ફિલ્મો છોડી આ કામમાં લાગી HOT એક્ટ્રેસ, સલ્લુને આપે છે ટક્કર

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં આવેલ ઘણી એક્ટ્રેસિસ ફ્લોપ કરિયરને કારણે કે પછી પર્સનલ રિઝન્સને કારણે ફિલ્મોમાંથી અચાનક જ ગાયબ થઇ જાય છે. ત્યાર બાદ તેમનું નામ કોઇ કોન્ટ્રોવર્સિમાં, અફેર્સ કે તેના લગ્ન સમયે સામે આવે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થયેલ આ એક્ટ્રેસ એવી છે, જે ફિલ્મો, અફેર્સ, કોન્ટ્રોવર્સિ સિવાયના કારણથી ચર્ચામાં આવી છે અને તેનું નામ છે, સમીરા રેડ્ડી. સમીરા રેડ્ડીએ ફિલ્મો છોડી એવું કામ હાથ પર લીધું છે, જેને કારણે તે ચર્ચામાં રહે છે અને સાથે જ આ કામમાં તે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સને પણ માત આપી રહી છે.

ફિલ્મોમાંથી ગાયબ સમીરા

ફિલ્મોમાંથી ગાયબ સમીરા

એક્ટ્રેસ સમીરા રેડ્ડી છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. ફિલ્મો છોડ્યા બાદ તેણે જે કામ હાથ પર લીધું છે, એને કારણે લોકો તેના વખાણ કરતાં નથી થાકતાં. સલમાન અને શાહરૂખ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચેરિટી કરનારા સ્ટાર્સ છે. આ મામલે સમીરાએ તેમને પણ માત આપી છે.

સમીરા કરી રહી છે આ કામ

સમીરા કરી રહી છે આ કામ

સમીરા રેડ્ડી હાલ પોતાનો તમામ સમય ચેરિટિમાં આપી રહી છે. તે ક્રયોંસ અને ડ્રીમ્સ હેમ્સ એનજીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ એનજીઓ રસ્તા પર રહેતાં બેઘર બાળકોને ઘર અને સુરક્ષાની સગવડ આપે છે.

અનેક બાળકોની કરી મદદ

અનેક બાળકોની કરી મદદ

આ એનજીઓ સાથે મળીને સમીરાએ અનેક બેઘર બાળકોની મદદ કરી છે. સમીરાના કામને કારણે તેના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. પોતાના કામ પ્રત્યેના સમીરાના ડેડિકેશનને સૌ કોઇ વખાણી રહ્યાં છે.

અનેક સપનાઓ સાથે બોલિવૂડમાં આવી હતી

અનેક સપનાઓ સાથે બોલિવૂડમાં આવી હતી

સમીરા રેડ્ડીએ જ્યારે ફિલ્મોમાં કામ શરૂ કર્યું ત્યારે તે ખૂબ આશાવાદી હતી. તેણે પોતાના શરૂઆતના એક ઇન્ટરવ્યૂમં કહ્યું હતું કે, હું ખૂબ આગળ વધીશ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવાનું સમીરાનું સપનું તો પૂરું ન થયું, પરંતુ સક્સેસ અને ફિલ્મો મેળવવા માટે તેણે ખોટા ઉપાયો અજમાવવા કરતાં ચેરિટિનું કામ પસંદ કર્યું તે તેના માટે ગર્વની વાત કહી શકાય.

સોહેલ ખાન સાથે ડેબ્યૂ

સોહેલ ખાન સાથે ડેબ્યૂ

સમીરાએ ફિલ્મોમાં સોહલ ખાન સાથે ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ હતી 'મેંને દિલ તુજકો દિયા'. આ સોહેલની પણ પ્રથમ ફિલ્મ હતી અને આમાં સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. વર્ષ 2002માં ડેબ્યૂ કર્યાં બાદ તેણે લગભગ 31 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં તમિલ, મલયાલમ, તેલુગૂ, કન્નડ અને બંગાળી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

છેલ્લી બોલિવૂડ ફિલ્મ

છેલ્લી બોલિવૂડ ફિલ્મ

છેલ્લે તે વર્ષ 2013માં આવેલી કન્નડ ફિલ્મ 'વરાધાન્યકા'માં જોવા મળી હતી. આ તેની પ્રથમ કન્નડ ફિલ્મ હતી. એ પહેલાં તે વર્ષ 2012માં હિંદી ફિલ્મ 'ચક્રવ્યુહ'માં જોવા મળી હતી, આ ફિલ્મમાં તેનો ગેસ્ટ એપિરિયન્સ હતો.

ઓપરા વિનફ્રેની ફેન

ઓપરા વિનફ્રેની ફેન

સમીરા રેડ્ડી ઓપરા વિનફ્રેની બહુ મોટી ફેન છે. ઓપરા વિનફ્રે ઇન્ડિયાની મુલાકાતે આવી ત્યારે સમીરા તેમને મળી હતી. ઓપરાને આ પાર્ટીમાં સમીરાની સાડી ખૂબ પસંદ પડી હતી, આથી સમીરાએ ઓપરા ઇન્ડિયાથી પરત ફરે એ પહેલાં એવી જ એક સાડી લઇને તેમને ગિફ્ટ આપી હતી.

પર્સનલ લાઇફ

પર્સનલ લાઇફ

36 વર્ષીય આ એક્ટ્રેસનો જન્મ આંધ્ર પ્રદેશના તેલુગૂ રેડ્ડી ફેમિલીમાં થયો હતો. તેના પિતા બિઝનેસ મેન અને માતા એનજીઓ સાથે સંકળાયેલ કાર્યકર્તા છે. તેની બે મોટી બહેનો છે અને બંન્ને મોડલ રહી ચૂકી છે. વર્ષ 2014માં ફિલ્મોને અલવિદા કહ્યા બાદ સમીરાએ અક્ષય વારડે નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા અને 2015માં સમીરાએ એક પુત્રને જન્મ આપ્યો.

English summary
salman khan and shahrukh khan has competition with sameera reddy.
Please Wait while comments are loading...