સલમાન ખાન છે સોશિયલ મીડિયાના બાદશાહ

મુંબઈ, 16 જાન્યુઆરી : બૉલીવુડના ટાઇગર સલમાન ખાનને તાજેતરમાં એક સર્વેમાં સોશિયલ મીડિયાના બાદશાહ જાહેર કરાયાં છે. સર્વેમાં કહેવાયું છે કે સલમાનની ફિલ્મો સાથે ખુદ સલમાન ખાન પણ આ વર્ષે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર સર્ચ કરાનાર સેલિબ્રિટીઓમાં ટોચ ઉપર છે. બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને બિગ બી અમિતાભ બચ્ચનને માત આપી આગળ નિકળી જનાર સલમાન ખાન સોશિયલ મીડિયાના બિગ બૉસ બની ગયાં છે.

Salman Khan

ઝી ટીવીના આ વર્ષના ઝી સિને ઍવૉર્ડ્સમાં એક નવી કૅટેગરી બનાવવામાં આવી છે અને આ કૅટેગરીમાં તેવી સેલિબ્રિટીઓને સ્પેશિયલ ઍવૉર્ડ મળશે કે જેમની સૌથી વધુ ફૅન ફૉલોઇંગ છે. તે માટે એક રિસર્ચ કરાયું અને સલમાન ખાન તે રિસર્ચમાં ટૉપ ઉપર રહ્યાં, પરંતુ ક્યાંકને ક્યાંક આપ વિચારતાં હશો કે આખરે સલમાન ખાન કેમ કરે છે લાખો-કરોડો દિલો ઉપર રાજ? તો આવે આપને જણાવીએ કે શું છે સલમાનની સફળતાનું રાજ. 2009 પહેલા સલમાન ખાનની સફળતા થોડાંક સમય માટે બૅકસ્ટેજે જતી રહી હતી. સલમાનની ફિલ્મો બૉક્સ ઑફિસે પિટાઈ રહી હતી, પરંતુ પ્રભુદેવાએ દિગ્દર્શક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ વૉન્ટેડમાં જેમ સલમાનને કાસ્ટ કર્યાં કે એક્શનની બાબતમાં સલમાને સૌને પાછળ મુકી દીધાં, કારણ કે તે વખતે આપણાં બૉલીવુડના એક્શન કિંગ અક્ષય કુમાર પોતાની ફૅમિલીના ચક્કરમાં એક્શન છોડી કૉમેડી અને રોમાન્ટિક ફિલ્મો કરતાં હતાં. પછી સલમાનની ફિલ્મો એક પછી એક સફળ થતી ગઈ અને છેલ્લા ચાર વર્ષોથી સતત સલમાનનની ફિલ્મો લઘુત્તમ 100 કરોડનો બિઝનેસ તો કરી જ રહી છે.

બીજું કારણ છે સલમાન ખાનનું સિંગલ હોવું. તેથી અત્યાર સુધી છોકરીઓમાં તેમની ફૅન ફૉલોઇંગ જળવાઈ રહી છે. છોકરીઓ સલમાનના નામે મરે છે. સલમાનની એક ઝળક પામવા આતુર રહે છે. સમાજના યુવાઓ પણ સલમાન સાથે પોતાની જાતને ખૂબ સરળતાપૂર્વક કનેક્ટ કરી લે છે, કારણ કે સલમાનનો પોતાની ફિટનેસ પ્રત્યે ઝનુન અને સાથે જ તેમનું સિંગલ સ્ટેટસ યુવાઓને તેમની તરફ આકર્ષે છે. ઉપરાંત સલમાન ખાન પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જેમ કે ફેસબુક અને ટ્વિટર ઉપર પણ ખૂબ એક્ટિવ રહે છે. સમાજમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે કે પછી કંઇક સારૂં થઈ રહ્યું છે, તો સલમાન દરેક બાબતે રિએક્ટ કરે છે અને પોતાનો અભિપ્રાય ફૉલોઅર્સ તેમજ ફૅન્સ સાથે શૅર કરે છે.

ત્રીજું અને ખાસ કારણ છે સલમાન ખાનના નામે ભાઈનું ટૅગ. હવે ભાઈ છે, તો ખાસ જ હોય ને. લોકો સલમાન ખાન કરતાં સલમાન ભાઈ કે પછી સલ્લુ ભાઈ કહી બોલાવવું વધુ પસંદ કરે છે. જોકે પોતે સલમાન ખાન પોતાને ભાઈ કહેડાવવું પસંદ નથી કરતાં, પરંતુ છતાં હવે ફૅન્સને કેમ રોકી શકે. તો આ હતી કેટલીક ખાસ બાબતો કે જેમના કારણે સલમાન ખાન સોશિયલ મીડિયા ઉપર છવાયેલાં રહે છે. તેમના ફૉલોઅર્સ ફેસબુક ઉપર 7408859, ટ્વિટર પર 318827, યુટ્યુબ વીડિયો ઉપર 60567, ગૂગલ પ્લસ ઉપર 2774 છે. ઉપરાંત ટ્વિટર ફૅન્સ ક્લબ ઉપર તેમના 577919 અને ફેસબુક ફૅન ક્લબ ઉપર 757057 ફૉલોઅર્સ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X