સલમાનના નવા ‘હીરો’ : સૂરજ પંચોલી-અથિયા શેટ્ટી

મુંબઈ, 17 મે : લાગે છે કે બૉલીવુડમાં વાર્તાઓ ખતમ થઈ ગઈ છે. તેથી જ તો જેને જુઓ તે જૂની ફિલ્મોની રીમેક બનાવી રહ્યો છે. તેમાં સલમાન ખાનનો પણ સમાવેશ થઈ જાય છે. સાઉથની ફિલ્મોની રીમેક બનાવતા-બનાવતા સલમાન ખાન હવે જૂની હિન્દી ફિલ્મોની રીમેક બનાવવા જઈ રહ્યાં છે. જાણવા મળે છે કે સલમાન ખાન 1983ની સુપરહિટ ફિલ્મ હીરોની રીમેક બનાવવા જઈ રહ્યાં છે અને તેનું નામ બદલીને તૂ મેરા હીરો રાખશે.

મળતી માહિતી મુજબ સલમાન ખાને હીરોના નિર્માતા સુભાષ ઘઈ પાસેથી તેમની ફિલ્મની રીમેક માટેના રાઇટ્સ ખરીદી લીધાં છે. સલમાન ખાન હીરોની રીમેકમાં બૉલીવુડના બે કલાકારોના સંતાનો લૉન્ચ કરશે. તૂ મેરા હીરો ફિલ્મમાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી તથા સુનીલ શેટ્ટીના પુત્રી અથિયા શેટ્ટી હશે કે જેઓ હીરોના જૅકી શ્રૉફ અને મિનાક્ષી શેષાદ્રીની ભૂમિકા ભજવશે.

આપને જણાવી દઇએ કે હીરો ગ્રેટ શો મ્રન સુભાષ ઘઈની સુપર હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે જ જૅકી શ્રૉફ અને મિનાક્ષી શેષાદ્રીએ બૉલીવુડમાં સ્થાન બનાવ્યુ હતું. હીરોએ અનેક ઍવૉર્ડ પણ જીત્યા હતાં અને તેના ગીતો આજે પણ લોકો સાંભળવા પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X