Pic : એક નહીં, બે નહીં. અહીં છે ચાર-ચાર સલમાન ખાન
સામાન્ય રીતે દરેક વ્યક્તિનો એક જ ચહેરો હોય છે. પણ તેના સ્વભાવને કારણે ધણીવાર આપણે કેટલાક લોકોને "દોગલો" કહીએ છે એટલે કે તે ખરેખરમાં તે કંઇ હોય અને બતાવતે છે કંઇક.
પણ જ્યારે આપણા બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનની વાત આવે છે તો સલમાન અહીં પણ ચાર ચાસણી ચઢે તેવા છે. કારણ કે તેમના એક નહીં બે નહીં પણ ચાર ચાર ચહેરા છે.
રિયલ લાઇફ કંઇક, રીલ લાઇફમાં કંઇક, પરિવાર માટે કંઇક અને દુનિયા માટે કંઇક. તમને થશે ચાર ચાર સલમાન કેવી રીતે? તો જુઓ આ ફોટો સ્લાઇડર અને જાણો સલમાન ખાનના આ ચાર ચહેરાઓ વિષે...

એક્ટર સલમાન
સલમાન ખાન એક એક્ટર છે. આ તેમનો પહેલો ચહેરો છે જેને તે બહુ સરસ રીતે નીભાવે છે. ક્યારેક દબંગ બનીને ક્યારેક દીદીના લાડલા દેવર બનીને સલમાને આપણા દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.

મોસ્ટ એલિજેબલ સુપરસ્ટાર
સલમાન જ્યાં જાય છે જે પણ કરે છે સારું કે ખરાબ તમામ પરિસ્થિતિઓમાં લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે. 50 વર્ષના સલમાન પર આજે પણ અનેક છોકરીઓ જાન લૂંટાવે છે.

બીઇંગ હ્યૂમન સલમાન
બોલીવૂડમાં કોઇ ભલે ગમે તેટલી ભલાઇનું કામ કરી લે તો પણ તે સલમાન ખાન તોલે નથી આવતો. સલમાન ખાન જેવો માનવતાવાદી અભિગમ ભાગ્યેજ કોઇ રાખી શકે છે. જો કે સલમાનનો આ ચહેરો બધાને પ્રિય છે.

કાનૂન તોડવા વાળો સલમાન
સલમાનનો આ ચહેરો ના તેના ચાહકો જોવા ઇચ્છે છે ના જ સલમાન ખુદ.પણ હકીકત એ છે કે ક્યારેક ફૂટપાથ પર દારૂ પીને ગાડી ચલાવા માટે, તો ક્યારેક અવૈધ હથિયાર અને કાળીયાર હરણને મારીને સલમાન કરી દે છે કાનૂન ભંગ. જોશમાં હોશ ખોનાર સલમાન હવે કદાચ બદલાય પણ હોય, પણ હવે તેમનો ભૂતકાળ કંઇ ભૂલવા તૈયાર નથી.












Click it and Unblock the Notifications
