'ભારત' ના શૂટિંગ દરમિયાન સલમાનનો હૉટ શર્ટલેસ અંદાજ

સલમાન ખાન હાલમાં 'ભારત' ફિલ્મનું શૂટિંગ માલ્ટામાં કરી રહ્યા છે અને ખૂબ જ અલગ અંદાજમાં આ વખતે તે જોવા મળી રહ્યા છે.

સલમાન ખાન હાલમાં ભારત ફિલ્મનું શૂટિંગ માલ્ટામાં કરી રહ્યા છે અને ખૂબ જ અલગ અંદાજમાં આ વખતે તે જોવા મળી રહ્યા છે. હાલમાં સલમાન ખાને એ કર્યુ જેના માટે તે જાણીતા છે. હા, સલમાન ખાન ફરીથી એક વાર શર્ટલેસ અવતારમાં જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન એક ફોટોમાં પૂલ પર છે અને તે ઘણા બિન્દાસ અંદાજમાં પાછળની તરફ મોઢુ રાખીને ઉભા છે. સલમાન ખાનનો આ ફોટો જોઈને યંગ હીરોઝ પણ એક વાર શરમાઈ જશે. સલમાન ખાનની ઉંમર અત્યારે 52 વર્ષની છે પરંતુ આજે પણ બોડી બિલ્ડિંગમાં તેમનો કોઈ જોડ નથી.

બીજો એક ફોટો વાયરલ

બીજો એક ફોટો વાયરલ

આ ઉપરાંત સલમાન ખાનનો બીજો એક ફોટો વાયરલ થયો છે જેમાં તે પોતાની મા સાથે જોવા મળી રહ્યા છે અને આ ફોટોમાં પણ તે શર્ટલેસ જ દેખાય છે.

મા કા તારા

મા કા તારા

ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે સલમાન ખાન પોતાની મા સાથે વાત કરી કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા આ ફોટોમાં કેપ્શનમાં લખ્યુ છે કે મા કા તારા. ભારતનું શૂટિંગ હાલમાં માલ્ટામાં ચાલી રહ્યુ છે અને આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ કરી રહ્યા છે કે જે સલમાન ખાન સાથે બે બ્લોકબસ્ટર ફિલ્મો પહેલા જ આપી ચૂક્યા છે.

લીડ રોલમાં કેટરીના કેફ ફાઈનલ

સુલતાન અને ટાઈગર ઝિંદા હે માં અલી અબ્બાસ જફરે ઘણુ સુંદર નિર્દેશન કર્યુ છે. આ ફિલ્મની લીડ હિરોઈનની વાત કરીએ તો પ્રિયંકા ચોપડાએ ફિલ્મ છોડ્યા બાદ આમાં લીડ રોલમાં કેટરીના કેફ ફાઈનલ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ફિલ્મમાં દિશા પટની પણ જોવા મળવાની છે કે જે હાલમાં બાગી 2 માં સુંદર અભિનય કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં તબ્બુ, જેકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Ma 😍 Ma ki aankhon ka tara @beingsalmankhan @bharat_thefilm

A post shared by Atul Agnihotri (@atulreellife) on

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X