સલમાન-કબીર ફરી સાથે, તૂટશે એક થા ટાઇગરનો રેકૉર્ડ
મુંબઈ, 1 નવેમ્બર : ફરી એક વાર પડદા ઉપર 2011નો ઇતિહાસ રચાઈ શકે છે. આપ વિચારતા હશો કે આ અમે શું કહીએ છીએ? તો સાંભળો અમે વાત કરીએ છીએ દિગ્દર્શક કબીર ખાનની કે જેમણે તાજેતરમાં જ જણાવ્યું કે તેઓ અને સલમાન ખાન ફરી એક સાથે કામ કરવાના છે.

નોંધનીય છે કે કબીર ખાનના દિગ્દર્શન હેઠળ સલમાને પહેલી વાર યશ રાજ બૅનર સાથે કામ કર્યુ હતું અને ઈટીટીએ ઇતિહાસ રચ્યો હતો. તેથી કબીર-સલમાનની જોડી પાસે આ વખતે પણ ઘણી આશાઓ સેવાય છે. જોઇએ કે આ આશાઓ કેટલી હદે પૂરી થાય છે.












Click it and Unblock the Notifications
