સલમાન ખાને આરોપોનો કર્યો ઇન્કાર, વધુ સુનાવણી 10મી માર્ચે

Posted By:
Subscribe to Oneindia News

જોધપુર, 29 જાન્યુઆરીઃ કાળિયારના શિકાર મામલાના આરોપી ફિલ્મ સ્ટાર સલમાન ખાન રાજસ્થાનની જોધપુર અદાલતમાં રજૂ થયા હતા. જ્યાં સલમાન ખાનનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ મામલે 10 માર્ચે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જોધપુર કોર્ટમાં સલમાન ખાન અંદાજે 4 કલાક સુધી રહ્યાં. સલમાને કાળિયાર હરણનો શિકાર અને ખતમ થઇ ચૂકેલા લાયસન્સવાળા હથિયારના આરોપોનો ઇન્કાર કર્યો છે.

ફિલ્મ અભિનેતા સલમાન ખાન કાળિયાર શિકાર કેસમાં આજે જોધપુર કોર્ટમાં હાજર થયાં કે જ્યાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું. આ કેસ 1999નો છે કે જ્યારે હમ સાથ સાથ હૈં ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાને કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. અત્યાર સુધી તેમને કોર્ટમાંથી વ્યક્તિગત પેશી સામે છૂટ મળેલી હતી.

સલમાન ખાન પોતાના ચાર્ટર્ડ પ્લેન દ્વારા જોધપુર કોર્ટ પહોંચ્યાં. તેમને કોર્ટમાં જોવા માટે વકીલોની ભારે ભીડ એકઠી થઈ હતી. સલમાન ખાન લાઇસંસ વગરના હથિયાર રાખવાના આરોપમાં પણ નિવેદન નોંધાવશે. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વત છે. સલમાન મુદ્દે કોર્ટ બપોરે બે વાગ્યે સુનવણી કરશે.

નોંધનીય છે કે રાજસ્થાન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કલમ 148 હેઠળ માર્ચ-2013માં સલમાન ખાન સામે આરોપો ઘડી કાઢ્યા હતાં. આ કેસમાં અભિનેત્રી તબ્બુ અને સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન અને નીલમ પણ આરોપી છે. આ કેસમાં સલમાન ખાન બે વખત જેલ જઈ આવ્યાં છે. 1998માં તેઓ પહેલી વાર જેલ ગયા હતાં અને પછી 2007માં ગયા હતાં.

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

જોધપુર કોર્ટમાં હાજર થતાં સલમાન

English summary
Salman Khan appeared in Jodhpur Court today in connection with black bug hunting case.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.