કાળીયાર શિકાર કેસ: સલમાન ખાનની ચિંતામાં વધારો
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન પર ચાલી રહેલ આર્મ કેક્ટ કેસની તારીખ એક વાર ફરીથી ટળી ગઇ છે. હવે 3 માર્ચના રોજ આ કેસ પર સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણીથી સલમાન ખાનની આવનારી બે ફિલ્મોના નિર્માતાઓને રાહત મળી છે. આ બે ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની શક્યતા છે. સલમાન ખાન હાલમા ગુજરાતના રાજકોટમાં સુરજ બડજાતિયાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની શૂટિંગ કરી રહ્યા છે.
આ ઉપરાંત એક થા ટાઇગરના નિર્દેશક કબીર ખાનની હવે પછીની ફિલ્મ બજરંગી ભાઇજાનની શૂટિંગ પણ લગભગ ખતમ થઇ ગઇ છે, હવે ફીલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ વર્ષના મધ્યમાં રિલીઝ થનારી છે. બોલીવુડના જાણીતા ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાથે સલમાન ખાનના કેસ અને તેમની ફિલ્મો પર લાગેલા રૂપિયાને મેળવીને એ જણાવ્યું કે સલમાન ખાનના કેસ પર આ નિર્માતાઓના કરોડોના રૂપિયા લાગેલા છે.

સલમાન ખાનની ઉપર ચાલી રહેલ આર્મ્સ એક્ટનો સંબંધ 16 વર્ષ પહેલા જોધપુરમાં થયેલ કાળીયાર હરણના શિકારના કેસથી છે. આ દરમિયાન સલમાન ખાન સહિત કેટલાંક અન્ય એક્ટરોએ પણ ગેરકાયદેસર રીતે કાળિયારનો શિકાર કર્યો હતો. તે સમયે સલમાન ખાન ફિલ્મ હમ સાથ સાથ હેની શૂટિંગ કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
