ 2 રિલીઝ થઈ છે, પરંતુ તે ઓપનિંગ રેકૉર્ડની બાબતમાં એક થા ટાઇગર કરતાં પાછળ રહી છે. લોકોને ફિલ્મની પટકથામાં નબળાઈ નજરે પડે છે, તો ફેવીકૉલ સૉંગ પણ મુન્ની સાથેની સરખામણીમાં પાછું પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X